SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ४ પણ આત્માની સહાયતા વિના ન લે. જેમ કે સાણસો લોઢાને પકડે, પણ લુહાર વિના સાણસાથી લોઢું ન પકડાય તેથી આત્મા સિદ્ધ થયો) હવે પરિભોગદ્વાર કહે છે. તે ૧૪ || ભા. देहो सभोत्तिओ खलु, भोज्जत्ता ओयणाइथालं व । अन्नप्पउत्तिगा खलु जोगा परसुब्ब करणत्ता ।। १५ ।। भा. “દેહ છે. તે ભોક્તા સહિત છે,” આ પ્રતિજ્ઞા છે. ભોગવવા યોગ્ય” આ હેતુ છે. ભાત વિગેરેના થાલનું એટલે થાળીમાં ભાત મુકે, તે ખાનારને માટે જ મૂકાય છે. આ દષ્ટાંત છે. અને દેહનું ભોગવવું, તે જીવ વડે છે. તે દેહમાં રહીને ભોગવતો હોવાથી, તેથી પ્રતિજ્ઞા સિદ્ધ થઈ પરિભોગ દ્વાર કહીને હવે યોગદ્વાર કહે છે. “બીજાના પ્રયોજેલા યોગો છે.” યોગ તે સાધન છે. જેમાં મન વચન અને કાયા, એ કરણ છે. તે પ્રતિજ્ઞાનો અર્થ છે. કારણપણું એ હેતુ છે. પરશુ માફક આ દૃષ્ટાંત છે, (જેમ પરશુ વડે માણસ કાપે છે. તે પ્રમાણે મન, વચન, કાયા, વડે આત્મા પદાર્થનો નિર્ણય કરે છે.) વળી વિશેષ પક્ષ લેતાં સામાન્ય હેતુ થાય છે. જેમ કે અનિત્ય વર્ણ આત્મક શબ્દ. શબ્દપણું હોવાથી, મેઘશબ્દનું દૃષ્ટાંત / ગાથાર્થ થયો . યોગદ્વાર કહ્યું. હવે ઉપયોગ દ્વાર કહે છે. // ૧૫ li उवओगा नाभावो, अग्गिब्ब सलक्खणापरिच्चागा । सकसाया णाभावो पज्जयगमणा सुवण्णं व ।। १६ ।। भा. ઉપયોગ સાકાર, અનાકાર, ભેદથી ભિન્ન છે. તેનાથી જીવનો અભાવ નથી. શા માટે ? તે કહે છે. સ્વલક્ષણને ન ત્યાગવાથી-એટલે ઉપયોગ લક્ષણ જે આત્માનું અસાધારણ લક્ષણ છે. તે તેણે ત્યાગ્યું નથી, તે હેતુ છે. અગ્નિનું દૃષ્ટાંત છે. જેમ કે અગ્નિ, ઉષ્ણતા જે પોતાનું લક્ષણ છે. તેને જ્યાં સુધી ન ત્યાગે, ત્યાં સુધી તે અગ્નિ જ ગણાય. તેમ જીવનું પણ જાણવું. આ પ્રયોગાર્થ થયો. પ્રયોગ આ પ્રમાણે છે. સનું આત્મા, (આત્મા વિદ્યમાન છે.) પ્રતિજ્ઞા સ્વલક્ષણ (ઉપયોગ)ને ન ત્યાગવાથી આ હેતુ છે. અગ્નિ માફક આ દૃષ્ટાંત છે. ઉપયોગ દ્વાર કહીને કષાયદ્વાર કહે છે. કષાયપણાથી સહિત, હોવાથી, એટલે અચેતન. વિલક્ષણ એવા ક્રોધાદિ પરિણામથી યુક્ત હોવાથી જીવનો અભાવ નથી. શા માટે ? તે કહે છે. પર્યાયનું ગમન (પ્રાપ્ત) થવાથી એટલે ક્રોધ માન વિગેરે પર્યાયોને (આત્મા, પામે છે) દૃષ્ટાંત સુવર્ણનું છે. જેમ કડાં, કંઠી, વિગેરે પર્યાયને પામેલું સોનું દરેકમાં વિદ્યમાન છે, તેમ આત્મા પણ ક્રોધ, માન, વિગેરેમાં વિદ્યમાન છે. || ગાથાર્થ ! લેશ્યાદ્વાર કહે છે. || ૧૦ || लेसाओ णाभावो, परिणमणसभावओ य खीरं व । उस्सासा णाभावो समसभावा खउ व नरो ।। १७ ।। भा. લેશ્યાના સદૂભાવથી જીવનો અભાવ નથી. પણ ભાવ જ છે. શા માટે ? કહે છે - પરિણામનો સ્વભાવ છે. કૃષ્ણ (કાળું) વિગેરે દ્રવ્ય, સાથે હોવાથી જાંબુના ખાનારા વિગેરેના દૃષ્ટાંતથી સિદ્ધ છે. કે તે પ્રમાણે પરિણામ ધર્મપણું હોવાથી, ક્ષીર (દૂધ)ની માફક, આ પ્રમાણે પ્રયોગ અર્થ છે. પ્રયોગ (અનુમાન) આ પ્રમાણે કરવો. (પ્રતિજ્ઞા) આત્મા વિદ્યમાન છે. (હેતુ) પરિણામીપણે હોવાથી, ક્ષીરનું, આ દૃષ્ટાંત છે. વેશ્યા દ્વાર કહીને આનપાન દ્વાર કહે છે. ઉચ્છવાસથી એટલે અચેતન ધર્મથી વિલક્ષણ પ્રાણ, અપાન (શ્વાસ લેવો તે) ના સદ્ભાવથી જીવનો અભાવ થતો નથી; પણ ભાવ જ સિદ્ધ થાય છે. શ્રમ (ચાલવા વિગેરે)ના કારણે પરિસ્પદ [53]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy