________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४
न उ इंदियाई उवलद्धिमंति, विगएसु विसयसंभरणा । जह गेहगवक्नेहिं, जो अणुसरिया स उवलद्धा ।। ३९ ।। भा. પણ ઇંદ્રિયોજ દેખાવામાં લબ્ધિવાળી નથી, શા માટે ?
ઉત્તર-ઇંદ્રિયો જ્યારે નાશ થાય. ત્યારે વિષયનું સંસ્મરણ (યાદ) રહે છે. એટલે પહેલાં કોઈ માણસ દેખતો હોય-અને પછવાડે અંધો થાય, છતાં પણ પૂર્વે દેખેલો વિષય તેને યાદ આવે છે. તેવી જ રીતે કોઈ માણસ પછવાડે બહેરો થાય તો તેને પૂર્વે સાંભળેલી વાત યાદ રહે છે. એને માટે દૃષ્ટાંત કહે છે. જેમ ઘરના ઝરૂખામાં કોઈ માણસ બેઠો હોય તો તે ઝરૂખારૂપ કરણ વડે કાંઈ જુએ ઝરૂખાથી ઘરમાં આવે અને પૂર્વે દેખેલો પદાર્થ યાદ રહે છે. તે યાદ રાખનાર પોતે ઉપલબ્ધિ (વિષયનો જાણનારો) છે, પણ ઝરૂખો દેખનારો નથી. તેવી જ રીતે ઇંદ્રિયો પણ દેખનારી કે જાણનારી નથી, પણ દેખનાર આત્માને સહાયક છે. આ પ્રમાણે અહીં ગાથાનો અર્થ છે. આ પ્રમાણે એક પ્રકારે અન્યત્વદ્વાર કહ્યું, હવે અમૂર્તદ્વારનો અવસર છે તે પ્રમાણે ભાષ્યકાર કહે છે. તે ૩૯ ||
संपयममुत्तदारं अइंदियत्ता अछेयभेयत्ता रुवाइविरहओ वा, अणाइपरिणामभावाओ ।। ४० ।। भा.
હવે અમૂર્તદ્વાર કહીએ છીએ. અમૂર્ત જીવ છે. કારણ કે અતીન્દ્રિય હોવાથી, દ્રવ્ય ઇંદ્રિયોથી ગ્રહણ કરાતું નથી. (આપણે ઇંદ્રિયો વડે આપણા આત્માને કે બીજાના આત્માને કોઈ પણ રીતે સાક્ષાત્ દેખતા નથી) વળી અમૂર્ત (અરૂપી) કહેવાનું કારણ એ છે કે તે તરવાર કે શુળથી છેદાતો ભેદતો નથી. અને તેથી તે રૂપ વિગેરેથી વિરહિત છે. તથા અનાદિ પરિણામ ભાવથી એટલે સ્વભાવથી જ આત્મા અનાદિ અમૂર્ત પરિણામપણે છે. ગાથાર્થ || ૩૦ || - छउमत्थाणुवलंभा तहेव सव्वन्नुवयणओ चेव । लोयाइपसिद्धीओ जीवऽमुत्तो त्ति नायव्यो ।। ४१ ।। भा.
હવે છદ્મસ્થ, એટલે કેવલજ્ઞાન સિવાયના બીજા કોઈપણ જ્ઞાનથી આત્મા સાક્ષાત્ દેખાતો નથી. - તે જ પ્રમાણે સર્વજ્ઞ વચનથી જ એટલે સાચું બોલનારા વીતરાગના વચનથી માનવો. વળી લોક વિગેરેમાં
અમૂર્ણપણે પ્રસિદ્ધ છે, તેથી આદિ શબ્દથી વેદ સમય લીધો, આ પ્રમાણે અમૂર્ત જીવ જાણવો. બધી જગ્યાએ આ પ્રમાણે પ્રતિજ્ઞા છે, ગાથાર્થ || ૪૧ ||
અમૂર્ત દ્વાર કહ્યું હવે નિત્ય દ્વાર કહે છે. णिच्चोत्ति दारमहुणा णिचो अविणासि सासओ जीवो । भावत्ते सइ जम्माभावाउ नहं व विन्नेओ ।। ४२ ।। भा. ।।
હવે નિત્યદ્વાર કહે છે, નિત્ય જીવ છે, આ પ્રમાણે કહેતાં પારકાઓથી (બૌદ્ધલોકોથી) સત્તાનવડે નિત્યપણું સ્વીકારવાથી સિદ્ધની સાધ્યતા થાય છે. તે દૂર કરવા કહે છે. જીવ અવિનાશી છે. એટલે ક્ષણની અપેક્ષાએ પણ નિરન્વય (નાશ ધર્મવાળો) નથી. એ જ પ્રમાણે પરિમિત કાળ રહેનારો-કેટલાક વાદિ ઇચ્છે છે. તેઓ કલ્પમાત્ર પૃથ્વી અને ભિક્ષુઓ રહેનારા છે. એ વચનનું ખંડન કરવા કહે છે. જીવ શાશ્વત છે. એટલે સર્વકાળ રહેનારો છે. શા માટે ? ઉત્તર વસ્તુ વિદ્યમાન છેતેથી, તથા જન્મના અભાવથી તેની આકાશની માફક ઉત્પત્તિ નથી. (જીવ નવો ઉત્પન્ન થતો નથી, પણ કર્માનુસારે નવાં નવાં શરીર રૂપ ઘર બદલે છે.) વસ્તુ વિદ્યમાન એટલે જેમ ગધેડાનું શીંગડું પદાર્થ નથી. પણ જીવતો ખરો પદાર્થ છે. એ બતાવ્યું. || ૪૨ //
હવે બીજા હેતુઓ બતાવે છે.
[60]