________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३
(૨૬) ગ્રહાંતર નિષદ્યા-બે ઘરના વચમાં અથવા ઘરમાં, તથા ચ શબ્દથી પાડાવાળા વિગેરેમાં બેસવું તે અનાચરિત છે.
(૨૭) ગાત્રનું ઉદ્વર્તન-તે કાયાનો મેલ ઉતારવો, તે અનાચરિત છે. ચ શબ્દથી શરીરને બીજા સંસ્કાર કરવા તે પણ અનાચરિતમાં લેવા. || ગાથા ૫ નો અર્થ છે
गिहिणो वेयावडियं, जा य आजीववत्तिया ।
तत्तानिबुडभोइत्तं, आउरस्सरणाणि य ।। ६ ।। ' (૨૮) ગૃહસ્થની વૈયાવચ્ચ વ્યાવ્રત ભાવ, તે વૈયાવૃત્ય એટલે ગૃહસ્થને અન્ન વિગેરે આપવું - કુશળ ક્ષેમ પૂછવાં. તે અનાચરિત છે. (ગૃહસ્થનું કોઈ પણ કાર્ય કરવું)
(૨૯) આજીવ વૃત્તિતા-જાતિ-કુલ-ગણ-કર્મ-શિલ્પનું આજીવન, તે આજીવિકા-તેના વડે કરવી, એટલે સંયમના ગુણોથી ઓળખાવાને બદલે પોતાની જાતિ વિગેરે ઉત્તમ બતાવી પેટ ભરવું, તે અનાચરિત છે.
“(૩૦) તપ્ત અનિવૃત્ત ભોજિત્વ-તે તપેલું પણ અનિવૃત્ત એ વિગ્રહ કરવો એટલે ત્રણ ઉકાળા ન થયા હોય તેવું પાણી વિશેષણ બીજી રીતે લાગુ ન પડે, તે વાપરે. અર્થાત્ પુરૂં ઉકળેલું જે ત્રણ ઉકાળાવાળું ગણાય, તેવું ન હોય. તે મિશ્ર અથવા સચિત્ત પાણી વાપરે તો અનાચરિત છે. (વ્યાકરણમાં . વિગ્રહનો અર્થ એ છે કે શબ્દોને છુટા પાડીને યોગ્ય અર્થ કરવો.)
(૩૧) આતુર સ્મરણાનિ સુધા-(ભુખ) વિગેરેથી પીડાયેલા તે પૂર્વે ખાધાનું સ્મરણ (પૂર્વે રસવાળા પદાર્થ ખાધા હોય તે યાદ કરી નિશાસા મૂકવા) અથવા આતુર શરણ તે દોષિતને શરણ (પાપ કરનારને ઉત્તેજન આપવું.) | ગા. ઉઠી
मूलए सिंगबेरे य, उच्छुखंडे अणिबुडे । कंदे मूले सच्चित्ते, फले बीए य आमए ।। ७ ।। सोवच्चले सिंधवे लोणे, रुमालोणे य आमए ।
सामुद्दे पंसुखारे य, कालालोणे य आमए ।। ८ ।। વળી બીજાં અનાચરિત કહે છે. તેમાં પ્રથમ, કંદ, મૂળ, બીજ વિગેરે કહે છે.
(૩૨) મૂળો (મૂળક) તે લોકમાં પ્રસિદ્ધ છે. (૩૩) શૃંગબેર તે આદુ. (૩૪) ઇસુખંડ તે શેરડીના કકડા, તે અપરિણિત ગાંઠોવાળા (બે પર્વના વચમાં) જે હોય તે ન કલ્પે.
(૩૫) કંદવજ વિગેરે. (૩૬) મૂળ-સટ્ટામૂળ વિગેરે સચિત્ત હોય તે અનાચરિત છે. (૧) સૂત્ર કૃ. ૧-૯-૨૯. પત્રાંક ૧૮૪. A ગચ્છાચાર ૨ અધિકાર. અ.રા.કોષ ૪/૨૧૮૩ (૨) સ્થાનાંગ - ૫/૭૧/ વ્યવહાર ભા. ૨૫૩ ટીકા. સૂત્ર કૃ. ૧-૧૩-૧૨/પીન્ડ નિ. ૪૩૭ ટીકા. ઉત્તરા. ૧૫-૧૬ | નિશીથભા. ૪૪૧૦ (રૂ) ઉત્તરા. ૧૫-૮ નેમી ટીકા. પૃ. ૨૧૭. સૂત્ર કૃ. ૧-૯-૨૧.
[44]