________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
(૧) ઉદેસિય તે સાધુને દાન દેવાને ઉદ્દેશીને બનાવેલું ભોજન વિગેરે તે ઔદેશિક. (૨) ક્રીતકૃત - ખરીદ કરેલું સાધુ સાધ્વી માટે તે ક્રીત, તે ભૂતકાળનો ત પ્રત્યય છે. ખરીદાયાથી જે આવ્યું તે ક્રીતકૃત અર્થાત્ સાધુ માટે પૈસા ખરચી લેવું તે.
(૩) નિયાગ-આમંત્રણ કરીને લઈ જાય, તેનું અન્ન વિગેરે રોજ લેવું નિયાગ. આમંત્રણ વિના કોઈક દિવસ લે તે નિયાગ નથી.
(૪) અભિહડ-એટલે પોતાના ગામથી સાધુને સામુ લાવીને આપે, આમાં બહુવચન એટલા માટે છે કે પોતાના ગામથી કે બીજાના ગામથી, નિશીથ સૂત્રમાં બતાવેલા ઘણા ભેદોવાળું જાણવું તેથી મૂળમાં અભિહડાણી શબ્દ છે.
अध्ययन ३
(૫) રાત્રિભોજન-દિવસે લઈ રાત્રે ખાય, રાત્રે લઈ દિવસે ખાય. રાતે લઈ રાતે ખાય, તથા આજ દિવસે લઈ વાસી રાખી બીજે દિવસે ખાય, તે બધા ભાંગા રાત્રિ ભોજનના છે.
(૩) સ્નાન-તે દેશસ્નાન, તથા સર્વસ્નાન, બે ભેદવાળું છે. દેશસ્નાન ઝાડા પેશાબની જગ્યા શિવાય બીજી જગ્યાએ શરી૨ ધોવું. જેમાં આંખ પાંપણ ધોવે તે દેશસ્નાન, અને સર્વ સ્નાન તે આખે શરીરે નાહવું તે જાણી લેવું.
(૭) ગંધ માળા વીંજવું - આ ત્રણ ૭ થી ૯ સુધી છે. તેમાં ગંધમાં કોઠ પુટ વિગેરે સઘળી સુગંધિ તેલની જાતિ સમજવી. તથા માળાથી ગુંથેલી વીંટેલી વિગેરે સઘળી ફૂલની માળાઓ જાણવી. તથા વીંજણો તાડના પંખા વિગેરેનો ગરમીમાં વપરાય છે તે લેવો. ૧ થી ૯ સુધી અનાચરિત છે. ઔદ્દેશિક વિગેરેમાં દોષો આરંભમાં પ્રવર્તન વિગેરેને પોતાની બુદ્ધિથી જાણી લેવા. ॥ ૨ ॥ || ગાથા ૨ જીનો અર્થ | હવે બીજાં અનાચરિત બતાવે છે.
૧(૧૦) સંનિહિ-જેનાથી આત્મા દુર્ગતિમાં રખાય, તે સંનિધિ છે. એટલે ઘી, ગોળ, વિગેરનો સંચય કરવો,
(૧૧) ગૃહિમાત્ર-તે ગૃહસ્થનું વાસણ વાપરવું. (૧૨) રાજાનો આહાર-બોલાવીને ચાહે રાજા કહે, અથવા બીજા કોઈ કહે કે, ઇચ્છા ભોજન માંગો તે રાંધીને આપે તે લેવું તે કિમિચ્છિક જાણવું. આ બન્નેને બારમામાં ભેગા લીધા છે.
(૧૩) સંબોધન-તે હાડકાં, માંસ; ચામડી, રોમ, એ ચારેના સુખને માટે મર્દન કરવું (તેલ વિગેરે ચોળવું તે.)
(૧૪) દંત પ્રધાવન-આંગળી દાતણ વિગેરેથી દાંતને સાફ કરવા તે.
(૧૫) સંપ્રશ્ન-સાવદ્ય, તે ગૃહસ્થને આશ્રયીને (પ્રશ્ન પૂછે કે હમણાને માટે વ્યાપાર ધંધો કેમ ચાલે છે ઇત્યાદિ) તથા પોતાને આશ્રયીને પૂછે કે હવે હું ઠીક રૂપવાન દેખાઉં છું.
(૧)
(૨)
(૩) સુત્રફ ૧/૯/૨૧ ટીકા
ઉત્તરા ૬/૧૫ - દશ વૈ. ૮/૨૪ - પ્રશ્નવ્યાકરણ ૨/૫.
સૂત્રકૃ ૧|૯|૨૦ દશ ૪-૬/૫૨ નિશીથ |૯|૧-૨
[ 42 ]