________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
अध्ययन ३
ભાવિત છે (પાંચ ભૂત અને છઠ્ઠા આત્માના સ્વરૂપને જાણનાર છે કે કેમ ?) તે જોવું. કાલ તે ક્ષીયમાણાદિ (એટલે લોકની અવસ્થા ચડતી છે કે પડતી) તે જોવું. પુરુષ આ ધર્મમાં પરિણમેલ છે કે, મિથ્યાત્વમાં રાચેલ છે, કે નવો છે, તે જોવું. સામર્થ્ય, તે આત્માનું બુદ્ધિબળ જોવું કે, વાદીના પ્રશ્નનું નિરાકરણ કરવાની શક્તિ છે કે ? વિગેરે દેખીને ચાલુ વાતમાં સાધુએ નિરવઘ તે પાપના અનુબંધથી રહિત કથન કરવુ, પણ અન્ય એટલે પાપ વધે તેવી કથા ન કરવી. એમ કથાનું સ્વરૂપ કહ્યું. ॥ ગાથા ૨૧૫ ॥ આ કથન (કથા)થી તેના (નામ)થી નામ નિષ્પન્ન નિક્ષેપો સમાપ્ત થયો. હવે સૂત્રાલાપક નિષ્પન્નનો અવસર છે. તેની ચર્ચા પૂર્વની પેઠે જાણવી. સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સુત્ર ઉચ્ચારવું, તે સૂત્ર આ છે.
संजमे सुट्ठियप्पाणं, विप्पमुक्काण ताइणं । तेसिमेयमणाइण्णं, निग्गंथाण महेसिणं ।। १ ।।
અહીં સંહિતાદિ ક્રમ બતાવવો જોઈએ, પણ તે સુગમ અને પ્રથમ બતાવેલો છે, માટે હવે ગાથાનો ભાવાર્થ કહે છે. પ્રથમ ક્રમ પુષ્પિકા અધ્યયનમાં બતાવેલા સ્વરૂપવાળા સુ એટલે આગમમાં બતાવેલી સારી રીતે જેમનો આત્મા સ્થિત છે. તે સુસ્થિત આત્માવાળા નિગ્રંથો, વળી તેમના બીજા ગુણો બતાવે છે. વિશેષ પ્રકારે વળી બાહ્ય આત્યંતર પરિગ્રહ (ગ્રંથ) ને છોડેલા તે વિપ્રમુક્ત તથા પોતાના આત્માને (પાપથી) તથા ૫૨ને (દુઃખથી) રક્ષણ કરે છે. તે ત્રાતાર તેમાં પોતાને રક્ષનારા તે પ્રત્યેક બુદ્ધ છે. પરને રક્ષનારા તીર્થંકર છે. કારણ કે પોતે તરેલા છે. અને સ્વપરને તારનારા સ્થવિરો એટલે નિગ્રંથો, મહર્ષિઓ, સ્વપરને તારનારા છે. તેમને હવે પછી કહેવાતાં અનાચરિત અકલ્પ્ય છે. નિગ્રંથ તે સાધુ જ છે. અને મહાન્ ઋષિ તે મહર્ષિ જ યતિ છે. અથવા મોટું શીલ તે આદરવાની ઇચ્છા હોવાથી મહર્ષિ છે. અહીં જે વિશેષણ છે. તે પૂર્વ પૂર્વ તે ઉત્તર ઉત્તર ભાવના હેતુવાળા ભાવે જાણવા. તેથી એમ જાણવું કે, જેઓ સંયમમાં સુસ્થિત છે, તે જ વિપ્રમુક્ત છે. કારણ કે વિપ્રમુક્તિના હેતુ સંયમ સુસ્થિત આત્મ નિબંધનપણું છે. એ પ્રમાણે ત્રાતામાં પણ જાણવું. બીજા આચાર્ય પશ્ચાનુપૂર્વીએ હેતુ હેતુવાળો ભાવ ગણે છે. તે આ પ્રમાણે છે. જેમ મહર્ષિઓ, તે જ નિર્ગંથો છે. તેમ બધામાં જાણવું || સૂત્રાર્થ ગાથા ૧ || હવે અનારિત ગણાવે છે.
उद्देसियं कीयगडं, नियागं अभिहडाणि य ।
राइभत्ते सिणाणे य, गन्धमल्ले य वीयणे ।। २ ।।
सन्नी गिमित्ते य, रायपिंडे किमिच्छए ।
संबाहण दंत होयणा य, संपुच्छण देहपलोयणा य ।। ३ ।।
(૧) સવ્વાઓ - ઉત્તરાધ્યયન - અ ૯/૧૬ ગા. ૧૮/૫૩ ગા. ૮/૪ ટીકા ૮/૯ ગાથા
પ્રશમરતિ શ્લો-૧૪૨
સુત્રધૃતાંગ - ૧/૬૬-૬
(૨) સુત્રકૃતાંગ માં. બ્રુ. ૧-૯૬. ૧૨ થી ૨૦ અ. રાજેન્દ્રકોષ ભાગ ૧ - પેજ ૩૧૧ પર અનાચાર શબ્દ જુઓ.
[41]