________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
કેવો તે કહે છે. સર્વ જગના જીવોને હિત કરનાર, પણ વ્યવહારથી થોડા જીવને હિત કરનાર નહિ. તુ શબ્દનો અર્થ જ છે. તે જ કથા શાસ્ત્રમાં નિશ્ચયથી બતાવી છે. આ કથા સાંભળનાર તથા કહેનારા બંનેને નિર્જરાના ફળને આપનારી છે. તેથી ચિત્તમાં કુશળ પરિણામનું નિબંધન (કારણ) કરે છે. પણ તેમાં ભજના ન જાણવી કે, લાભ થશે કે નહીં. (લાભ થશે જ તથા તે જ કથા છે) || ગાથાર્થ ૨૧૦ ||
અહીં હવે વિકથા પણ બતાવે છે.
जो संजओ पत्तो, रागद्दोसवसगओ परिकहेइ । सा उ विकहा पवयणे, पण्णत्ता धीरपुरिसेहिं ।। २११ ।।
જે પ્રમાદી સાધુ પ્રમાદ એટલે કષાય વિગેરેને વશ થઈને મધ્યસ્થપણું છોડીને જે કંઈ કહે, તેને શાસ્ત્રમાં વિકથા ધીર પુરૂષોએ કહી છે. તે પ્રમાણે પરિણામનું નિબંધન કર્તા શ્રોતાને કરે છે. સાંભળનારના પરિણામ ભેદમાં તેના પ્રત્યે કથાથી ઉલટું કરે છે. તે વિકથા છે. એ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી. ॥ ગાથાર્થ ૨૧૧ ||
अध्ययन ३
હવે સાધુએ કેવી કથા ન કરવી તે કહે છે.
सिंगाररसुत्तड्या, मोहकुवियफुंफुगा सहासिंति । जं सुणमाणस्स कहं, समणेण ण सा कहेयव्या ।। २१२ ।।
શૃંગાર રસથી ભરેલી, જે સાંભળતાં પુરુષને કામ વ્યાપે, તે કથા કઈ ? તે કહે છે. મોહ તે ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ આત્માના પરિણામ રૂપ કુપિત ફુફુકા ઘટિત કુકુલા હસહસિંત્તિ તે જાજ્વલ્યમાન થાય. આ ક્રિયાપદ ઉપરથી લેવું. અર્થાત્ સાધુએ આ કથા ન કહેવી કે, શૃંગાર રસથી ભરપુર હોય, અને તે સાંભળતાં સાંભળનારને એકદમ જાજ્વલ્યમાન કામ વ્યાપી રોમેરોમ પ્રસરી તેને તે તરફ પાપ કરવા દો૨વે. તેવી કથા ક૨વાથી તેના આત્મામાં દુષ્ટભાવ બંધાઈ જાય છે. || ગાથા ૨૧૨ ॥
समणेण कहेयव्या, तवनियमकहा विरागसंजुत्ता । जं सोऊण मणुस्सो वच्चइ संवेगनिव्वेयं ।। २१३ ।।
હવે સાધુએ કેવી કથા કરવી તે કહે છે. તપ નિયમની કથા તે અનશન ઉપવાસ વિગેરે તપ, તથા પાંચ આશ્રવ પ્રાણાતિપાત વિગેરનું આશ્રવથી વિરમણ કરે તે. તથા વૈરાગ્ય ઉત્પન્ન કરે. પણ નિયાણું ન કરે, તેવી કથા કહેવી. વળી જે સાંભળીને સાંભળનાર સંવેગ નિર્વેદને પામે. || ગાથાર્થ ૨૧૩ ||
હવે કથા કહેવાની વિધિ કહે છે.
अत्थमहंतीवि कहा, अपरिकिलेसबहुला कहेयव्या । हंदि महया चडगरत्तणेण अत्थं कहा हणइ ।। २१४ ।। खेत्तं कालं पुरिसं, सामत्थं चऽप्पणो वियाणेत्ता । समणेण उ अणवंज्जा, पगयंमि कहा कहेयव्वा ।। २१५ ।। तयऽज्झयण निज्जुत्ती समत्ता ।।
મહાન્ અર્થ હોય, પણ સાંભળનારને ક્લેશ ઓછો થાય. કેવી રીતે કહેવી, તથા શા માટે ? તે કહે છે. મોટા પ્રપંચ વડે કહેવાથી કહેવાના ભાવાર્થને સાંભળનારો સમજી શકતો નથી, તેથી ભાવાર્થ હણાય છે. ॥ ૨૧૪ ॥ વિશેષ વિધિ કહે છે. કથા કહેનારે પ્રથમ ક્ષેત્ર જોવું કે, અહીંના લોક ભૂતાદિ
[ 40 ]