________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
થોડો પણ પ્રમાદ કરેલો, તેનાથી બંધાયલું કર્મ, તે વેદનીય વિગેરે કહેવાય છે. તે નિયમથી બંધાય છે; પણ એટલું વિશેષ છે કે, પ્રમાદને લીધે બહુ અશુભ પરિણામવાળું એટલે ઘણું કડવું ફળ મળશે, યશોધર વિગેરેનાં દૃષ્ટાંતો તે નિર્વેદની કથાનો પરમાર્થ છે. આ સંક્ષેપથી ગાથાનો અર્થ કહ્યો. હવે સંવેગ નિર્વેદનું નિબંધન કહે છે. II ૨૦૧-૨૦૨ ॥
सिद्धी य देवलोगो, सुकुलुप्पत्ती य होइ संवेगो । नरगो तिरिक्खजोणी, कुमाणुसत्तं च निव्वेओ ।। २०३ ।।
સિદ્ધિ અને દેવલોક તથા સુકુલ ઉત્પત્તિથી સંવેગ થાય છે, એટલે એ બતાવવાથી સંવેગ થાય છે, એમ સમજવું. તે પ્રમાણે ન૨ક તિર્યક્ યોનિ કુમાણસપણું વિગેરે દુઃખજનક બતાવવાથી સાંભળનારને સંસારથી નિર્વેદ (ગ્લાનિ) થાય છે. એટલે મોક્ષ અનુષ્ઠાનમાં ઉત્સાહી બનાવવો તે સંવેગ છે અને સંસાર મોહથી હટાવવા નિર્વેદ છે. આ કથાઓ (કોને કહેવી તે સંબંધી) જે જેને કહેવાની હોય તે કહે છે. || ૨૦૩ ||
વેળડ્યરસ (T) પદ્મમયા, હા ૩ (વચ્ચેવળી હેચબા તો સસમયહિયત્યો, હિગ્ન વિષ્ણુવળી પ ।। ૨૦૪ || વિનયવડે વર્તે, વૈનયિક તે શિષ્ય છે, તેને પ્રથમ આક્ષેપણી કથા કહેવી, તેથી તેને જૈનસિદ્ધાંતનું જ્ઞાન થાય. ત્યાર પછી ઉપર બતાવેલી વિક્ષેપણી કથા કહેવી || ગાથાર્થ ૨૦૪ || શા માટે આમ કરવું તે કહે છે. .
अक्खेवणीअक्खित्ता, जे जीवा ते लभंति संमत्तं । विक्खेवणीए भज्जं, गाढतरागं च मिच्छत्तं ।। २०५ ।
આક્ષેપણી કથાથી સમજાવેલા જીવોને જૈન તથા જૈનેતર (બીજા) મતોનું તત્ત્વજ્ઞાન સમજાવતાં હીરા અને કાચના ટુકડાની પરીક્ષા થતાં જૈનધર્મના ગુણો અને બીજાના દોષો સમજીને પોતે જૈનધર્મ સ્વીકારે છે, તેથી સમ્યક્ત્વનો લાભ થાય છે. અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષય ઉપશમનો ઉપાય હોવાથી શુભ ભાવની પ્રાપ્તિ થાય છે, પણ વિક્ષેપણી કથામાં સમ્યક્ત્વની ભજના છે એટલે થાય કે ન પણ થાય. વિક્ષેપણીનો એ સ્વભાવ છે અથવા જૈનમતનાં ગુણો તથા પરમતના દોષોને, સાંભળ્યા વિના ગાઢતર મિથ્યાત્વ હોય તો તે વખતે સમ્યક્ત્વ ન થાય અને મનમાં એમ ચિંતવે કે આ નિંદા કરનારા છે એમ અભિનિવેશ કરે, માટે આક્ષેપણી કથા પ્રથમ ક૨વી. આ ધર્મ કથા સમાપ્ત થઈ
|| ૨૦૫ || धम्म अथ कामो उवइस्सइ जत्थ सुत्तकव्वेसुं । लोगे वेए समये सा, उ कहा मीसिया णाम ।। २०६ ।। इत्थिकहा भत्तकहा, रायकहा चोरजणवयकहा य । नडनट्टजल्लमुट्ठियकहा उ एसा भवे विकहा ।। २०७ ।। અર્થ તે વિદ્યા કલા વિગેરે શીખવાં ધર્મ પ્રવૃત્તિરૂપ કૃત્યો કરવાં કામ તે સંસાર સંબંધી વાંછાઓ વિગેરે સૂત્ર તથા કાવ્યોમાં જે કહેવાય છે તે, મિશ્રકથા જાણવી. તે ક્યાં કહેવાય છે, તે કહે છે કે લોકોને વિશે તે રામાયણ વિગેરે ગ્રન્થોમાં તથા વેદને વિશે એટલે યજ્ઞ ક્રિયા વગેરેમાં, સમયે તે જૈન સિદ્ધાંતમાં તરંગવતીના ચરિત્રમાં વિગેરેમાં કહેવાયેલ છે, તે મિશ્ર કથા છે. તેનાં નામ કહેવાથી તે ચાર પ્રકારની છે. હવે વિકથા એટલે ત્યાગવા યોગ્ય કથાને કહે છે, પણ તેનું સ્વરૂપ જાણ્યા વિના ત્યાગ થવો અસંભવ છે, માટે કહે છે, સ્ત્રી કથા તે દ્રવિડ દેશની નારીઓ આવી છે, વિગેરે લક્ષણવાળી કથા તે સ્ત્રી કથા છે; ભક્તકથા તે સુંદર શાલી જાતનો ભાત (કમોદ) વિગેરે
-
अध्ययन ३
[38]
-
=