________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
पभू णं भंते चोहसपुब्बी घडाओ घडसहस्सं पडाओ पडसहस्सं विउब्बितए ? हंता पहू'
विउब्बितए
પ્રશ્ન હે ભગવન્ ! ચૌદ પૂર્વ ભણેલો મુનિ એક ઘડાના હજાર ઘડા કરે, તથા પટ (વસ્ત્ર)થી હજાર પટ બનાવી શકવા સમર્થ છે ? ઉત્તર કે ગૌતમ હા તે વૈક્રિય લબ્ધિ વડે કરવા સમર્થ છે. વળી –
-
अध्ययन ३
अन्नाणी कम्मं खवेइ, बहुयाहिं वासकोडीहिं । तं णाणी तिहिं गुत्तो, खवेड़ ऊसासमित्तेणं ।। १ ।।
અજ્ઞાની ઘણા કરોડો વર્ષે જે કર્મ ખપાવે, તે કર્મને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો જ્ઞાની ઉચ્છવાસ માત્રમાં ખપાવી નાંખે છે.
હવે ચરણની ઋદ્ધિ કહે છે. ચરણને અસાધ્ય હોય, તેવું કંઈ નથી, તે ચારિત્રવાળો દેવોથી પણ પૂજાય છે. વિગેરે દર્શન ઋદ્ધિ પ્રશમ વિગેરે ગુણો રૂપ છે.
सम्मद्दिट्ठि जीवो, विमाणवज्जं ण बंधए आउं । जवि ण सम्मत्तजढो, अहव ण बद्धाउओ पुद्धिं ।। १ ।।
જો સમ્યક્ત્વ ન ત્યાગે, અથવા પૂર્વે આયુ ન બાંધ્યું હોય, તો વૈમાનિક દેવ સિવાય બીજું આયુ ન બાંધે. આવો ઉપદેશ કરતાં જે રસ કથાથી થાય, તે ચાલુ બાબતમાં સંવેજની કથાનો ૨સ જાણવો. || ગાથાર્થ | ૨૦૦ || સંવેજની કથા કહીને હવે નિર્વેદની કથા કહે છે.
पावाणं कम्माणं, असुभविवागो कहिज्जए जत्थ । इह य परत्थयलोए, कहा उ णिव्वेयणी नाम ।। २०१ ।। थोवंपि पमायकयं, कम्मं साहिज्जई जहिं नियमा । पउरासुहपरिणामं, कहाइ निव्वेयणीइ रसो ।। २०२ ।।
ચોરી વિગેરે કરેલાં પાપોનાં ફળ અશુભ છે, તે આ લોક તથા પરલોક સંબંધિની કથામાં કહીએ, તે આ પ્રમાણે, એટલે આ લોકમાં કરેલાં આ લોકમાં જ ઉદય આવે છે, આની ચોભંગી છે. તે કહે છે. અને તે કથાનું નામ નિર્વેદની છે; એનો ગાથાર્થ એ છે કે, જે કથા વડે શ્રોતા નિર્વેદ પામે, એનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે. હવે નિર્વેદની કથા ચાર પ્રકારની કહે છે. (૧) આ લોકમાં કરેલાં દુષ્ટ કૃત્યોનાં ફળ આજ લોકમાં દુઃખ આપનારાં છે, જેમ કે ચોરી કરનારા, પરદારાથી દુરાચાર વાંછનારને અહીં જ સાક્ષાત્ શિક્ષા થાય છે. વિગેરે પ્રથમ નિર્વેદની તથા આલોકમાં કરેલાં પાપોનું ફળ બીજા ભવમાં મળે છે, જેમ કે અહીંથી પાપ કરી મરીને નરકમાં ઉત્પન્ન થઈ નરકનાં દુ:ખો ભોગવે છે. આ બીજી નિર્વેદની કથા છે. તથા પરલોકમાં પૂર્વે કરેલાં પાપ આ ભવમાં દુઃખ આપનાર થાય છે. જેમ કે બાળપણમાં જ અંતકુળમાં (નીચકુળ) ઉત્પન્ન થઈ તિરસ્કાર પામે, તથા ક્ષય રક્તપિત્ત વિગેરે કોઢથી અથવા દરિદ્રતાથી પીડાયલા દુઃખ ભોગવતા નજરે દેખાય છે. ત્રીજી નિર્વેદની કથા આ છે. તથા પરલોકમાં કરેલાં પાપનાં ફળ પરલોકમાં ભોગવાય જેમ કે પોતે કરેલાં પૂર્વના પાપોથી સાણસા જેવી ચાંચવાળાં પક્ષીમાં જન્મે છે, તેથી તેઓ નરક પ્રાયોગ્ય બાંધવાનાં બાકીનાં કર્મો ત્યાં બાંધી ન૨ક ભવમાં ઉત્પન્ન થઈ નરક ભોગવે છે - આ ચોથી નિર્વેદની કથા છે. એ પ્રમાણે આ લોક કે પરલોક સંબંધી પ્રજ્ઞાપકને આશ્રયીને છે. તેમાં પ્રજ્ઞાપકનો મનુષ્યભવ આ લોક ગણવો, અને બાકીની ત્રણ ગતિ તે પરલોક જાણવો, આ ગાથાનો ભાવાર્થ છે. હવે તેનો રસ (પરમાર્થ) સમજાવે છે.
[37]