________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३
તથા નિર્વેદ લાવનાર છે. હવે બીજી ગાથામાં ભાવાર્થ કહે છે. આચાર તે લોચ કરવો, સ્નાન ન કરવું વિગેરે છે. વ્યવહાર તે દોષ લાગવાથી પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું તે, પ્રજ્ઞપ્તિ એટલે શિષ્યને સંશય પડતાં મધુર વચને પ્રજ્ઞાપના (સમાધાન) કરવું. દષ્ટિવાદ સાંભળનારને હોંશીયાર હોય તો સૂક્ષ્મ જીવાદિનું ભાવ કથન કરવું, બીજા કહે છે, આચારાંગ વિગેરેમાં આચારનું વર્ણન કરવાથી તે નામનાં સૂત્રો લેવાં આચારાંગ, વ્યવહાર, ભગવતી, પ્રજ્ઞાપના તથા દૃષ્ટિવાદ, સૂત્ર વગેરે લેવાં. ચાર પ્રકારમાં ખલુ શબ્દનો વિશેષણ અર્થ છે કે સાંભળનારની અપેક્ષાએ આચાર વિગેરે ભેદોને આશ્રયીને આક્ષેપણી કથા ઘણા પ્રકારની છે. તુ નો અર્થ “જ' છે. એટલે કથા તે જ જે પ્રજ્ઞાપકે કહી હોય તે પણ બીજાએ કહેલી તે નહી, અને મોહથી છોડાવી તત્ત્વ તરફ જે કથા વડે ભવ્ય પ્રાણીઓને લઈ જવાય તે આક્ષેપણી કથા છે. હવે એના રસને કહે છે || ૧૯૩૧૯૪ ||
विज्जाचरणं च तवो, पुरिसक्कारो य समिइगुत्तीओ । उवइस्सइ खलु जहियं, कहाइ अक्नेवणीइ रसो ।। १९५ ।। ।
"વિદ્યા એટલે જ્ઞાન તે અત્યંત અપકાર કરનાર અજ્ઞાન અંધકારને ભેદનારું છે. “ચરણ તે તે ચારિત્ર એટલે સમગ્ર વિરતિ રૂપ છે. તપ તે અનશનાદિ બાર પ્રકારે છે પુરુષાકાર એટલે કર્મ શત્રુઓ પ્રત્યે પોતાના વીર્યનો ઉત્કર્ષ (અર્થાત્ પરિસહ વિગેરેમાં સ્થિર રહેવું) તથા સમિતિ ગુપ્તિઓ પર્વે કહી ગયા તે છે. એ બધાં સાંભળનારની અપેક્ષાએ તેની આગળ કહેવાં. એ પ્રમાણે જ્યાં કોઈ પણ સ્થળે આ ઉપદેશ આક્ષેપણી કથાનો રસ એટલે સાર છે. (જ્ઞાન ચારિત્ર તપ વિગેરેનું સ્વરૂપ બતાવી સંસારથી તેને છોડાવવો અને એવી રીતે સમજાવવું કે તે સાંભળનારને અસર થાય તેમ) || ૧૯૫ || આક્ષેપણી કથા કહીને હવે વિક્ષેપણી કથા કહે છે.
(૨) વિક્ષેપણી (૧) પોતાના શાસ્ત્રનું પ્રતિપાદન કરી પછી બીજાના શાસ્ત્રનું પ્રતિપાદન કરે (૨) બીજાના શાસ્ત્રનું પ્રતિપાદન કરી પછી પોતાના સિદ્ધાન્તની સ્થાપના કરે. (૩) મિથ્યાવાદનું પ્રતિપાદન કરી પછી સમ્યગુવાદની સ્થાપના કરે. (૪) સમ્યગુવાદનું પ્રતિપાદન કરી પછી મિથ્યાવાદનું પ્રતિપાદન કરે, (૩) સંવેજની (૧) આત્મ શરીર = શરીરની અશુચિનું વર્ણન કરી શ્રોતાના મનમાં સંવેદ ઉત્પન્ન કરે. (૨) પરશરીર = મૃતકશરીર = અશુદ્ધિનું વર્ણન કરી સંવેગ ઉત્પન્ન કરે. (૩) ઇહલોક = મનુષ્યજન્મની અસારતા દેખાડે. (૪) પરલોક-દેવ-તિર્યંચ-નરકના મોહ-દુઃખ બતાવે. (૪) નિર્વેદ (૧) ચોર - પરદારિક વગેરે કર્મ (૨) નારકીના જીવોને મનુષ્યભવમાં કરેલા કૃત્યનું ફલ (૩) પૂર્વભવના દુષ્કૃત્યનું ફલ આ ભવમાં દુઃખ મળે તે. (૪) પૂર્વભવના દુષ્કૃત્યનું ફલ પૂર્વ ભવમાં નિચ જાતિ હિંસકપક્ષી વિ. (૨) અકથા (૧) મોહાકુલ, મિથ્યાજ્ઞાની - અજ્ઞાની - વેષધારી ગૃહસ્થ વગેરે જે કથા કરે તે અકથા.
[33]