SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ कहिऊण ससमयं तो कहेइ परसमय महविवच्चासा । मिच्छासम्मावाए एमेव हवंति दो भेया ।। १९६ ।। जा ससमयवज्जा खलु होइ कहा लोगवेयसंजुत्ता । परसमयाणं च कहा एसा विक्खेवणी नाम ।। १९७ ।। जा ससमयेण पुद्धिं अक्खाया तं भेज्ज परसमए । परसासणचक्खेवा परस्स समयं परिकहेड़ ।। १९८ ।। તે વિક્ષેપણી કથાના બે ભેદ છે. પોતાના (જૈન) સિદ્ધાંતના રહસ્યને કહી, પછી પરમતના સિદ્ધાંતના તત્ત્વને કહે, તે આ એક ભેદ છે. અથવા તેથી ઉલટું તે પ્રથમ પર સમયને કહી પછી પોતાના સિદ્ધાંતને કહે છે. અથવા મિથ્યાત્વની કથા તથા સમ્યગુવાદની કથા કરે તે બે ભેદ છે. એટલે પ્રથમ મિથ્યાવાદને કહી, પછી સમ્યવાદ કહે, અથવા પ્રથમ સમ્યવાદને કહી, પછી મિથ્યાવાદને કહે. એ પ્રમાણે જે કથાથી કુમાર્ગથી સન્માર્ગે શ્રોતાઓને દોરીએ (એના માનેલા વિચારથી ખસેડીએ) તે વિક્ષેપણી કથા છે. II ૧૯૬ ॥ એનો ભાવાર્થ વૃદ્ધના વિવરણથી જાણવો. તે આ પ્રમાણે છે. વિક્ષેપણી કથા ચાર (૨) વિકથા. (૧) સ્ત્રીવા = સ્ત્રીસંબંધી (૨) ભક્ત કથા = ભોજનસંબધી (૩) દેશ કથા – દેશસંબંધી (૪) રાજ્ય કથા - રાજ્યસંબંધી (૧) સ્ત્રી કથા (૧) સ્ત્રીજાતિની કથા “ (૨) ‘સ્ત્રીનાકુલની’ કથા (૩) સ્ત્રીના રૂપની કથા (૪) સ્ત્રીની વેશભૂષાની કથા (૨) ભક્ત કથા (૧) આવાપકથા-૨સોઈની સામગ્રીની ચર્ચા (૨) નિર્વાપક કથા-અન્ન-સાક વગેરેની ચર્ચા (૩) આરંભ કથા-જમણવારની સામગ્રીની ચર્ચા (૪) નિષ્ઠાન કથા-અમુક ભોજનમાં આટલી સામગ્રી અને આટલું ધન વગેરે લાવજો. (૩) દેશ કથા (૧) દેશસ્કંદ = જુદા જુદા દેશની વિવાહ વિધિની ચર્ચા • (૨) દેશવિવિધ = ભોજન વગેરેની ચર્ચા (૩) દેવિકલ્પ = ગામ-નગર આદિની ચર્ચા (૪) દેશ નેપથ્ય = જુદા જુદા દેશના વસ્ત્રોની ચર્ચા (૪) રાજકથા (૧) નિર્માણ = રાજાનું નિષ્કરણ (૨) અતિયાનક = રાજાના નગરપ્રવેશ આદિની ચર્ચા (૩) બળ = રાજાની, સેના આદિની ચર્ચા (૪) કોશ = રાજાના કોઠાર આદિની ચર્ચા [34] अध्ययन ३
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy