________________
श्री दशबैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३
એ પ્રમાણે ઉત્તમ પુરુષોને નમસ્કારથી, શૂરને ભેદ પડાવીને, નીચને થોડો ભાગ આપીને, અને બરીબરીઆને લડીને કામ લેવું. મે ૧૯૧ ||
रूवं यओ य वेसो, दक्वत्तं सिक्खियं च विसएसुं । दिटुं सुयमणुभूयं च, संथवो चेव कामकहा ।। १९२ ।।
'રૂપ તે સુંદર આકાર કે વર્ણ હોય તે, વયમાં જુવાની, વેષ સ્વચ્છ વસ્ત્રો પહેરવા. મંદાક્ષિણ્ય તે માદવપણું, "શિક્ષણ તે જુદા જુદા વિષયો શીખવવા અથવા કલા શીખવવી, દૃષ્ટાંત એટલે અભૂત દેખ્યું હોય, તેને આશ્રયીને તથા સાંભળ્યું હોય, તથા “અનુભવ્યું હોય તે, “સંસ્તવ એટલે પરિચય આ સંબંધી જે કથા કરાય તે કામ કથા.
રૂપના સંબંધમાં વસુદેવ વિગેરેનાં દૃષ્ટાંત છે. યુવાનીમાં પ્રાયઃ બધાએ લાવણ્યથી મનોહર હોય છે. કહ્યું છે કે -
यौवनमुदग्रकाले विदधाति विरूपकेऽपि लावण्यम् । दर्शयति पाकसमये, निम्बफलस्यापि माधुर्यम् ।। १ ।।
જુવાનીમાં પોતાના સમયમાં વિરૂપને પણ લાવણ્ય બનાવે છે. કારણ કે લીમડાને લીંબોળીઓ પણ પાકે ત્યારે મધુર રસવાળી થાય છે. ઉજવળ વેશ પણ કામાંગ છે; કારણ કે કોઈ પુરુષ ઉજ્વલ વેશ ધારીને જતો હોય તો સ્ત્રી તેનાથી લોભાય છે. તે પ્રમાણે દાક્ષિણ્યમાં પણ “qવાન: સ્ત્રીપુ માવત્' સ્ત્રીઓને માર્દવ પ્રિય છે, એમ પાંચાલ પંડિત કહે છે. શિક્ષા કલાઓમાં કામાંગને પુષ્ટિ આપે છે.
કહ્યું છે કે -
कलानां ग्रहणादेव, सौभाग्यमुपजायते । देशकालौ त्वपेक्ष्यासां, प्रयोग: संभेवन्न वा ।। १ ।।
કલાઓ શીખવાથી જ સૌભાગ્ય ઉત્પન્ન થાય છે. આ કલાઓનો દેશ કાળને આશ્રયીને પ્રયોગ સંભવે અથવા ન પણ સંભવે.
બીજા આચાર્ય કહે છે કે અહીં અચલ તથા મૂળદેવ એ બન્ને પાસે દેવદત્તા વેશ્યાએ શેલડી માગતાં અચલે છોલ્યા વિનાની ઘણી આપી, પણ મૂળદેવે છોલીને થોડી આપી. ત્યારે દેવદત્તા મૂળદેવ ઉપર પ્રસન્ન થઈ. દેખેલાને આશ્રયીને જેમ કે નારદે મણીનું સ્વરૂપ બતાવીને વાસુદેવ પાસે યાચના કરાવી, અને નારદ પાસે સાંભળીને પદ્મનાભે પોતાના મિત્ર દેવ પાસે દ્રોપદીનું હરણ કરાવ્યું. અને અનુભૂતને આશ્રયીને તરંગવતીએ પોતાનો અનુભવ કહ્યો, તે સંબંધી છે. અને સંસ્તવ તે કામ કથા પરિચય, કારણ કે તે પ્રમાણે કામ સૂત્રનો પાઠ હોવાથી છે બીજા આચાર્ય આમ કહે છે.
सइदंसणाउ पेम्मं, पेम्माउ रई रईय विस्संभो । विरसंभाओ पणओ, पंचविहं वड्डए पेम्मं ।। २ ।।
"દર્શન થયે છતે પ્રેમ થાય, પ્રેમથી રતિ, અરતિથી વિથંભ, પવિત્રંભથી પ્રયણ, (સંબંધ) આ પાંચ પ્રકારે પ્રેમ વધે. (તેના સંબંધમાં લૌકિક કથા છે. એક સમયે વેદવ્યાસે સૂત્ર લખ્યું કે, જ્ઞાની પણ ભૂલે, આ તેમના મુખ્ય શિષ્ય (પુત્રને) વાંચતાં રૂડું ન લાગવાથી આગ્રહ કર્યો કે; જ્ઞાની ભૂલે તેને બદલે અજ્ઞાની ભૂલે, એમ લખો. પણ વેદ વ્યાસે ન માન્યું. શિષ્ય હઠ લેવાથી ભવિષ્યનો વાયદો કર્યો, તે દિવસે ત્રીજા પહોરે વરસાદ વરસ્યો. ઠંડો વા વાયો. કોઈ સ્ત્રી ભીંજાઈ ઠંડીથી કંપતી શિષ્યથી થોડે દૂર ઝાડ નીચે ઊભેલી હતી. તેના ઉપર શિષ્યની દૃષ્ટિ ગઈ. તેથી પ્રેમ ઊપજ્યો. પાસે જઈ આગ્રહ કરી પોતાની જોડે ઓટલા ઉપર બેસાડી. ઝાડની છાલનાં કપડાં પહેરવા આપ્યાં તો પણ
[31]