SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ३ હેષિણી બની, ઘણા શ્રેષ્ઠી પુત્રોએ તથા રાજપુત્રોએ, માગણી કર્યા છતાં ઇચ્છતી નથી પણ શેઠપુત્રનું સુંદર સ્વરૂપ જોઈ તે દિવસે ઠેકાણે આવી. દાસીએ તે વાત તેની માને કહી. આજે દેવદત્તા એક શેઠ પુત્રને તાકી તાકીને જુવે છે, તેથી તેની માએ કહ્યું કે, એ શેઠપુત્રની પાસે જઈને કહે કે મહેરબાની કરીને આજે અમારે ત્યાં ભોજન કરજો, પેલાએ ખુલાસો કર્યો. તેણે હા પાડી, બધાઓને શેઠ પુત્રે બોલાવ્યા. સાથે આવીને જમ્યા અને સો રૂપૈયાનો તે દિવસે ખર્ચ થયો. ત્રીજે દિવસે મંત્રીપુત્રને કહ્યું કે આજે તમારો વારો છે. બધાને ભોજન આપવું. પેલાએ હા કહી. તે કરણશાલા (ન્યાયમંદિર)માં ગયો, ત્યાં ન્યાયાધીશે બે શોક્યનો એક પુત્ર માટે ટંટો હતો. તેનો બે દિવસ સુધી નિકાલ કર્યો નહોતો. તેથી તે ત્રીજે દિવસે મંત્રીપુત્ર આવ્યો, ત્યાં જોયું તો એક પુરુષ મુઓ, તેને બે પત્નીઓ હતી. એકને પુત્ર હતો, બીજી અપુત્રી હતી. પણ બીજીએ સ્નેહથી તેને એવો કરેલો કે તે ખરી માને પણ ભૂલી ગયો હતો, બંને બોલતી કે આં અમારો પુત્ર છે. ન્યાય થઈ શક્યો નહોતો, તેથી સમય જોઈ મંત્રી પુત્રે કહ્યું, હું ન્યાય આપું છું, સાંભળો. ધનના બે ભાગ કરો તથા પુત્રના બે ટુકડા કરો અને વહેંચી આપો. તેથી ખરી માતા બોલી કે મારે દ્રવ્યનું કામ નથી, તેમ પુત્ર પણ તેને આપો, તેથી હું તેને જીવતો પણ જોઈશ. બીજીએ મૌન ધારણ કર્યું. તેની ખરી માતાની પરીક્ષા થતાં પુત્ર તેને આપ્યો. તેથી ખરી માતાએ પ્રસન્ન થઈ તેને એક હજારનો ઉપભોગ આપ્યો. (ભેટ આપી) ચોથે દિવસે રાજપુત્રને કહ્યું. આજે તમારો વારો છે, તમારે અધિક પુણ્યવડે યોગ વહન કરવું. પેલાએ હા પાડી, તેથી રાજપુત્ર તેમની પાસેથી નીકળી ઉદ્યાનમાં ગયો, તે રાજા અપુત્ર મર્યો, ઘોડો તૈયાર કર્યો કે, તે જેને પસંદ કરે તેને તેના ઉપર બેસાડી લાવો, તે ઘોડો તથા માણસો જ્યાં રાજપુત્ર બેઠો છે, તેના ઉપરથી ઝાડની - છાયા ખસતી નથી, તેથી ઘોડાએ ખુશ થઈને ત્યાં ઊભા રહી ખુંખારો કર્યો, રાજ્યપદે તેને સ્થાપ્યો. અનેક લાખની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે અર્થ પ્રાપ્તિ થઈ. આ દક્ષદ્વાર કહ્યું. હવે સામ, ભેદ, દંડ, ઉપપ્રદાન એ ચારથી અર્થ મળે છે તે બતાવે છે. તેનું ઉદાહરણ-એક શીયાળ ભમતાં હાથી મરેલો દેખ્યો, તેણે ચિંતવ્યું, મેં ઉપાય કરી મેળવ્યો, તો હવે જરૂર ખાઉં. તેટલામાં સિંહ આવ્યો, તેથી શીયાળીએ ચિંતવ્યું કે એવી ચેષ્ટા સહિત (શું કરે છે તે જોતાં) ઊભા રહેવું. સિંહે કહ્યું છે ભાણજા ! કેમ ઊભો રહ્યો ? તેણે કહ્યું મામા ! કંઈક તેવું જ છે. સિંહે કહ્યું આ કોણ મરી ગયેલું છે ? શિય હાથી મરેલો છે. સિંહ - કોણે માર્યો ? શિવાઘે માર્યો. સિંહે વિચાર્યું કે ઓછી (નીચી જાતિએ મારેલું હું કેમ ખાઉં, તેથી ખાધા વિના સિંહ ગયો. આ (શામ)નું દૃષ્ટાંત છે. પછી વાઘ આવ્યો, ત્યારે શીયાળીએ કહ્યું છે વાઘ ! આ હાથીને મારીને સિંહ પાણી પીવા ગયો છે. માટે ભાગી જા) તેથી વાઘ જતો રહ્યો. આ ભેદનું દૃષ્ટાંત છે. એવામાં કાગડો આવ્યો તેથી શિયાળીએ વિચાર્યું કે જો હું એને નહીં આપું તો કા કા કરીને કાગડા ભેગા કરશે તેમના શબ્દથી શિયાળીઆ વિગેરે આવશે, તેથી કેટલાકને વારીશ, તેથી તેને આપું એમ વિચારી કકડો કાપી આપ્યો. આ દાનનું દૃષ્ટાંત છે તે લઈને ઊડી ગયો. ત્યાં બીજો. શિયાળીઓ આવ્યો તેણે વિચાર્યું કે તેની સાથે હઠ કરીને અટકાવું, તેથી જોરથી આંખ ચડાવી દોડ્યો અને આવેલો શિયાળીઓ ભાગી ગયો તેને માટે આ દૃષ્ટાંત છે. उत्तम प्रणिपातेन शूरं भेदेन योजयेत् । नीचमल्पप्रदानेन, सदृशं च पराक्रमैः ।। १ ।। [30]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy