SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ३ ભાવપણામાં પણ ગુણના અભાવથી દ્રવ્યાચાર જાણવો (સમજવો) (ગાથાર્થ) દ્રવ્યાચાર કહ્યો, હવે ભાવાચાર કહે છે. ૧૭૮, ૧૭૯, ૧૮૦ || दसणनाणचरित्ते, तवआयारे य वीरियायारे । एसो भावायारो, पंचविहो होई नायव्यो ।। १८१ ।। निस्संकिय निक्कंखिय, निध्वितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह थिरीकरणे, वच्छल्लपभावणे अट्ठ ।। १८२ ।। દર્શનાચાર, જ્ઞાનાચાર, ચરિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારનો ભાવાચાર છે. તેમાં દર્શન (શ્રદ્ધારૂપ) તે સમ્યગ્દર્શન છે, પણ ચક્ષુદર્શન વિગેરે ન લેવું. તે સાયોપથમિકનું આચરણ તે દર્શનાચાર છે. એ પ્રમાણે બીજા આચારમાં પણ યોજવું. ભાવાર્થ ગાથાથી કહેશે. આ ભાવાચાર પાંચ પ્રકારનો જાણવો. ગાથાનો અક્ષરાર્થ કહ્યો. હવે ભાવાર્થ બતાવે છે. ઉદ્દેશ પ્રમાણે નિર્દેશ બતાવવા પ્રથમ દર્શનાચાર કહે છે. તે આઠ પ્રકારનો છે. "નિઃશંકિત, એટલે શંકા વગરનું પ્રભુનું વચન માને, શંકા બે પ્રકારની છે. દેશ શંકા તે જીવત્વ સમાન હોય, છતાં એક ભવ્ય, બીજો અભવ્ય કેમ હોય ? આવી શંકા કરે તે દેશશંકા છે. અને પ્રાકૃતમાં સૂત્રો રચેલાં હોવાથી આ બધું બનાવટી જ છે પણ પોતે વિચારે નહીં, કે ભાવો (પદાર્થો) હેતુથી ગ્રાહ્ય છે, અને હેતુથી અગ્રાહ્ય છે. તેમાં હેતુગ્રાહ્ય તે જીવ અસ્તિત્વ વિગેરે છે અને અહેસુગ્રાહ્ય ભવ્યત્વ વિગેરે છે. કારણ કે અમારા જેવા ઇન્દ્રિયજ્ઞાનીઓને તે હેતુનું પ્રકૃષ્ટ જ્ઞાનનું ગોચરપણું ન થઈ શકે, અને પ્રાકૃતમાં રચવાનું કારણ પણ બાલાદિ સાધારણના માટે છે. કહ્યું છે કે : बालस्त्रीमूढमूर्खाणां, नृणां चारित्रकांक्षिणाम् । अनुग्रहार्थ तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः स्मृतः ।। १ ।। બાલ, સ્ત્રી, મૂઢ, મૂર્ખ એવા પણ માણસો જો ચારિત્રની આકાંક્ષા રાખે તો તેમના ઉપકાર માટે તત્ત્વજ્ઞ પુરુષો (ગણધર ભગવંતો) એ પાકૃત (તે સમયે લોકમાં બોલાતી ભાષા)માં સિદ્ધાંતો રચ્યા છે. દષ્ટ ઇષ્ટ અને અવિરૂદ્ધ છે, એટલે તે આપણે પ્રત્યક્ષ ઉપકારી જાણીએ છીએ. અહીં ઉદાહરણ પેય અને અપેયનું આવશ્યક સૂત્રમાં બતાવેલું છે, તે જાણવું તેથી કંઈ પણ વાતની શંકા ન રહે. તે નિઃશંકિત જીવ જ અહંતુ શાસન પ્રતિપન્ન છે. તે દર્શનના આચરણ (માનવી)થી તેનું પ્રધાન (ગુણ) તથા દર્શની (ગુણી) એ બન્નેનું અભેદપણું કહ્યું, અદર્શનની માફક તેનાથી જો એકાન્ત ભેદ માને તો ફળના અભાવથી મોક્ષનો પણ અભાવ થાય. એ પ્રમાણે શેષ પદોમાં પણ ભાવના કરવી. તથા નિષ્કાંક્ષિત તે દેશ સર્વાકાંક્ષા રહિત તેમાં દેશકાંક્ષા એટલે દિગમ્બર દર્શન વિગેરેને ઇચ્છે અને સર્વાકાંક્ષા તે બધા દર્શનની ઇચ્છા કરે, પણ છ જીવ નિકાયની પીડા, તથા અસતું પ્રરૂપણાના લાગતા દોષને વિચારતો નથી. અહીં રાજા અમાત્યનું આવશ્યક સૂત્રમાં ઉદાહરણ બતાવ્યું છે તે જાણવું. વિચિકિત્સા એટલે મતિવિભ્રમ તે જેનો દૂર થયો હોય તે, નિર્વિચિકિત્સક, એટલે કોઈ એમ માને કે જિન મત સારો છે, પણ હું કષ્ટ વેઠું છું. તેનું સારું ફળ મળશે કે નહીં. આવો વ્હેમ, જેમ એક ખેડૂત દાણા વાવીને - કેવળ વિચાર કરે કે દાણાઓ પાકશે કે નહિ પાકે, તો દાણા ના પાકે, પણ આસ્થા(શ્રદ્ધા) A દર્શનાચારના આઠ નામ (૧) નિઃશંકિત (૨) નિષ્કાલિત (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢ દષ્ટિ (૫) ઉપબૃહણા () સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના [23]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy