________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
કહેવાની માફક લિંગવચન નામને આશ્રયીને રહે છે, એ ન્યાયથી ક્ષુલ્લક લીંગવચન યથાર્થ છે. નામ, સ્થાપના, સુગમ છે. દ્રવ્ય ક્ષુલ્લક તે પરમાણું એટલે (દ્રવ્ય તે ક્ષુલ્લક એમ વિગ્રહ કરવો) ક્ષેત્ર ક્ષુલ્લક તે આકાશનો એક પ્રદેશ લેવો, કાળ ક્ષુલ્લક તે સમય લેવો, પ્રધાન ક્ષુલ્લકસચિત્ત, અચિત્ત, મિશ્ર, એમ ત્રણ ભેદ છે. સચિત્તના બે, ચાર, અને અપગ લેવા. તેમાં ક્ષુલ્લક બે પગવાળામાં અનુત્તરસુર પ્રધાન છે અને શરીરમાં ક્ષુલ્લકપ્રધાન આહા૨ક શરીર છે. ચોપગામાં પ્રધાન ક્ષુલ્લક સિંહ છે અને અપદમાં જાઈનાં ફૂલ છે. અચિત્તમાં ક્ષુલ્લક પ્રધાન વજ્ર છે. મિશ્રમાં અનુત્તર સુરો જ શય્યામાં રહેલા છે, તે જાણવા. પ્રતીત્ય ક્ષુલ્લક તે કોઠ કરતાં બીલું નાનું છે, અને બીલ કરતાં આમળું નાનું છે, ભાવ ક્ષુલ્લક તે ક્ષાયિક ભાવ છે. કારણ કે તેનો થોડા જીવોએ જ આશ્રય લીધેલો છે. (ગાથાર્થ) આ પ્રમાણે ક્ષુલ્લકનો નિક્ષેપો કહી હવે આપણી પ્રકૃત યોજના આગળ કરીને આચારનો નિક્ષેપો કહે છે. પૂર્વે જે નિક્ષેપા ક્ષુલ્લકના કહ્યા, તેમાં ફક્ત પ્રતીત્ય જે ક્ષુલ્લક છે, તેનો અહીં અધિકાર છે. કારણ કે જે મોટી આચારકથા જે ધર્મ, અર્થ, કામ, અધ્યયન નામનું છે; તેની અપેક્ષાએ આ ક્ષુલ્લિક (નાની) છે.
अध्ययन ३
આચારનો નિક્ષેપ ચાર પ્રકારે છે, તે આ છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, આ ચાર જાણવો, નામ, સ્થાપના, સુગમ છે. નામન, ધાવન, વાસન, શિક્ષાપન, સુકરણ અવિરોધી દ્રવ્ય જે લોકમાં છે, તેને દ્રવ્યાચાર જાણવો. એનો ભાવાર્થ આ છે. આચરવું તે આચાર, દ્રવ્યનો આચાર તે દ્રવ્યાચાર છે. દ્રવ્યનું તે તે પ્રકારે જે આચરવું (પરિણમવું) તે, નામનનો અવનતિ કરણ (નમાવવું) છે, તે આચારવાળું અને અનાચા૨વાળું બે ભેદે છે. તેનું પરિણામ અયુક્ત આવે, અથવા તો યુક્ત આવે, જેમ કે તિનિશની વેલ આચારવાળી છે. એરંડો વિગેરે અનાચારવાળું છે. કારણ કે તિનિશને જેમ વાળે તેમ વળી શકે છે. પણ એરંડો વિગેરે વળી શકતાં નથી. આ પ્રમાણે બધે ભાવના કરવી. પણ વિશેષમાં ઉદાહરણો બતાવશે.
ધાવનમાં હરિદ્રા રક્ત વસ્ત્ર આચારવાળું છે, એટલે હળદરથી રંગેલું હોય તે સુખેથી ધોવાય છે. પણ કૃમિરંગવાળું અનાચાર છે. તેનું કારણ એ છે કે તે રંગમાં રંગેલું કપડું ધોતાં ન ધોવાય, પણ તેની રાખ કરીએ તો પણ તેનો રંગ ન જાય. વાસના સંબંધી કવેલું (જે પદાર્થ સુગંધને ગ્રહણ કરી શકે તે પદાર્થની યોજના સમજવી) વિગેરે સુખેથી પાટલા કુસુમ વિગેરેથી સુગંધિવાળું થાય તે આચારવાળું અને વૈસૂર્ય રત્ન વિગેરે કશાથી પણ સુગંધિવાળું ન થાય, માટે તે અનાચા૨વાળું છે. શીખવવા માટે પોપટ સારિકા વિગેરે સુખેથી મનુષ્યની ભાષા શીખે છે, માટે તે આચારવાળાં અને શકુંત વિગેરે પક્ષી ન શીખે, તે અનાચા૨વાળાં છે. સુકરણ તે સોના વિગેરેનાં કડાં વિગેરે દાગીના સહેલાઈથી થાય, તે આચારવાળા, તથા ઘંટા લોહાદિ તેમાં બીજાનું તેવું ન થાય, (કઠણ હોવાથી દાગીનો બનાવતાં મુશ્કેલ થાય) માટે તે અનાચારવાળાં છે, અવિરોધ પ્રત્યાચારવાળું તે ગુડ દહીં વિગેરે રસના ઉત્કર્ષથી તથા ખાતાં ગુણ કરે, અને અનાચારવાળાં તે તેલ દૂધ વિગેરે તે બન્ને વિપર્યય છે, (તે બન્ને ભેગાં થતાં સ્વાદિષ્ટ ન થાય, ગુણ પણ ન કરે) આ પ્રમાણેનાં દ્રવ્યો જે લોકમાં છે, તે જ તેના આચાર દ્રવ્યના અવ્યતિરેકથી દ્રવ્ય આચાર, તથા આચરણ પરિણામનાવિવક્ષિતપણાથી દ્રવ્યાચાર છે.
[22]