________________
श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३
तइयं खुड्डियायारकहडऽज्झयणं
ફુલ્લિકાચાર કથા શ્રામણ્ય પૂર્વક નામનું બીજું અધ્યયન સમાપ્ત કર્યું. હવે યુલ્લિકાચાર નામનું ત્રીજું અધ્યયન કહે છે. આનો બીજા સાથે આ સંબંધ છે કે, બીજા અધ્યયનમાં ધર્મ સ્વીકારનાર નવા સાધુને તેમાં અધૂર્યનો સંમોહ થાય તો તેણે વૈર્યવાળા થવું એમ બતાવ્યું. અહિ તો એ બતાવે છે કે, તે પૈર્યને આચારમાં રાખવું. પણ અનાચારમાં નહીં. આ જ આત્મસંયમનો ઉપાય છે, કહ્યું છે કે :
तस्यात्मा संयतो यो हि, सदाचारे रतः सदा । स एव धृतिमान् धर्मस्तस्यैव च जिनोदितः ।। १ ।।
જે સદાચારમાં સદા રક્ત હોય. તેનો આત્મા સંયમી કહેવાય. તે જ ધૈર્યવાનું છે. તેનો જ જિનેશ્વરે ધર્મ કહેલ છે. (અર્થાત્ સદાચારમાં હમેશાં રહેવું) આ પ્રમાણે આવેલા ત્રીજા અધ્યયનના ચાર અનુયોગ દ્વારા કહેવા તે પૂર્વ માફક જાણવા. નામ નિષ્પન્ન નિપામાં “ફુલ્લિકાચાર કથા' નામ છે. તેમાં લુલ્લિક આચાર, તથા કથાનો નિક્ષેપો કરવો મોટાની અપેક્ષાએ ક્ષુલ્લક થાય તે ચિત્ર ન્યાય બતાવવા માટે મોટાની અપેક્ષા કરવી તે મોટું પ્રથમ બતાવે છે.
नाम ठवणा दविए, खेत्ते काले पहाण पइभावे । एएसि महंताणं, पडिवक्खे खुड्डया होति ।। १७८ ।। पइ खुड्डएण पगयं आयारस्स उ चउक्कनिकनेवो । नामं ठवणा दविए भावायारे य बोद्धव्वे ।। १७९ ।। नामणधावणवासणसिक्खावणसुकरणाविरोहीणि । दब्बाणि जाणि लोप दबायारं वियाणाहि ।। १८० ।। .
કોઈનું મોટું નામ હોય, તે મહદ્ નામ, (જેમ કે મોટા ભાઈ) તથા મોટાની સ્થાપના તે મહતું સ્થાપના, દ્રવ્ય મહાનું તે અચિત્ત મહાત્કંધ, ક્ષેત્ર મહાનું તે લોક અલોક આકાશ,-કાળમહાનું તે અતીત આદિ ભેઘવાળો સંપૂર્ણ કાળ, તથા પ્રધાન મહાનું ત્રણ પ્રકારનો છે. તે-સચિત્ત, અચિત્ત, અને મિશ્ર છે. તેમાં સચિત્ત પણ ત્રણ પ્રકારનો છે. બે પગવાળાં, ચાર પગવાળાં તથા પગ વિનાનાં, તેમાં બે પગવાળાં તીર્થંકર પ્રધાન (મુખ્ય) છે. ચોપગામાં હાથી શ્રેષ્ઠ છે. અપદ (ઝાડ)માં મુખ્ય ફણસ છે. (તેનું ફળ સૌથી મોટું છે.) અચિત્તોમાં પ્રધાન વૈડૂર્યરત્ન છે. મિશ્રમાં તીર્થંકર છે. કારણ કે તે વૈર્ય વિગેરેથી વિભૂષિત છે. પ્રધાન એટલે તેમાં તેનું મહત (મોટાપણું) છે. પ્રતીત્ય મહતું એટલે એકની અપેક્ષાએ બીજું, જેમ આમલાં કરતાં (બિલ્ડ) મોટું છે. બીલ્વ કરતાં કોઠ મોટું છે. તે પ્રમાણે બધે સમજવું. ભાવ મહતું ત્રણ પ્રકારનું છે. પ્રધાનપણાથી, કાલથી, આશ્રયથી, પ્રધાનથી ક્ષાયિકભાવ મુખ્ય છે. તેજ મુક્તિમાં હેતુ હોવાથી તેનું જ પ્રધાનપણું છે. કાલથી પરિણામિક એટલે જીવત્વ અને અજીવત્વ, એ બન્નેના પરિણામનું અનાદિ અનંતપણું હોવાથી જીવો અજીવપણે, અને અજીવો તે જીવપણે, કદાપિ પરિણામ પામતા નથી. (આમાં એટલું સમજવું કે કંઈક અંશે કર્મ અજીવ હોવા છતાં જીવને અજીવપણે કરી જ્ઞાન વિગેરેનું આવરણ કરે છે. પણ તેથી જીવનો અજીવ સર્વથા ન થાય.) અને આશ્રયથી ઔદયિક ભાવ પ્રધાન છે. કારણકે ઘણા જીવોએ તેનો આશ્રય કર્યો છે. એટલે મોક્ષ સિવાયના બધા સંસારી જીવો તે છે ઉપર બતાવેલા બધા મોટા તેના પ્રતિપક્ષી બીજા ક્ષુલ્લક (નાના) હોય છે. -
[21]