________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन २
રાજાએ માટીનો હાથી તૈયાર કરાવ્યો અને બધી રાણીઓને કહ્યું એનું અર્ચન કરીને ઉલ્લંઘો, ત્યારે બધી રાણીઓએ ઉલ્લંધ્યો, પણ એકે ન ઉલ્લંધ્યો. તે બોલી હું ડરું , ત્યારે રાજાએ કમળ માર્યું, તેથી બેભાન થઈને પડી ગઈ, રાજાએ જાણ્યું કે આજ ગુન્હેગાર છે. રાજાએ મર્મ વચનથી કહ્યું, કે મદોન્મત્ત હાથીની સાંકળના મારથી હણાતાં મૂછ ન આવી અને કમળના મારથી મૂછ પામે છે ! પછી તેનું શરીર જોયું, પીઠ ઉપર સાંકળનો ઘા જોયો, તેથી રાજાએ કોપાયમાન થઈ રાણી, હાથી, મહાવત, એ ત્રણને ડુંગરી ઉપર ચડાવ્યાં અને મહાવતને કહ્યું અહિંથી હાથીને પાડી દે. બન્ને બાજુએ વેણુગ્રાહ (વાસડી) રાખ્યા, હાથીએ એક પગ ઉંચો કર્યો, ત્યારે લોકોએ પ્રાર્થના કરી કે આ બાપડો તિર્યંચ પશુ શું જાણે કે, આ બન્ને ગુનેગાર છે, ત્યારે હાથીએ બે પગ ઊંચા કર્યા. છેવટે ત્રણે પગ આકાશમાં કરી, એક પગે ઊભો રહ્યો. તેથી લોકોએ આક્રંદ કરી કહ્યું કે, આવા હાથી રત્નને વિના ગુખે શા માટે મારો છો ? રાજાએ મહાવતને કહ્યું, તું હાથીને પાછો નીચે ઉતાર, તેણે કહ્યું, અમો બંનેને અભયદાન આપો તો ઉતારૂં તેણે હા પાડી ત્યારે મહાવતે અંકુશ બતાવી હાથીને નીચે ઊતાર્યો. આ દૃષ્ટાંતનો પરમાર્થ એ છે કે તેથી 'રહનેમિ ઠેકાણે આવ્યો તે ઉપર કહી ગયા છીએ સૂત્રાર્થ ૧૦ || -
એ પ્રમાણે સંબુદ્ધ, ડાહ્યા માણસો કહે છે. અથવા સમ્યગદર્શન સહિત એટલે તત્ત્વ રહસ્યમાં રંજીત થઈને, બુદ્ધ પુરુષો વિષય રસનું પરિણામ વિચારીને સમ્યગુદૃષ્ટિ બનેલા હોય, તે પંડિત પણ હોય, અને વિચક્ષણે હોય, એટલે પંડિત શબ્દથી સમ્યગુજ્ઞાનવાળા વિચક્ષણથી ચરણ (ચારિત્ર)ના પરિણામવાળા હોય, તે લેવા, બીજા આચાર્ય કહે છે કે, સંબુદ્ધ તે સામાન્ય બોધવાળા અને પંડિત તે વમેલા ભોગને વાંછનાર (પતિતો) ના દોષોને જાણનારા, તથા પ્રવિચક્ષણને પાપભીરૂ તેવા પુરુષો અનેક પ્રકારે પૂર્વના અનાદિ અભ્યાસથી કદર્થમાન થાય તો પણ તેઓ ભોગથી પાછા હઠે છે. જેમ આ પુરુષોત્તમ રથનેમિ પાછો હઠ્યો, તેમ. આ પ્રશ્ન-રથનેમિ પુરુષોત્તમ કેવી રીતે ? કે જે ચારિત્ર લીધા પછી ફરીથી વિષયનો પોતે અભિલાષી થયો ?
ઉત્તર-અભિલાષ થયા પછી પણ સમજી ગયો, પાપ ન કર્યું, તે જ પુરુષોત્તમપણું છે પણ જે પુરુષ (પાપી) હોય, તે પાપથી પાછો ન હટતાં બીજી રીતે પણ સેવે છે.
- પ્રશ્ન-દશવૈકાલિક નિયતકૃત (અનાદિનું) છે. કહ્યું છે કે જ્ઞાતા અધ્યયનનાં દૃષ્ટાંતો (કથાઓ) ઋષિભાષિત, (ઉત્તરાધ્યયન) તથા પ્રકીર્ણકહ્યુત, એ અનિત્ય છે. બાકીના નિયત (અનાદિ) છે. તો કેવી રીતે આ પાછળ બનેલું દૃષ્ટાંત તેમાં આવી ગયું ?
ઉત્તર-નિયત કૃતમાં પણ એવા અર્થમાં કોઈ હોય છે. ઉસન શબ્દના ગ્રહણથી દોષ નથી તેનો ભાવાર્થ આ છે કે, પ્રાયઃ નિયત છે. કોઈ જગ્યાએ આવું દૃષ્ટાંત પણ હોય, તેથી તે સર્વથા અનિયત નથી. એવું મેં પૂર્વે તીર્થકર ગણધર પાસે સાંભળ્યું તે કહું છું. અનુગમ કહ્યો, નય પુર્વ માફક જાણવા.
શ્રી હરિભદ્રસૂરિ કૃત ટીકાનું શ્રામાણ્ય પૂર્વક અધ્યયન સમાપ્ત
૧.
ઉત્તરાધ્યયન મેં-૨૨
[20]