________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
તને નદી સુખદાઈ હો તથા નદીનાં તારાં ઝાડ ઘણાં કાળ સુધી જીવતાં રહો. સ્નાન પૂછનારનું ભલું કરવા અમે યત્ન કરીશું. પછી બન્ને જુદાં પડ્યાં. પણ સ્ત્રીનું ઘરબાર તે જાણતો નથી, ત્યાં બીજા નાના દાસ રૂપ છોકરા ઝાડોને દેખતા હતા, ત્યાં જઈ તેમને સુંદર ફળ ફૂલ આપીને પૂછ્યું આ બાઈ કોણ હતી ? તેઓએ ફલાણા શેઠની પુત્રવધુ કહી, તે યુવક તેનો વિરહ ન સહી શક્યો, ત્યારે કોઈ બાવીને શોધી તેનું મન ભિક્ષાવડે સંતુષ્ટ કર્યું. તે બોલી કે હું તારૂં શું ભલું કરૂં ? તેણે કહ્યું, મારે અમુક સ્ત્રી જોઈએ છે. તે બાઈને મળી આવીને સંદેશો કહ્યો. પેલીએ કોપાયમાન થઈ વાસણ ધોતાં ઉઠીને શાહીવાળી હથેળી કરી, તેને પીઠમાં મારી પાંચ અંગુલી પાડી, પાછલે બારણેથી કાઢી મૂકી: પેલા યુવકને બધો અહેવાલ કહ્યો કે, તે તો તારૂં નામ સાંભળવા પણ માગતી નથી, પણ ચતુર યુવક સમજી ગયો. અંધારી પાંચમે પાછલે બારણે સૂચવ્યા પ્રમાણે ગયો. અને બન્ને જણા અશોકવન (ઘર પછવાડેના વાડા)માં મળ્યા, સુતાં, મોડી રાત્રે સસરો પેશાબ કરવા ઉઠ્યો અને બન્નેને બરોબર જોયાં. તેણે જાણ્યું કે આ પુરુષ મારો દીકરો નથી. કોઈ પણ દુરાચારી છે ! તેથી સસરાએ તે પુત્રવધુનું ઝાંઝર કાઢી લીધું. બુઢ્ઢો ખસી ગયા પછી સ્ત્રીએ જાગી જાણી લીધું. તેણે યુવકને કહ્યું શીઘ્ર નાશી જા, આપત્તિના વખતમાં સહાય કરજે, પછી સ્ત્રી પતિ પાસે ગઈ અને પતિને જગાડી બોલી, હમણાં ગરમી છે, માટે ચાલો આપણે પછવાડે અશોક વનમાં જઈએ. બન્ને જણાં ત્યાં જઈ સુતાં. થોડીવાર સુઈ સ્ત્રી જાગીને પતિને ઉઠાડી બોલી, આ શું તમારા કુળને યોગ્ય છે, કે સસરોં મારા પગનું ઝાંઝર કાઢીને ગયો. પતિએ કહ્યું હમણા સુઈ જા, સવારમાં પાછું મળશે. સવારમાં પિતાએ છોકરાને શીખામણ આપી કે મેં તારી સ્ત્રી સાથે અન્ય પુરુષ જોયો છે. પતિએ રાતની વાત કહી પણ સસરાએ ન માની, ત્યારે વહુ બોલી કે હું ‘મારા આત્માનું કલંક દૂર કરીશ.' બધાએ કબુલ કર્યું પછી સ્ત્રીએ સ્નાન કરી, ગૃહ દેવતાની પૂજા કરી, યક્ષના મંદિરમાં જવા નીકળી, એ યક્ષમાં એવો ચમત્કાર હતો કે, અપરાધી હોય, પાપી હોય તે અટકી જાય. ધર્મી (નિર્દોષ) હોય તે નીકળી જાય. તેથી પેલા જાર પુરુષ ગાંડાનું રૂપ કરી બધાનાં દેખતાં પેલી સ્ત્રીને ગળે બાઝી પડ્યો. લોકોએ તેને દૂર કર્યો. પછી સ્ત્રી યક્ષ પાસે જઈ બોલી કે મારા માતપિતાએ આપેલો ભરથાર તથા આ ગાંડો એ સિવાય બીજા કોઈ પુરુષને હું જાણતી હોઉં તો મને અટકાવજે. યક્ષ વિલક્ષ થઈ વિચારે છે કે, આહા આ ધૂર્ત, મને પણ છેતરે છે. જોકે સતીપણું આ ધૂર્તામાં નથી, છતાં મારો ઉપાય નથી. એમ તે યક્ષે ચિંતવતાં તે સ્ત્રી નીકળીને રસ્તે પડી. પછી પેલીને સતી જાણીને લોકોએ વૃદ્ધને વિલખો પાડી દીધો અને તેની હેલના કરી કે ઘરમાં જ સતીને કલંક આપે છે ? આ બધું તરકટ જોઈ વૃદ્ધની નિદ્રા ચિંતામાં નષ્ટ થઈ ગઈ. ઉંઘ બીલકુલ આવતી નથી. રાજાને ખબર પડી ત્યારે તેને બોલાવીને પોતાના અંતઃપુરનો રક્ષક બનાવ્યો. આ રાજાને ત્યાં તેનો પટહાથી જે રત્ન જેવો હતો, તે વાસગૃહના નીચે બાંધેલો રહેતો. ત્યાં એક રાણી દુરાચારિણી હતી તે હાથીના રક્ષકમાં લુબ્ધ હતી તેથી તેને હાથી પોતાની સૂંઢવડે નીચે ઉતારતો, પરોઢીએ પાછી ઉપર ચડાવતો, એમ ઘણો કાળ ચાલ્યું. હવે પેલો વૃદ્ધ ચોકીદાર થવાથી તે દિવસે મોડી રાત્રે આવી, ત્યારે તે દુષ્ટે તેને હાથીની સાંકળથી મારી, ત્યારે તે બોલી હું કાંઈ અમસ્થી સુતી નહોતી. તું ક્રોધ ન કર, વૃદ્ધે જોયું અને વિચાર્યું કે, જ્યારે રક્ષાએલી રાણીઓ આવું કરે છે, તો વિના રક્ષણની સ્વછંદાચારિણીઓ પાપ કરે, તેમાં શી નવાઈ ! એમ વિચારી નિરાંતે ઉંઘ્યો, બધા લોક સવારે ઉઠ્યા પણ આ ડોસો ન ઉઠ્યો, રાજાને આ વાત કહી ત્યારે રાજાએ કહ્યું, સુવા દો, પછી જ્યારે મોડો ઉઠ્યો, ત્યારે રાજાએ પૂછ્યું તેણે કહ્યું કે એક રાણી કોઈ છે તે પાપ કરે છે તેથી
[19]
अध्ययन २