________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन २
ત્યારપછી નેમિનાથની આજ્ઞા લઈ, કોઈ વખત રથનેમિ ભિક્ષા લેવા દ્વારકા આવ્યા. ત્યાંથી ગોચરી લઈ પાછા ગિરનાર ઉપર નેમિનાથ પાસે આવતાં વરસાદ પડવાથી કંટાળી એક ગુફામાં પેઠા. કર્મ સંજોગે રાજીમતી નેમીનાથને વાંદવા ગયેલી, તે ઉપાશ્રયે પાછી આવતાં વરસાદ પડવાથી ભીંજાતાં તે ગુફામાં આવી અને ભીંજાયેલાં કપડાં ખુલ્લાં કરી સૂકવ્યાં. ત્યારે અંધારામાં રહેલા રહનેમિએ તેની સુંદરાકૃતિવાળાં અંગોપાંગ જોયાં અને મનથી ચલાયમાન થયો. ધીરે ધીરે રાજીમતીએ તેને જોયો અને ચેષ્ટાથી સમજી ગઈ કે આનું મન લુબ્ધ થયું ત્યારે મન સ્થિર રાખીને રાજીમતી બોલી -
अहं च भोगरायस्स, तं चऽसि अंधगवण्हिणो । मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ।। ८ ।। जइ तं काहिसि भावं, जा जा दच्छिसि नारिओ। वायाइद्धो ब्व हडो, अट्ठियप्पा भविस्ससि ।। ९ ।। तीसे सो वयणं सोच्चा, संजयाए सभासियं । अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ।। १० ।। · एवं करेंति संबुद्धा, पंडिया पवियखणा । विणियटृति भोगेसु, जहा से पुरिसोत्तमो ।। ११ ।।
त्तिबेमि, सामन्नपुब्बगऽज्झयणं समत्तं ।। २ ।। હું ભોગરાજા (ઉગ્રસેન)ની પુત્રી છું અને તું અંધક વૃષ્ણિ (સમુદ્રવિજય)નો પુત્ર છે. આપણા બન્નેનું કુળ એ પ્રમાણે ઉત્તમ છે. તેથી આપણે બન્નેએ ગંધન કુળના સાપ જેવાં ન થવું જોઈએ. (કારણ વમેલા ઝેરને તે પીએ તેમ આપણે સંયમ લઈ, સંસાર ત્યાગી પાછા સંસાર ભોગવીએ, તો તેવું નીચ કૃત્ય કરવાથી કુળને કલંક લાગે) કહ્યું છે, કે “ગંધન કુલના સાપ જેવા આપણે ન થવું, માટે સુખથી સંયમમાં ચર એટલે સર્વ દુઃખ નિવારનાર ક્રિયા કલાપને ચિત્ત સ્થિર કરીને કર. સૂત્રાર્થ | ૮ |.
- જો તું કોઈ જગ્યાએ કુભાવ કરીશ, તો દરેક સ્ત્રીમાં તારું મન બગડશે, તો વાયુથી પ્રેરાયેલો ઢીલા મૂળવાળી હડ નામની વનસ્પતિ જેવો અસ્થિર ચિત્તવાળો થઈશ. એટલે સંસાર સાગરમાં પ્રસાદ રૂપે પવનથી પ્રેરાયેલો સુખ દુઃખના ક્ષયનું નિબંધન (કારણ) જે સંયમ તેના ગુણોમાં મૂળ (ચિત્ત) ન રહેવાથી આમ તેમ ભટકીશ, સૂત્રાર્થ / ૯ /
ચારિત્ર લીધેલી રાજીમતીનું આવું વૈરાગ્ય ઉત્પન્ન કરાવનારૂં સુભાષિત વચન રથનેમિએ સાંભળ્યું, ત્યારે અંકુશથી જેમ હાથી વશ રહે, તેમ પોતે ધર્મમાં સ્થિર રહ્યો. અંકુશથી હાથી વશ રહે તેનું દૃષ્ટાંત, વસંતપુર નામનું નગર છે, ત્યાં એક શેઠીયાની વધુ (છોકરાની વહુ) નદીમાં સ્નાન કરતી હતી. તેને જોઈ, ત્યાં ઉભેલા એક યુવકે પૂછ્યું, તે સુખેથી સ્નાન કર્યું ? પછી બોલ્યો, આ નદી શ્રેષ્ઠ તરંગોથી શોભીત છે. હું અને આ કિનારાનાં ઝાડો તમારા પગમાં પડ્યા છીએ ! તે સાંભળી સ્ત્રી બોલી કે, વિશેષ માટે જુઓ ૧. ૩ત્તરા. શાંત્યાવાઈ ટીવી અ-૨૨ ગા-૪૩
[18].