SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन २ पक्खंदे जलियं जोइं, धूमकेउं दुरासयं । नेच्छन्ति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ।। ६ ।। “પ્રચંત’ એટલે વિચારે છે કે આ બળતી જ્વાળાની જ્યોત છે. તે ધુમાડાથી પ્રત્યક્ષ છે. પણ ઉલ્કાપાત જેવી અગ્નિ નથી. અને ‘દુરાસદ દુઃખથી તેમાં પડાય તેવું છે. મૂળમાં “ચ” શબ્દ લેવાયો છે. એથી એમ સમજવું કે આ બળતી પ્રત્યક્ષ અગ્નિમાં પડવું, દુઃખદાયી છે. છતાં તે સ્વીકારીને પણ વમેલા ઝેરને પાછું પીવા અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સાપો ઇચ્છતા નથી. કારણ કે નાગના બે ભેદ છે. ગંધન, અને અગંધન, તેમાં ગંધન કોઈને કરડ્યો હોય, તો મંત્રવાદી મંત્ર વડે બોલાવે, તો ગંધન જાતીનો સાપ તેના મંત્રથી ડરીને ઝેર પી જાય. (સાપથી કરડાયેલો સાજો થાય પણ) અગંધન બળી મરે પણ ઝેર ન પીએ. આનું ઉદાહરણ આ જ સૂત્રના પહેલા અધ્યયનમાં નિ.. ૫ડમાં છે. આનો ઉપસંહાર આ પ્રમાણે ભાવવો, કે જ્યારે તિર્યંચ સાપ જેવા પણ પોતાના કુળના અભિમાનથી જીવિત ત્યાગ કરે, પણ વમેલા ઝેરને પાછું પીતા નથી, તો હું જિન વચનને જાણનારો વિષમ વિપાકના દારુણ ફળને જાણનારો કેવી રીતે ભોગની વાંછા કરૂં ? || સૂત્રાર્થ || આ જ બાબતમાં બીજું ઉદાહરણ કહે છે. જ્યારે અરિષ્ટનેમિ પ્રભુએ દીક્ષા લીધી, ત્યારે રાજીમતી ઉપર તેમના નાનાભાઈ રહનેમીએ પરણવાની મરજી જણાવી. પણ રાજીમતીએ નેમિનાથની દીક્ષા લીધા પછી વૈરાગ્યદશાવાળી હતી. તેથી તે જાણીને એક વખત મધ ઘી સાથે પેયી (રાબડી) પીધી. રહનેમિ આવ્યો, ત્યારે રાજીમતીએ મિઢળનું ચૂર્ણ ફાકી વમન કર્યું. પેલી પેયા પાછી નીકળી તે સમયે આવેલા રહનેમિને બતાવી કહ્યું, કે આ પી. તેણે કહ્યું, તારું વમન કરેલું કેવી રીતે પીવાય ? તેથી રહનેમિને રાજીમતીએ કહ્યું, કે તમારા ભાઈએ ત્યજેલી મને તું કેમ ચાહે છે ? ઉપર કહેલ વિષય સંબંધી જ સૂત્ર કહે છે. धिरत्थु ते जसोकामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडे, सेयं ते मरणं भवे ।। ७ ।। રાજીમતીએ કહ્યું કે તારા પુરૂષાર્થને ધિક્કાર હો ! હે યશના કામી (હે ક્ષત્રિયપુત્ર ! અસૂયાના અર્થમાં ઉલટું કહેવાય છે. તેથી અર્થ એમ લેવો કે અપયશના અધિકારી ક્ષત્રિયપુત્ર તને ધિક્કાર હો !) અથવા અયશઃ કામી એવું સૂત્ર લઈએ તો પણ તે જ અર્થ થાય છે. પ્ર.-શા માટે ધિક્કાર કહ્યો. ઉત્તર-તું સંસાર ભોગવવાની વાંછા કરે છે તેને માટે; અસંયમી થઈને જીવવા ઇચ્છનારો, મને નેમનાથે ત્યાગેલીને વસેલા ભોજન માફક ગ્રહણ કરવા (પીવા) ઇચ્છે છે, આ કારણથી તારે જીવવા કરતાં મર્યાદા ઉલ્લંઘવાથી મરવું બહેતર છે. આ પાપ કરવું સારું નથી, (આ ઠપકાના રૂપમાં વચન છે) સૂત્રાર્થ-તેથી રાજીમતીએ તેને સમજાવ્યો, પછી તેણે દીક્ષા લીધી અને રાજીમતીએ પણ દીક્ષા લીધી. [17]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy