________________
श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३
રાખીને બુદ્ધિપૂર્વક જે અનુષ્ઠાન કરે, તેનું ફળ અવશ્ય મળે. એવો વિકલ્પરહિત ભાવ રાખે. કારણ કે અવિકલ્પ ઉપાય, ઉપેય વસ્તુનો આપનાર નથી, એવું નથી. (પણ આપનાર જ છે) એવો નિશ્ચય કરે, તે નિર્વિચિકિત્સક છે. આ અંશ વડે જ નિઃશંકિત, અને નિર્વિચિકિત્સકમાં ભેદ છે. પ્રથમમાં જીવ છે કે નહિ તેવી શંકા અને બીજામાં તો ફળ મળશે કે નહિ, એમ ફક્ત ક્રિયા વિષયમાં જ સંદેહ છે. એનું ઉદાહરણ આવશ્ક સૂત્રમાં વિદ્યાસાધકનું છે, તે જોવું. અથવા નિર્વિજુગુપ્સા એટલે સાધુના મલિન વેશની નિંદા રહિત હોય. આ સંબંધે ઉદાહરણ આવશ્યક સૂત્રમાં શ્રાવકની દીકરીનું છે. (૪) અમૂઢ દૃષ્ટિ એટલે બાળ તપસ્વીની તપની વિદ્યા, અથવા ચમત્કાર દેખીને પોતે મૂઢ ન બને. સમ્યગુદર્શન રૂ૫ દૃષ્ટિથી ચલાયમાન ન થાય. અહી સુલસાનું ઉદાહરણ કહે છે. તુલસા નામની શ્રાવિકા હતી. જે રાજગૃહિમાં રહેતી હતી. ત્યાં અંબડ નામનો લૌકિક ઋષિ જતો હતો. બહુ ભવ્યોને સ્થિર કરવાના નિમિત્તે મહાવીર પ્રભુએ તેને કહ્યું, સુલતાને પૂછજે કે ધર્મધ્યાન સારી રીતે થાય છે કે ? (અમારાધર્મલાભ કહેજે) અંબડે વિચાર્યું, કે પુણ્યવતી સુલસા છે, કે જેને મહાવીર પ્રભુ સ્વયં ધર્મલાભ કહેવડાવે છે. તેથી અંબડે પરીક્ષા માટે, તેની પાસે જઈને ભોજન માગ્યું. તેણે ન આપ્યું. ત્યારે બહુરૂપ બનાવીને પરીક્ષા કરી તો પણ ન આપ્યું, તથા તેમાં મૂઢ પણ ન થઈ. તેમ દરેક કુતીર્થીની ઋદ્ધિથી મૂઢ ન થવું ( આ સંબંધી સુલસા ચરિત્ર જોવું) અંબડે ગુરુ બુદ્ધિથી બાવાના વેશમાં ભોજન માગ્યું, પણ તુલસાએ ગુરુબુદ્ધિથી ન આપ્યું તે પ્રમાણે ત્રણે દિશાએ મહાદેવ વિષ્ણુ અને બ્રહ્માના સાક્ષાત્ રૂપ બતાવ્યા પણ દર્શન કરવા ન ગઈ. છેવટે જિનેશ્વરનું રૂપ બનાવ્યું પણ તુલસાએ બુદ્ધિથી વિચાર્યું કે લબ્ધીથી ઉડીને તીર્થંકર ન આવે તેમ બે તીર્થંકર પણ ન હોય તેમ જ બહુ દૂર તે હાલમાં વિચરે છે માટે આ કોઈ ઢોંગી છે. તેથી તે ન ઠગાઈ તેથી ફરી બાવાના વેશમાં જઈ અંબડે સુલતાને કહ્યું કે વીરપ્રભુ સ્વયં મારી પાસે તને ધર્મલાભ કહેવડાવે છે. ત્યારે તેણે ખુશ થઈ નમસ્કાર કરી સ્વધર્મીનું બહુમાન કરી ભોજન આપ્યું. આ ઉપરથી દરેકે જોવું કે ગુણાનુરાગી જેમ સુલસા હતી. તેમ દરેકે પરીક્ષા કરી, પછી ધર્માત્મા જીવ ઉપર પ્રેમ રાખવો ભક્તિ કરવી પણ અંધ, શ્રદ્ધાથી કપટીથી ઠગાવું નહીં. આથી ગુણી પ્રધાન દર્શનાચાર બતાવ્યો, હવે ગુણ પ્રધાન પઉપબૃહણા તથા સ્થિરીકરણનું વર્ણન કરે છે. -ઉપવૃંહણા, તે સમાન ગુણવાળાના સદ્દગુણોની પ્રશંસા કરી તેના ગુણોની વૃદ્ધિ કરવી, અને ()સ્થિરીકરણ તે કોઈ પણ કારણે ધર્મી જીવો દુઃખ પામતા હોય, તો તેમને યોગ્ય રીતે મદદ કરી તેમને ધર્મમાં પાછા સ્થાપવા. ઉપબૃહણામાં રાજગૃહિમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેના સમ્યક્ત્વની પ્રશંસા કેન્દ્ર પણ કરી. તેથી એક દેવ પરીક્ષા કરવા તૈયાર થયો. શ્રેણિક બહાર ગયો, ત્યારે તે દેવ ક્ષુલ્લક સાધુનું રૂપ કરી અનિમેષો (માછલાં) ને ગ્રહણ કરવા લાગ્યો, ત્યારે શ્રેણિકે તેને અટકાવ્યો. આગળ જતાં બીજી જગ્યાએ ગર્ભવાળી સાધ્વી જોઈ તેને પોતાના ઓરડામાં ગુપ્ત રાખી. તેનું સુવાવડનું કાર્ય પોતે કર્યું. આટલી પરીક્ષા કરીને દેવે પોતાનું ખરું સ્વરૂપ બતાવ્યું. અને કહ્યું કે, હે શ્રેણિક ! તમે જન્મ તથા જીવિત બન્નેને સફળ કર્યા છે. કે આટલી બધી તમોને જૈન શાસન ઉપર ભક્તિ છે. આ પ્રમાણે પ્રશંસા કરી દેવ અલોપ થયો. એ પ્રમાણે જે કોઈ ધર્મનાં સારાં કામો કરે, તેની પ્રશંસા કરવી. હવે સ્થિરીકરણનું ઉદાહરણ ઉજ્જયિની નગરીમાં અષાઢ આર્ય (આચાર્ય) અંતકાળે પોતાના શિષ્યને આરાધના કરાવતા કહેતાં કે, સ્વર્ગમાં જાય તો મને દર્શન આપજે.
[24]