________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन २
જે માણસ મનોહર વહાલા શબ્દાદિ વિષયોને પામીને શુભ પરિણામથી પોતાના તાબાના ભોગોનો ત્યાગ કરે છે તેને નિયમા ત્યાગી કહેવો.
ચ શબ્દનો અર્થ અવધારણ માટે છે. તેથી એમ અર્થ લેવો કે, જે કંત (મનોહર) ભોગોને ત્યાગે, પણ તે ભોગો પ્રિય પણ હોવા જોઈએ, કારણ કે કોઈ નિમિત્તિને લઈને કાંત (મનોહર) ભોગ પણ અપ્રિય હોય. જેમ કે કહ્યું છે કે -
'चउहिं ठाणेहिं संते, गुणे नासेज्जा तं जहा 'रोसेणं पडिनिवेसेणं, अकयण्णुयाए मिच्छत्ताभिनिवेसेणं
ચાર સ્થાનમાં (ઠેકાણે) સ્વાદિષ્ટ ભોગનો પણ આનંદ ન આવે. પ્રતિનિવેશ (શત્રુના ઘરમાં) તથા અકૃતજ્ઞપણે (ગુણ ભૂલીને અપમાન કરી આપે) મિથ્યાત્વના અભિનિવેશથી અથવા ક્રોધીને ગુરુ ઉપદેશ આપે. તો ન રુચે અથવા મિથ્યાત્વથી હઠી હોય તો આચાર્યનું હિતકર વચન પણ ન રુચે. તેથી સુત્રકારે કાન્તની સાથે પ્રિય વિશેષણ મુક્યું. એટલે કાન્તપ્રિય એવા ભોગ (વિષયો) પુણ્યયોગે પ્રાપ્ત થયા છતાં તેની તરફ પીઠ કરે. અર્થાત્ તેને ત્યજી દે તે સમયે પોતે બંધનથી બંધાયેલો ન હોય. તેમ પ્રોષિત (વિયોગી) ન હોય, પણ સ્વાધીન છે, પોતાના વશમાં છે. આ પ્રમાણે કાન્તપ્રિય વિદ્યમાન પોતાને સ્વાધીન હોય, તે ભોગોને ત્યાગે તેને સાધુ કહેવો. વારે વારે ત્યાગ શબ્દ લેવાનું કારણ એ છે કે, તેથી ત્યાગ પરિણામની વૃદ્ધિ થાય, તથા ભોગી બીજી વખત લેવાનું કારણ સંપૂર્ણ ભોગ સમજવા. અથવા ત્યજેલા ભોગ ફરી ઉપનત (કારણ) ન થાય તે બતાવવા માટે છે, તેથી એમ સમજવું કે, જેને આવી રીતે, ભોગોની પ્રાપ્તિ થાય, છતાં ત્યાગે, તે નિચ્ચે સાધુ. ભરત ચક્રવર્તી વિગેરે સમાન જાણવો.”
પ્રશ્ન-જો ભરત તથા જંબૂ વિગેરે છતા ભોગોને ત્યાગે, તેને સાધુ કહેવા. તે તમારા બોલવામાં આ દોષ લાગુ પડશે ? કે જે અર્થ સારહીન (ભિખારી વિગેરેએ) દીક્ષા લીધી હોય અને ભાવથી અહિંસાદિ સાધુપણામાં પ્રયત્ન કરતો હોય, છતાં શું તે અપરિત્યાગી (અસાધુ) કહેવા ?
આચાર્યનો ઉત્તર-તે ભિખારીઓએ પણ ત્રણ પ્રકારે રત્નકોટી છોડીને દીક્ષા લીધી છે તે આ છે. અગ્નિ, પાણી અને સ્ત્રી, એ ત્રણ રત્ન લોકમાં સારભૂત છે. તે ત્યજેલ છે. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. એક કઠીયારે શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. અને પછી તે ગોચરી ગયો, ત્યારે લોકો કહેવા લાગ્યા કે, આ રંક કઠિયારે દીક્ષા લીધી છે. તે બાળક બુદ્ધિથી આચાર્યને કહેવા લાગ્યો કે, મને અહિંથી બીજે લઈ જાઓ. અહિં લોકો ચીડવે, તે મારાથી સહન થતું નથી. સમય પ્રમાણે અભયકુમાર વાંદવા આવતાં, આચાર્યે કહ્યું કે, અમે વિહાર કરીશું. અભયકુમારે કહ્યું કે, મહારાજ કેમ? ક્ષેત્ર માસ કલ્પને યોગ્ય નથી | કે માસ પુરો થયા વિના અકાલે વિહાર કરો છો ? આચાર્યે ખરું કહ્યું. અભયકુમારે કહ્યું કે હું તે લોકોને સમજાવી બોલતાં બંધ કરીશ. તેથી આચાર્ય ત્યાં રહ્યા. (૧) સ્થાનાંગ - ૪/૪/૬૨૧
ચાર કારણથી માણસ બીજાના ગુણોનો વિનાશ કરે છે. (૧) ક્રોધ (૨) પ્રતિનિવેશ - બીજાની પૂજા પ્રતિષ્ઠાની અદેખાઈથી (૩) અકૃતજ્ઞતાથી (૪) મિથ્યાભિનિવેશ (દુરાગ્રહ)થી
૧. “વોઢેળ', રૃતિ રચાના (A) ભગવતી ૭/૭(અ) નંદિ ૨૭/ગા. ૭૮.
[14]