SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन २ બીજે દિવસે ત્રણ રત્નકોટી સ્થાપી અને નગરમાં દાંડી પીટાવી કે, અભયકુમાર દાન આપે છે, લોકો આવ્યા, પછી અભયે કહ્યું, હું આ રત્નોની કોટી જે કોઈ અગ્નિ, કાચું પાણી અને સ્ત્રીને સર્વથા ત્યજે, તેને આપી દેવા તૈયાર છું. લોકોએ પૂછ્યું કે, આ ત્રણને ત્યાગ્યા પછી આ ત્રણ કોટીને લઈને શું કરવું ? ત્યારે અભયે કહ્યું કે, શા માટે કઠીયારાને તમે રંક કહો છો ? જો કે ધનવિના તેણે દીક્ષા લીધી, તેથી તેણે આ ત્રણ રત્નકોટી ત્યાગી છે. લોકોએ કહ્યું કે, હે સ્વામી ! સત્ય છે. અમારી ખાત્રી થઈ છે કે, અર્થ વિનાનો રંક હોય, તો પણ સંયમમાં રહ્યો હોય તો તેણે લોકમાં સારભૂત અગ્નિ, ઉદક અને મહિલાને ત્યાગવાથી ત્યાગી ગણાય. પ્રસંગને અનુસરતું આ દૃષ્ટાંત કહ્યું સૂત્રાર્થ / ૩ // समाए पेहाए परिब्बयंतो, सिया मणो निस्सरई बहिद्धा । न सा महं नो वि अहं पि तीसे, इच्चेव ताओ विणएज्ज रागं ।। ४ ।। એ પ્રમાણે તે ત્યાગી આત્મા તથા પરને સમપણે દેખે, તે સમ તથા જેના વડે દેખાય તે પ્રેક્ષ(દષ્ટિ) તે વડે બધાને સમપણે દેખતો ચાલે, એટલે ગુરુના ઉપદેશથી સંયમમાં વર્તે તેવાને પણ કર્મની ગતિ બળવાન હોવાથી કદાચિતું મન બહાર જાય, (કુવિકલ્પ થાય) એટલે ભોગ ભોગવવાને તેનું સ્મરણ થાય, અને વિના ભોગવેલાને કદાચિત્ કુતૂહલથી મન ચલાયમાન થાય, એટલે તે સંયમ વ્યાપારથી બહાર નિકળ્યો કહેવાય, તેનું દૃષ્ટાંત. જેમ કે એક રાજપુત્ર બહાર સભા મંડપમાં રમતો હતો. ત્યાં પાણીનો ઘડો લઈ દાસી નીકળી, રાજકુમારે તેનો ઘડો કાંકરાથી ફોડ્યો, તેથી તે દાસીને રોતી દેખીને તેણે પુનરાવૃત્તિ કરી (બીજો કાંકરો ફેંક્યો) તેથી તે દાસીએ વિચાર્યું કે જે રક્ષક હોય, તે જ જો લુંટારો થાય, તો પોકાર ક્યાં કરવો? પાણીમાંથી અગ્નિ પ્રગટે, તો કેવી રીતે બુઝાવવો. તેથી તે દાસીએ સમયસૂચકતા વડે માટીના કઠણ લોંદાએ શીધ્રપણે તે જ સમયે કાણું ઢાંકી દીધું. અને ચાલતી થઈ. તે પ્રમાણે કદી સાધુનું મન બહાર નીકળે, તો તે બાઈની માફક સાધુએ પ્રશસ્ત પરિણામવડે અસત્ સંકલ્પ રૂપ છિદ્રને ચારિત્ર રૂપ જલના રક્ષણ માટે ઢાંકી દેવું. કયા આલંબનથી ? તેનો ઉત્તર-જે સ્ત્રીની સુંદરતાથી મોહ ઉત્પન્ન થયો હોય, તેના સંબંધી તેમ ચિંતવવું કે હું તેનો નથી, અને તે મારી નથી, કારણ કે-દરેક પ્રાણી પોતાના કર્મ ફલોને ભોગવે છે. તેથી તે દરેક જુદા છે. એમ ચિંતવીને પોતે તે સ્ત્રી ઉપરનો પ્રેમ દૂર કરે, તત્ત્વદર્શી હોય, તે પરમાર્થ સમજીને પાપથી પાછા હઠે છે. રાગ કરવો એ અતત્ત્વદર્શીનું કામ છે. હવે હું તેનો નથી, તે મારી નથી, એ સંબંધી એક દષ્ટાંત છે. . એક વાણીઆનો છોકરો હતો, તેણે સ્ત્રીને ત્યજી, અને સાધુ થયો. પછી તે સૂત્ર પાઠ જોરથી ગોખે છે. અને આ પ્રમાણે બોલે છે. તે મારી નથી, હું તેનો નથી, પછી તે એક વખત વિચારવા લાગ્યો કે, તે મારી, અને હું તેનો, તે મારા ઉપર રાગવાળી હતી, માટે હું તેને શા માટે છોડું ? તેથી તે પોતાના સાધુવેશમાં ઉપકરણ સહિત જ ઘેર જવા નીકળ્યો. જે ગામમાં પોતાની સ્ત્રી હતી, ત્યાં ગયો. અને તળાવ કિનારે ઊભો. તેવામાં સ્ત્રી પાણી માટે આવી. તે ધણીના ગયા પછી પતિના ચારિત્રથી શ્રાવિકા બની, અને દીક્ષા લેવા ઇચ્છતી હતી. તે સ્ત્રીએ પતિને ઓળખ્યો, પણ સાધુએ તેને ઓળખી નહીં. તેથી તેણે પૂછ્યું, કે, અમુક ગૃહસ્થની દીકરી [15]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy