________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन २
વડે માથું મૂંડાવા દીધું. પછી નાહવાનું માગ્યું બાપે અચિત્ત પાણીએ નાહવા દીધો પછી આચાર્યના પ્રાયોગ્ય વસ્ત્ર યુગલ (બે વસ્ત્ર) લીધાં. એમ છોકરાએ સાધુપણાને અનુચિત જે જે માગ્યું તે બાપે મોહદશાને વશ થઈ આપ્યાં તેથી દુષ્ટ દુરાચારની આજ્ઞા માગી બાપે તેથી અંતિમ અધમ દશા દેખી કાઢી મૂક્યો. તેથી તે ક્ષણ સંખડી (ઉત્સવનું જમણ)માં ઘણું ખાઈ અજીર્ણથી મુઓ વિષય વાંછાથી પીડાઈને મરીને પાડો થયો અને ભાર વહન કરે છે. વૃદ્ધ બાપ ચારિત્ર પાળીને આયુ ક્ષયે મરી દેવતા થયો. અવધિજ્ઞાને પોતાના બેટાંને પાડો થઈ ગયેલ જોઈ સ્નેહનાવશે દેવતાએ તેના માલિક પાસે વેચાતો લીધો અને ગાડી બનાવી તેમાં જોડ્યો. દેવતા તેને ગુરુનારૂપે દોડાવે છે. દેવતાના વધારે બોઝાથી ખેંચવાને અશક્ત થયેલા પાડાને દેવતાએ તોત્રક (પરોણીની આર) વડે વેધીને (ઘોંચીને) કહ્યું કે હે વૃદ્ધ ! હું ભિક્ષા લેવા જવાને શક્તિમાન નથી, એ પ્રમાણે ભૂમિમાં શયન કરવા અશક્ત છું, લોચ ક૨વા અસમર્થ છું એ પ્રમાણે પહેલાં કહેલાં બધાં વચન તેને સંભળાવ્યાં. છેવટે હે વૃદ્ધ ! દુરાચાર વિના રહેવા અસમર્થ છું તે પણ સંભળાવ્યું એ પ્રમાણે દેવતાએ સંભળાવતાં પાડાનાં ચિત્તમાં આ પ્રમાણે ઉત્પન્ન થયું કે આવું વચન પૂર્વે મેં ક્યાંય સાંભળ્યું છે ? એમ ઇહા અપોહ માર્ગણ ગવેષણ ક૨વા લાગ્યો. એ પ્રમાણે તેને એકાગ્ર ચિત્તથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાએ અવધિજ્ઞાનવડે તેને પ્રતિબોધ કરતાં તેને શાંતિ થઈ અને અનશન કરી દેવલોકમાં ગયો. આ પ્રમાણે જ પેલો ન્હાનો સાધુ પગલે પગલે વિષય વાંછનામાં ગૃદ્ધ થતાં દુ:ખી થયો અને નવી નવી કલ્પનાને વશ થયો. છેવટે તિર્યંચપણું પામ્યો જેથી આ દોષ છે માટે અઢાર હજાર શીલાંગના સ્મરણ માટે આ અપરાધ પદોને મુનિ હોય તે વર્ષે.
સારસ ૩ સહસા, સીતંગમાં નિગેäિ પન્નત્તા | તેäિ પહિ (ર)રળા ગવાહપણ ૩ વબ્બેગ્ગા || ૨૬ ।। અઢાર હજાર શીલાંગો છે. તે શીલ તે ભાવ સમાધિ અનેં અંગના તે ભેદો છે. તેના અઢાર હજાર ભેદો જિનેશ્વરે કહેલા છે. તે શીલાંગના રક્ષણ માટે પૂર્વે બતાવેલા અપરાધ પદોને વર્ષે. હવે તે અઢાર હજાર ભેદ બતાવનારી ગાથા કહે છે. ।। ૧૭૬ ||
जोए करणे सन्ना, इंदिय भोमाइ समणधम्मे य । सीलंग सहस्साणं, अट्ठारसगस्स निष्पत्ती ।। १७७ ।। सामण पुव्ययनिज्जुत्ति समत्ता
મન વચન કાયાના વ્યાપાર એ ત્રણ જોગ છે. કરવું, કરાવવું, અનુમોદવું એ ત્રણ ક૨ણ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ છે. કાન, આંખ, નાક, જીભ, શરીર પાંચ ઇંદ્રિયો છે. પૃથિવી, અપૂ, તેજ, વાયુ વનસ્પતિ એ પાંચ એકેન્દ્રિય અને પાંચમો અજીવ નિકાય એ દશ ભેદે છે. તથા દશ પ્રકારનો યતિ ધર્મ છે તે આ પ્રમાણે.
ક્ષમા, મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, સત્ય, તપ, સંયમ, અકિંચનતા, બ્રહ્મચર્ય વાસ એ સ્થાન પ્રરૂપણા છે. હવે આ પ્રમાણે અઢાર હજાર શીલાંગની યોજના કરવી. (૧) હું કાયથી, આહાર સંજ્ઞાથી પ્રતિ, વિરત (વિરક્ત) થયેલો, કર્ણ ઇન્દ્રિયને સંવર કરેલો, પૃથિવી કાય સમારંભથી વિરત થયેલો ક્ષાંતિ ગુણથી યુક્ત વિષય વાંછા નહિ કરૂં આ પ્રથમ ગમ જાણવો. (૨) હવે બીજો ગમ કહે છે. ઉ૫૨ પ્રમાણે બધું બોલવું છેવટે મુક્તિ (લોભત્યાગ) ગુણયુક્ત છે. એ પ્રમાણે યતિ ધર્મના દશ ભાંગા સાથે ગુણતાં ૧૦) ભાંગા થયા. એ પ્રમાણે પૃથિવી અપુ વિગેરે ૧૦ દશ ભાંગા સાથે
[11]