________________
श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन २
..क्वचित्प्रवृत्तिः कचिदप्रवृत्ति: क्वचिद्विभाषा क्वचिदन्यदेव, विधेर्विधानं बहुधा समीक्ष्य चतुर्विधं बाहुलकं वदन्ति ।।१।।
કોઈ જગ્યાએ પ્રવૃત્તિ કોઈ જગ્યાએ અપ્રવૃત્તિ કોઈ જગ્યાએ વિભાષા અને કોઈ જગ્યાએ વળી બીજું જ એમ વિધિનું વિધાન ઘણે પ્રકારે દેખીને વિદ્વાન પુરૂષો ચાર પ્રકારનું બાહુલક (બહોળાપણું) કહે છે. તેથી એ પ્રકારે અર્થનું બહત્વ જાણવું તથા મહાનું અર્થ તે મહાનું એટલે પ્રધાન હેય ઉપાદેય પ્રતિપાદકપણે અર્થ જેમાં હોય તે મહાર્થ જાણવો, હેતુ નિપાત ઉપસર્ગ વડે ગંભીર હોય, બીજી રીતે ઉત્પન્ન ન થાય. (તેનાથી જ તે સિદ્ધ થાય) તેને હેતુ કહે છે. જેમકે મારો જ આ ઘોડો છે. કેમ કે આ ચિહ્ન મારાજ ઘોડામાં હતું અને “ચ વા ખલુ” વિગેરે શબ્દ નિપાત ઉપસર્ગો છે. એમના વડે અગાધ હોય બહુપાદ એટલે અપરિમિતપાદ, તથા અવ્યવચ્છિન્ન એટલે શ્લોકની માફક વિરામ રહિત તથા ગમ અને નવડે શુદ્ધિ હોય છે. છતાં અર્થ જુદો હોય જેમ કે – ફુદ ટ્વનુ છMીયા
ચર વ્રતુ સા છનીયા ડુત્યાદ્રિ. દશ વૈકાલિક ચોથા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. નૈગમ વિગેરે નયો સાત છે. તે જાણીતા છે. ગમ અને નયથી શુદ્ધ હોય તે જ ચૌર્ણપદ બ્રહ્મચર્ય અધ્યયન પદ માફક છે. // ૧૭૪ // ગ્રથિત કહ્યું પ્રકીર્ણક તો લોકથી જાણવું તે નોઅપરાધ પદ કહ્યું છે હવે અપરાધ પદ કહે છે...
'इंदियविसयकसाया, परिसहा वेयणा य उवसग्गा । एए अवराहपया, जत्थ विसीयंति दुम्मेहा ।। १७५ ।।
ઇન્દ્રિયો શરીર નાક વિગેરે વિષયો સ્પર્શ ગંધ વિગેરે પાંચ છે. કષાયો ક્રોધ વિગેરે ચાર છે. તે ઇન્દ્રિયો વિગેરે બધાનો ગાથામાં વંદ્વ સમાસ છે. પરીષહ ભૂખ તરસ વિગેરે બાવીસ છે. અશાતા (રોગ)નું ભોગવવું તે વેદના છે. ઉપસર્ગ દેવતા વિગેરેથી થાય છે. તે લેવા. એ અપરાધ પદો છે. એટલે મોક્ષમાર્ગમાં જનારને અપરાધસ્થાન (વિઘ્નરૂ૫) છે.
પ્ર-આ ઇન્દ્રિયોના વિષય આસ્વાદ મળે છતે તેમાં જે ખેદ પામે કે રાગ કરે તે બંધાય કે બધાએ ? ઉત્તર-બધા નહિ, ફક્ત મંદ બુદ્ધિવાળા બાળકની માફક જે રાગાદિ કરે તે બંધાય છે.
પણ બુદ્ધિમાન પુરુષો તો એ કારણ આવે છતે તેના વડે જ સંસાર કાન્તારથી (રાગ દ્વેષ કર્યા વિના) તરી જાય છે. જે ૧૭૫ // પણ ક્ષુલ્લક સમાન તો પગલે પગલે સંકલ્પને વશ થઈ દુઃખ પામે છે.
પ્રશ્ન-તે ક્ષુલ્લક કોણ છે ? ઉત્તર-તેનું કથાનક (કથા) આ પ્રમાણે છે. કોકણ દેશમાં એક વૃદ્ધ 'પુરૂષે દીકરા સાથે દીક્ષા લીધી. બાપને તે ઘણો પ્યારો હતો તેણે એક દિવસ કહ્યું બાપા ! જોડા વિના ખુલ્લે પગે ચલાતું નથી. બાપે દયા લાવી પગરખાં અપાવ્યાં, ફરી બોલ્યો ઉપરનાં તળીઆં ઠંડીથી પીડાય છે ત્યારે મોજાં અપાવ્યાં, માથું બળે છે ત્યારે બાપે માથે ઓઢવા કપડું અપાવ્યું. પછી છોકરો બોલ્યો હું ગોચરીમાં ચાલવા અશક્ત છું તેથી બાપે ઉપાશ્રયમાં ગોચરી લાવી આપી પછી જમીનમાં ન સૂવાનું બહાનું કાઢવાથી બાપે પાટ ઉપર સૂવાની રજા આપી પછી લોચની ના પાડી. બાપે અસ્ત્રા (૧) તુલના કરો. ગીતા. . ૨ શ્લો. ૭૧
[10]