SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन २ મધુર એટલે સૂત્રને અર્થ એ બન્ને પ્રકારે સાંભળનારને આનંદ આપે તેવું તથા હેતુ વિયુક્ત એટલે ઉત્પત્તિવાળું (ઉપયોગી) ગ્રથિત અનુક્રમે વિષયવાર રચેલું તથા અપાઇ તે વિશિષ્ટ છેદની રચના વિનાનું હોવાથી કવિતામાં જેમ ચાર પદ હોય તેમ ન હોય, વિરામ એટલે વિસામો લેવાની રચનાવાળું કેટલાક આચાર્ય એમ કહે છે કે - તે અર્થથી બની શકે પણ સૂત્ર પાઠથી ન બને જેમ કે – जिणवर पादारविंद संदाणि उरुणिम्मल्ल सहस्स एवमादि असमाणिउं न चिट्ठइत्ति જિનેશ્વર પાદારવિંદ સંદાનિત ઉરૂનિર્મલ સહસા એ પ્રમાણે સમાપ્ત કર્યા વિના ન બેસે. બીજા આચાર્ય કહે છે કે યતિ વિશેષ સંયુક્ત આ છે. અપરિમિત અને છેડે બૃહત્ (મોટું ) થાય છે. એમ કેટલાક આચાર્ય કહે છે. ત્યારે બીજા કહે છે કે અપરિમિતજ બૃહત્ (મોટું ) છે. છેવટે મૃદુ બોલાય છે એમ બાકી જાણવું. કાવ્ય ગદ્ય આ પ્રમાણે જાણવું. || ૧૭૧ // હવે પદ્યનું વર્ણન કરે છે. पज्जं तु होइ तिविहं, सममद्धसमं च नाम विसमं च । पाएहिं अक्खरेहिं य एव विहिण्णु कई बेंति ।। १७२ ।। "સમ અર્ધ સમ અને વિષમ એમ ત્રણ પ્રકારે કાવ્ય પદ્ય છે. પ્રશ્ન-તે કોની સાથે સમ ( બરાબર ) છે. ઉત્તર-પાદ અને અક્ષરો સાથે સમપણું છે, એટલે ચાર પદનો શ્લોક તથા ગુરૂલઘુ અક્ષરની સમાનતા છે. બીજા આચાર્ય આ પ્રમાણે કહે છે કે સમ અને અર્ધ સમ એટલે જેમાં પહેલું, ત્રીજું અને બીજુ ચોથું પદ સમાન હોય અને વિષમમાં બધાં પદોમાં સમાન અક્ષર ન હોય એમ વિધિ જાણનારા એટલે છન્દશાસ્ત્ર ભણેલા કવિઓ કહે છે. / ૧૭૨ || तंतिसमं तालसमं वण्णसमं गहसमं लयसमं च । कव्वं तु होइ गेयं पंचविहं गीयसन्नाए ।। १७३ ।। "તંત્રીસમ, તાલસમ, ગ્રાંસમ, 'વર્ણસમ અને પલયસમ, એમ કાવ્ય પાંચ પ્રકારે હોય છે. જે ગવાય તે ગીત, અથવા ગેય તે પૂર્વે કહેલી વિધિ પ્રમાણે પાંચ પ્રકારે ગીતસંજ્ઞા છે. તેમાં પ્રથમ તંત્રીસમ એટલે વિણા વગેરે તંત્રીમાં ગાતાં શબ્દવડે તુલ્ય અને મળેલા હોય છે. એ પ્રમાણે તાલ વિગેરેમાં પણ યોજના કરવી. હવે તાલ એટલે શું ? ઉત્તર-હસ્તગમા (તાલી પાડીને ગાય તે) વર્ણ તે સ્વર સાત લેવા, જેમાં નિષાદ પંચમ વિગેરે છે. અને ગ્રહ એટલે ઉલ્લેપ લેવા, બીજા આચાર્ય કહે છે કે પ્રારંભ રસથી વિશેષ પણ લેવું. લય એટલે તંત્રીસ્વર વિશેષ છે. तत्थ किल कोणएण तंती छिप्पइ तओ णहेहि अणुमज्जिज्जइ । तत्थ अणारिसो सरो उठेइ सोलयो त्ति ।। તેમાં કોણ (ખુણે)થી તંત્રી સ્પર્શાય છે. નખથી અનુમૃદાય (દબાય) છે. તેમાંથી બીજા જેવો સ્વર ઊઠે છે, તેને લય કહે છે // ૧૭૩ // હવે ચૌર્ણપદ કહે છે. अत्थबहुलं महत्थं हेउनिवाओवसग्गगंभीरं । बहुपायभवोच्छिन्नं, गमणयसुद्धं च चुण्णपयं ।। १७४ ।। नो अवराह पयं गये જેમાં અર્થ (વિષય) ઘણો હોય તે અર્થ બહુલ છે. બહુલ સંબંધી લોક. [9]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy