________________
श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन २
પણું એટલા માટે કે વ્યાકરણની રીતે જોવાથી પદ થાય, બોલાય છે. અર્થના યોગથી ઉપરના દરેકને - પદ ગયું. અને દ્રવ્યપણું એટલા માટે કે તે રૂપે તે બનેલું છે. આ દ્રવ્ય પદ કહ્યું. હવે ભાવ પદ કહે છે. | ૧૧૭ |
भावपयं पि य दुविहं, अवराहपयं च नो य अवराहं । नोअवराहं दुविहं, माउग नोमाउगं चेव ।। १६८ ।।
ભાવ પદ બે પ્રકારનું છે, તે બતાવે છે. અપરાધનું જે હેતુ ભૂત પદ તે અપરાધ પદ છે. ઇન્દ્રિય વિગેરે વસ્તુ છે. “ચકાર' દરેકમાં રહેલા અંતર ભેદોને સૂચવે છે. અને નો અવરાહ શબ્દથી સંબંધી ઉપન્યાસથી ( ૨ )નો અપરાધ પદ છે. તેમાં અપરાધનથી એમ ગણીનું અપરાધ પદ જાણવું. તેના પણ બે ભેદ છે. માતૃકાપદ, અને નોમાતૃકાપદ છે. તેમાં માતૃકા પદ એટલે અક્ષરો છે. અથવા માતૃકા ભૂતનું પદ તે માતૃકાપદ છે. જેમકે દષ્ટિવાદ (બારમાં અંગ) માં ઉપવા' વિગેરે છે.
નો માતૃકાનો અધિકાર ૧૩૯મી ગાથામાં કહ્યો છે. // ૧૧૮ | नो माउगं पि दुविहं, गहियं च पइन्नयं च बोद्धब्बं । गहियं चउप्पयारं, पईन्नगं होइ (अ) णेगविहं ।। १६९ ।।
નોમાતૃકા પદ પ્રકીર્ણ, અને ગ્રથિત એમ બે પ્રકારે છે. ગ્રથિત, એટલે રચેલા અથવા બાંધેલા (જોડેલાં) તે બધાનો એક જ અર્થ છે. તેનાથી બીજું પ્રકીર્ણ, એટલે પ્રકીર્ણકને યોગ્ય, કથાનું ઉપયોગી જ્ઞાન છે. ગ્રથિત, ચાર પ્રકારે છે. તે ગદ્ય વિગેરે જાણવું. પ્રકીર્ણક કહેલાં લક્ષણવાળું હોવાથી જ અનેક પ્રકારનું છે. તે ૧૩૯ ||
ગ્રથિતનું વર્ણન કરે છે. गज्जं पज्जं गेयं चूण्णं, च चउब्विहं तु गहिय पयं । तिसमुट्ठाणं सबं, इ इति सलक्खणा कइणो ।। १७० ।।
ગદ્ય પદ્ય ગેય 'ચૌર્ણ એ ચાર પ્રકારનું જ ગ્રથિત પદ છે. કારણ કે તે પ્રમાણે જ ગ્રંથ રચના થાય છે અને આ ધર્મ, અર્થ, કામ એ ત્રણ માટે એની ઉત્પત્તિ (સમુત્થાન) છે. માટે તે ત્રિ સમુત્થાન કહેવાય છે. સર્વ શબ્દ સંપૂર્ણ માટે છે.
શંકા-એ પ્રમાણે ગ્રંથ રચના ઉપરના ત્રણ માટે હોય તો મોક્ષ સમુત્થાન માટે ગદ્યાદિ ગ્રંથ રચનાનો અભાવ થશે.
ઉત્તર-તેમ નથી. કારણ કે મોક્ષનું સમુત્થાન ધર્મ સમુત્થાનમાં સમાય છે. કારણ કે ધર્મ કારણથી મોક્ષ કાર્ય થાય છે. એટલે ધર્મ કારણ છે તેનું કાર્ય તે ધર્મ પોતે મોક્ષ છે અથવા બીજા આચાર્ય કહે છે કે – ત્રિસમુત્થાનમાં લૌકિક પદનું લક્ષણ જ લેવું (કારણ કે તેમના ગ્રંથોથી મોક્ષ થાય નહીં.) એ પ્રમાણે લક્ષણ જાણનારા કવિઓ કહે છે. / ૧૭૦ |
હવે ગદ્યનું લક્ષણ કહે છે. महुरं हेउनिजुत्तं गहियमपायं विरामसंजुत्तं । अपरिमियं चऽवसाणे कव्वं गज्जं ति नायव्वं ।। १७१ ।।
(૧) (૩)
ગદ્ય = શ્લોક વગરનું ગેય = ગીત
(૨) પદ્ય = શ્લોક (૪) ચૌર્ણ = અર્થ ઘણો, શ્લોક નાનો હોય
[8]