________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
ઉત્તર-નિરૂક્તના વિચિત્રપણાથી કહ્યું. તેના પ્રત્યેનીકપણાથી જીવને કુમાર્ગે દોરે છે. પ્ર. ક્યાંથી ?
अध्ययन २
ઉત્તર-ધર્મથી-યત્તદ્ બંન્ને અવ્યયનો નિત્ય સંબંધ છે. તેથી એમ બતાવ્યું કે-જે સામાન્ય કારણવડે જીવ ધર્મથી ભ્રષ્ટ થાય, તે જ કામરાગ અથવા કામ જાણવા, બીજા આચાર્યો આમ કહે છે. (ઉત્ક્રામયંતિ યસ્માત્ ઇતિ) એટલે અબુધ (મૂર્ખ) જન જેનાથી ઉલટે માર્ગે જાય, તે કામ લેવો. બાકીનો અર્થ પૂર્વની માફક છે.
(વિષય સુખમાં પ્રસક્ત થયેલો, મૂર્ખ માણસ જે કામરાગમાં પ્રતિબદ્ધ હોય, તે જીવને જે ઉન્માર્ગે દોરે છે. તેથી કામ કહેવાય છે. અર્થાત્ કામ તે જ જીવને ભ્રષ્ટ કરે છે.) || ૧૬૪ ||
अन्नंपिय से नामं, कामा रोगत्ति पंडिया बिंति । कामे पत्थेमाणो रोगे पत्थे खलु जंतू ।। १६५ ।।
હવે એ ‘કામ'નાં બીજાં નામો કહે છે.
પ્ર કેવાં ?
ઉત્તર-કામો તે રોગો છે એવું પંડિતો કહે છે.
પ્ર-શા માટે ?
ઉ-કામોને ઈચ્છતો જંતુ (પ્રાણી) ખરેખર રોગોને વાંછે છે. કારણ કે કામ પોતે રોગના રૂપે જ છે. કારણમાં કાર્યનો ઉપચાર કર્યો (અર્થાત્ જે કુમાર્ગે જાય તે કારણ અને કુસંગથી ઇન્દ્રિય સડી જાય વિગેરે રોગ થાય તે કાર્ય છે. એટલે કુસંગ તે જ રોગ થયો) I॥ ૧૬૫ ॥
આ પ્રમાણે પૂર્વની અર્ધી ગાથામાં સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ બતાવી. હવે ઉત્તરાર્ધ ગાથામાં પદોના અવયવનો અધિકાર કહે છે.
णामपयं ठवणपयं, दव्वपयं चेव होइ भावपयं । एक्केकंपिय एतो णेगविहं होइ नायव्वं ।। १६६ ।।
નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ, એમ નિશ્ચે ચાર પ્રકારે પદ છે. અને તે એક એક પણ અનેક પ્રકારનું છે, એમ જાણવું. સમાસથી ગાથાનો અર્થ કહ્યો. ॥ ૧૬૬ ||
હવે અવયવ અર્થ કહેવામાં નામ સ્થાપના સુગમ હોવાથી દ્રવ્યપદને ’કહે છે.
आउ'ट्टि मउक्कि`न्नं उण्णे'ज्जं पीलिमं च रंग' च । गंथि 'मवेढिम' पूरिम वाइ मसंघाइम च्छेज्जं ।। १६७ ।।
આ કુટ્ટિક એટલે રૂપૈયો જેમ ઉપરથી અને નીચેથી પણ મુખ કરીને કુટાય છે. (બન્ને બાજુ છાપ પડે છે.) ઉત્કીર્ણ એટલે પત્થર વિગેરેમાં લેખ અથવા નામ કોતરે છે. તથા બકુલ વિગેરે ફૂલોના આકારો માટીનાં બીબાં કરીને તેમાં પકાવે. (દબાવે) પછી તેમાં મીણ ઉભું કરીને રેડે, તો મીણોનાં ફૂલો બને છે. (તેવી જ રીતે ખાંડના રમકડાં બને છે) આ ઉપનેય ( ) છે. *પીડા વચ્ચે વીંટાળેલા વસ્ત્રની ભંગાવળી રૂપે છે. પરાતા અવયવની (છબિનું) ચિત્ર રૂપવાળું અને રંગવાળું છે ‘ચ’ શબ્દ સમુચ્ચય માટે છે. ગ્રંથિત એટલે ગુંથેલી ફૂલોની માળા વિગેરે છે. વેષ્ટિમ તે ફૂલોનો મુકુટ બનાવે છે. માટીની કુંડીના રૂપે અનેક છીદ્રોવાળું ફૂલોનું સ્થાન છે. તે પૂરિમ છે. વાતવ્યં એટલે વણકરે કપડાની અંદર ઘોડા વિગેરેનો આકાર ચિતરેલો હોય છે તે સંઘાત્ય એટલે કાંચળી વિગેરે કપડાના કકડા જોડી બનાવ્યા હોય તે. ૧૧ છેઘં એટલે ઝાડના પાંદડામાં છેદ પાડી બનાવે તે. આ દરેકને પદ
[7]