________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
તેમાં નામ સ્થાપના સુગમ છે. તેને છોડીને દ્રવ્ય કામનું સ્વરૂપ બતાવે છે.
'સરસવનુંધાણસા, પંરા ય ને ઘા । સુવિજ્ઞા ય માવામાં, રૂડામાં મચળામાં ।। ૨ ।।
શબ્દ, રસ, રૂપ, ગંધ સ્પર્શ, એ પાંચ મોહના ઉદયને લીધે હારેલા પ્રાણીઓથી ઇચ્છાય છે. તે કામ છે અને મોહનો ઉદય કરનારા જે જે દ્રવ્યો સંઘાટક (યુગલ) વિકટ માંસ વિગેરે છે, તે પણ મદન કામ નામના ‘ભાવકર્મના’ હેતુથી તે દ્રવ્ય કામ છે. હવે ભાવ કામ કહે છે. તે ઇચ્છા અને મદન કામ, એમ બે પ્રકારે છે. તેમાં એષણમ્ એટલે ઇચ્છા, તે ઇચ્છા જ ચિત્તના અભિલાષ રૂપે હોવાથી કામ તેની ઇચ્છા, માટે ઇચ્છા કામ. તથા મદ કરાવે, તે મદન, આ વિચિત્ર પ્રકારનો મોહોદય (મોહ કર્મનો ઉદય) છે. તે જ કામની પ્રવૃત્તિનો હેતુ હોવાથી કામ તે મદનકામ જાણવો.
કામ,
|| ૧૬૨ ॥
હવે ઇચ્છા કામનું વર્ણન કરે છે.
इच्छा पत्थमपसत्थिगा य, मयणंमि वेयउवओगो । तेणहिगारो तस्स उ वयंति धीरा निरुत्तभिणं ।। १६३ ।।
अध्ययन २
ઇચ્છા પ્રશસ્ત, અને અપ્રશસ્ત, એમ બે પ્રકારે છે. (ગાથામાં અનુસ્વાર ફક્ત ગાથાનું સુખથી ઉચ્ચાર થાય, તેટલા જ માટે છે) તેમાં પ્રશસ્ત ઇચ્છા તે ધર્મ અને મોક્ષને ઇચ્છવાની છે, અપ્રશસ્ત તે યુદ્ધ, અને રાજ્યની છે. ઇચ્છા કામો બતાવ્યા. હવે મદન કામો કહે છે. મદન શબ્દથી ચાલતી વાતને અનુસરીને મદન કામ બન્નેનું વર્ણન કરવું જોઈએ. મદન કયો ઉત્તર-વેદ ઉપયોગ છે તે, જે વેદાય તે વેદ. સ્ત્રીવેદ વિગેરે ત્રણ છે. તેનો ઉપયોગ, એટલે તેનો વિપાક ભોગવવો તે છે. બીજા આચાર્ય કહે છે કે ‘તેનો વ્યાપાર' એટલે વેદનો વ્યાપાર એમ અર્થ કરવો. જેમ કે સ્ત્રીવેદનો ઉદય સ્ત્રીને થાય, ત્યારે પુરૂષની પ્રાર્થના કરે, વિગેરે બીજા વેદોમાં પણ જાણવું. તે મદન કામનો અધિકાર અહીંયાં છે. બાકી પૂર્વે જે કામ સંબંધી ભેદો સરખા ઉચ્ચારવાળા છે, તેથી કહ્યા છે. પણ જરૂર તો મદન કામની હોવાથી ધીર પુરુષો તીર્થંકર ગણધરો વિગેરે તેનું નિરૂક્ત (વર્ણન) કરે છે. તેનું લક્ષણ હવે પછી કહે છે. || ૧૬૩ ||
વિસયસુહેતુ પસત્ત, ગબુનાં માપરિષદ્ધ । વામયંતિ નીયં, ઘમ્માનો તે તે ગમા ।। ૧૬૪ ।।
વિષીદાય એટલે જેમાં પ્રાણીઓ બંધાય તે વિષય શબ્દ વિગેરે પાંચ છે. તેનાથી સુખ મેળવવા, તેમાં પ્રસક્ત એટલે આસક્ત થયેલો જીવ છે તેનાં બીજાં વિશેષણ કહે છે. જેનો પરિવાર પણ અબુધજન હોય. એટલે અકલ્યાણ કરનારાં જેનાં મિત્ર પરિજન છે. એના વડે બાહ્ય વિષય સુખની પ્રવૃત્તિનો હેતુ પણું કહેલ છે. આ કામરાગમાં પ્રતિબદ્ધ, એટલે કામ તે મદન કામ, તેનાથી રાગ (વિષય વાંછા) થાય, તેમાં બંધાયેલો છે. આ પદથી અત્યંતર વિષય સુખ આ પ્રસક્તિ (આસક્તિ) હેતુપણું કહ્યો, તેનો ભાવાર્થ આ છે કે તેનો પરિવાર મૂર્ખ છે. અને પોતે કામમાં રાગી છે. તેથી તે વિષય સુખમાં પ્રસક્ત કહ્યો.
પ્ર. શા માટે ?
(૧) સ્થાનાંગ ૫-૭-૭.
[6]