________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन २
પ્રાભૃત પૂર્વ, અતિ પ્રાભૃત પૂર્વ, પણ જાણવા. આ અપ્રત્યક્ષ સ્વરૂપવાળાં છે. ભાવ પૂર્વે, તે પહેલો ભાવ લેવો. તે ઔદયિક જાણવો. આ ગાથાનો અર્થ છે. તે ૧૦૦ || નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. વિગેરેનું વર્ણન (ચર્ચા) પૂર્વે કહ્યા માફક જાણવું. તે ઠેઠ સૂત્રાનુગમમાં અસ્મલિત વિગેરે ગુણયુક્ત સૂત્ર બોલવું. તે આ પ્રમાણે છે. બીજા અધ્યયનનું ૧લું સૂત્ર (ગાથા) કહે છે.
कहं नु कुज्जा सामण्णं, जो कामे न निवारए ।
પણ પણ વિસીયંતી, સંપૂસ વર્ષ નો ! | સૂ૦૨ | 'અહિં સંહિતાદિ ક્રમથી બધાં સૂત્રોનું વ્યાખ્યાન કરતાં ગ્રંથ વધી જાય. માટે સૂત્રના પરિજ્ઞાન સંબંધી ભાવાર્થ માત્ર કહે છે. તેમાં પણ કેટલો, હું ? ક્યારે ? કેવી રીતે ? ઇત્યાદિ અદશ્ય પાઠાન્તર (બીજી પ્રતિઓમાં જુદા પાઠ) છે તેને ત્યાગીને જેટલું દેખાય છે. તે જ વર્ણન કરું છું. (હરિભદ્રસૂરિ મહારાજ પહેલાં બનેલી ટીકામાં આ પાઠ છતાં દેખાતા આદર્શોમાં અદશ્ય માનતા હોવાથી તે મૂકી દીધા છે.)
कथं नु कुर्यात् श्रामण्यं, य: कामान्न निवारयति ? .
જે કામોને (ઇન્દ્રિયોના અભિલાષાને) ન નિવારે, તે સાધુપણાને કેવી રીતે (પાળી શકે) કરે. મૂળમાં “ગુ' શબ્દ આક્ષેપના અર્થમાં છે. જેમ કે જે પ્રજાનું રક્ષણ ન કરે, તેને રાજા કેમ કહેવાય. અથવા જે અપશબ્દો (ખોટા શબ્દો) વાપરે, તે વૈયાકરણી કેમ કહેવાય. અર્થાત્ તે રાજા પણ નહિ. અને વૈયાકરણી પણ નહિં. તેમ સાધુ પણ ન કહેવાય. જે કામોને ન રોકે, તો હવે શા માટે અભિલાષોને રોકતો નથી તે કહે છે. તેમાં નિમિત્ત કારણ હતુઓમાં સર્વે વિભક્તિઓનું પ્રાયઃદર્શન છે. એ વચન છે. તેથી પ્રથમ કારણો કહે છે.
पदे पदे वीषीदन् संकल्पस्य वशंगतः
એટલે કામ (ઇચ્છાને) ન રોકવાથી ઇન્દ્રિયો વિગેરેના અપરાધ પદની અપેક્ષાએ પગલે પગલે સંકલ્પને વશ થવાથી (દુઃખી થવાથી) તે સાધુ કેવી રીતે કહેવાય ? સંકલ્પ તે અપ્રશસ્ત અધ્યવસાય છે. આ સૂત્રોનો સમાસ (સામટો) અર્થ છે. પણ અવયવનો અર્થ સૂત્ર આર્શિક નિર્યુક્તિ વડે બતાવે છે. તેમાં પણ બીજા પદોના અર્થ વિષયને છોડીને કામ પદાર્થ ત્યાગવાની બાબતમાં ઉપયોગી હોવાથી તેનું સ્વરૂપ બતાવે છે. (સૂ. ૧).
नामंठवणाकामा, दबकामा य भावकामाय । एसो खलु कामाणं, निक्लेवो चउविहो होइ ।। १६१ ।।
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, તે દરેકમાં કામ શબ્દ જોડવો. એટલે નામ કામ, સ્થાપના કામ, દ્રવ્ય કામ અને ભાવ કામ, એ ચાર ભેદ છે. ચ શબ્દથી દરેક ભેદોનાં અંતર ભેદો સૂચવ્યા છે. તથા સમુચ્ચય (તે ચારેને જોડવા માટે તે ચાર પ્રકારનો કામ શબ્દનો નિક્ષેપો છે. તે ૧૬૧ ||
(૧) તુલના કરો - સંયુક્તનિકાય ૧/૨/૭ ભગવત ગીતા અ. ૨ શ્લોક ક૨-૧૩.
[5]