SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन २ પાશ્ચંડ ત્રમત્યાહુતાત્યમને મુવિ . સપાબંદી વન્યજે ર્માશિિનતઃ (તં) ||રી ચરે એટલે તપમાં ચરે, તે ચરક (મુનિ) તપ કરે તેથી તાપસ, ભિક્ષાનો આચાર માટે ભિક્ષુ. અથવા આઠ કર્મને ભેદે તેથી ભિક્ષુ છે. તથા પરિ (બધી રીતે) પાપોને વર્જવાથી પરિવ્રાજક છે. ચકાર સમુચ્ચય માટે છે. “શ્રમણનો અર્થ પૂર્વની માફક છે. અને “ગ્રંથ તે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ, તેનાથી નિર્ગત (નીકળેલા) તે નિગ્રંથ છે. તથા ૧૦ સં, એટલે અહિંસાદિમાં એક ભાવે, યત. એટલે ઉદ્યમ કરનારો, તે સંયત છે. તથા બાહ્ય અને અત્યંતર ગ્રંથથી મુક્ત, તે મુક્ત (નિર્લોભી) છે. || ૧૫૮ || तिन्ने ताई दविए, मुणीय खंते य दन्त विरए य । लूहे तीरटेऽविय हवंति समणस्स नामाई ।। १५९ ।। ૨તીર્ણ, તે સંસાર સમુદ્રથી કર્યો. ત્રાણ એટલે રક્ષણ કરે, તે ત્રાતા છે. એટલે પોતે ધર્મકથા વિગેરેથી સંસારના દુઃખોથી બીજાને બચાવે છે. રાગદ્વેષ વિગેરે ભાવથી રહિત હોવાથી, દ્રવ્ય છે. અથવા દ્રવવું, એટલે તેવા તેવા જ્ઞાનાદિ પ્રકારને પ્રાપ્ત થવું, તે દ્રવ્ય છે. અમુનિ પૂર્વની માફક છે. ચ. શબ્દ સમુચ્ચય (જોડવા) માટે છે. ક્રોધનો વિજય કરવાથી ક્ષમા રાખે, તે ક્ષાત્ત છે. એ પ્રમાણે ૧૭ઇન્દ્રિયાદિને દમન કરવાથી દાત્ત છે. “પ્રાણાતિપાત વિગેરે-પાપોથી નિવૃત્ત એટલે વિરત કહેવાય છે. તથા સગાંવહાલાં મિત્રનો સ્નેહ ત્યાગવાથી રૂક્ષ છે. સંસારથી તરવાના અર્થવાળો (ઇચ્છાવાળો) હોવાથી તીરાર્થી છે. અથવા સમ્યક્ત્વ વિગેરે ઉત્તમ ગુણો પ્રાપ્ત કરવાથી, સંસારનું પરિમાણ (હદ - બાંધવા)થી તીરસ્થ કહેવાય છે. આ પ્રમાણે ૨૦ પ્રકારે વર્ણન કર્યું) આ બધાં શ્રમણનાં નામો છે. | ૧૫૯ | શ્રમણ શબ્દનું વર્ણન કર્યું. હવે પૂર્વશબ્દનું વર્ણન કરે છે. તેનો નિક્ષેપો તેર પ્રકારનો છે. તે બતાવે છે. || ૧૫૯ / णामं ठवणा दविए, नेत्ते काले दिसि ताव खेत्ते य पन्नवगपुव्ववत्यू, पाहुडअइपाहुडे भावे ।। १६० ।। નામ સ્થાપના સુગમ છે. દ્રવ્ય પૂર્વ તે અંકુરા પહેલાં બીજ છે. દહિં પહેલાં દૂધ છે. તથા રસ, ફાણિત, (રાબ)થી વિગેરે પહેલાં છે. આ એક બીજાની અપેક્ષાએ પૂર્વ છે. ક્ષેત્ર પૂર્વ એટલે જવના ક્ષેત્રથી શાલીનું ક્ષેત્ર પૂર્વ છે. (પહેલાં ભાત વાવ્યો અને પછી જવ વાવ્યા) તે એક બીજાની અપેક્ષાએ પૂર્વ (પહેલાં) છે. તથા અપેક્ષાએ જવ પ્રથમ અને પછી ભાત કહેવાય. તોપણ નિર્દોષ છે. "કાળ પૂર્વે તે શરદ્ પહેલાં વર્ષો રૂતુ છે. *તથા રાતથી પહેલો દિવસ છે. વિગેરે જાણવા. અથવા આવલિકાના પહેલાં (પૂર્વ) સમય છે. દિશા પૂર્વે તે આ દિશાઓ રૂચક પ્રદેશને આશ્રયીને છે. °તાપક્ષેત્ર પૂર્વ તે સૂર્યના ઉદયને આશ્રયીને છે. જ્યાં ઊભો રહીને સૂર્યને દેખે, તે જ્યાં ઊગે, તે તેની અપેક્ષાએ પૂર્વદિશાએ છે. (જેમ ઉજ્જૈનથી કલકત્તા પૂર્વમાં છે.) કહ્યું છે કે - ___ जस्स जओ आदिच्चो, उदेइ सा तस्स होइ पूबदिसा વિગેરે છે. “પ્રજ્ઞાપક. પૂર્વ તે પ્રજ્ઞાપન (પ્રજ્ઞાપક) ને આશ્રયીને પૂર્વ દિશા જેના સન્મુખ જ આ ઊભો તે જ તેની પૂર્વ છે. “પૂર્વ પૂર્વ તે ચૌદ પૂર્વ બારમા અંગમાં છે. તેમાંનું પહેલું પૂર્વ લેવું. અને તે ઉત્પાદ પૂર્વ છે. એ પ્રમાણે વસ્તુમાં તથા 'પ્રાભૃત, અતિ પ્રાભૂતમાં પણ લેવું. એટલે વસ્તુપૂર્વ, [4]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy