________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन २
“સંસારમાં મૃગ હમેશાં શત્રુથી ડરે છે. તેમ સંસારના ભયથી ઉદ્વેગ બનેલો હમેશાં મુનિ રહે. માટે મૃગની ઉપમા છે. ધરણિ (પૃથિવી) જેમ બધા સ્પર્શીને સહે, તેમ મુનિ સારા માઠા જે પરીષહો આવે, તે સહન કરવાથી પૃથિવીની ઉપમાને યોગ્ય છે. કામભોગ ઉત્પન્ન થાય તો પણ તેનાથી જેમ કમળ કાદવ અને પાણીથી ઊંચું રહે. તેમ પોતે દૂર રહે માટે કમળ સમ જાણવા. ધર્માસ્તિકાય વિગેરે લોકનું સ્વરૂપ સૂર્ય ન બતાવે, પણ મુનિ જ્ઞાનદ્વારા તેનું સ્વરૂપ બતાવે. માટે વિશેષ પ્રકાશક હોવાથી સૂર્યતુલ્ય છે. પવન જેમ અપ્રતિબદ્ધપણે વિહાર કરે, તેમ મુનિ પણ કોઈ જગ્યાએ રાગદ્વેષથી ન બંધાય. એ પ્રમાણે સાપ વિગેરે સમાન મુનિ એકએક ઉત્તમ ગુણોને આશ્રયીન જાણવા. विसतिणि सवाय वंजुल कणिया रुप्पल समेण । समणेणं भमरुंदुरुनडकुक्कुडअदागसमेण होयब्वं ।। १ ।।
સાધુએ વિષ જેવા થવું, વિષમાં બધા રસોનો અંતર્ભાવ છે, તે રસનો કોઈ અનુભવ ન લે. તેમ મુનિએ થવું. કે ક્યાંય કર્મ બંધાય નહિ. તેથી માનત્યાગથી એટલે નમ્ર હોવાથી તિનિશ (નેતર) જેવો ગણાય. વાયુની ઉપમા ઉપર કહી ગયા મુજબ છે. વંજુલ (વેતસ) સમાન એટલે ક્રોધ વિગેરેથી હારેલા જીવોનો તે વિષ ભાવ દૂર કરવાથી વંજુલની ઉપમા ઘટે છે. (એવી વાત સંભળાય છે કે વેતસને મેળવીને સાપો ઝેર રહિત થાય છે.) કર્ણિકાર એટલે એક જાતનું ફૂલ છે. તેની માફક પ્રગટ અશુચિ ગંધની અપેક્ષાએ નિર્ગધ, તેમ મુનિઓ પણ સુગંધિ વિગેરેથી રહિત છે. સ્વભાવથી ધવલ (નિર્મળ) અને સુગંધિપણાથી મુનિઓ ઉત્પલ (કમળ) છે, ૧૯ભમરાની ઉપમા ઉપર બતાવી છે.
ઉંદર જેમ બિલાડીથી ડરીને ચાલે, તેમ પોતાનામાં ઉપયોગવાળા દેશ તથા કાળને અનુસરિને ચાલે. તેમ મુનિ પણ સ્ત્રી વિગેરેના ફંદામાં ન ફસે. અને મુનિ યોગ્ય સમયે, તથા યોગ્ય દેશમાં વિચરે.
નટની ઉપમા આ પ્રમાણે છે, કે યોગ્ય વખતે યોગ્ય વેશ પહેરે. કુકડાની માફક મળેલી ખાવાની વસ્તુ પગથી વિખેરીને બધાને ભાગે પડતી વહેંચી આપીને ખાય. તેમ મુનિ પણ સાધુઓને વહેંચી આપીને વાપરે. ૨જુવાન વિગેરે સાથે તેમને અનુકૂળ વર્તવાના ભાવથી આદર્શ (દર્પણ)ની ઉપમા યોગ્ય છે. (આ ૨૩ પ્રકારે સાધુ ઉત્તમ હોય) કહ્યું છે કે –
तरुणमि होइतरुणो थेरो थेरेहिं डहरए डहरो । अदाओ विवरूवं, अणुयत्तइ जस्स जं सीलं ॥१॥
તરૂણમાં તરૂણ, ઘરડામાં ઘરડો અને બાળકમાં બાળકપણે મુનિ વર્તે. જેમ આદર્શમાં જેવું રૂપ હોય, તેવું બિંબ તેમાં પડે. તે પ્રમાણે મુનિ દરેકને અનુકૂળ ચાલે. આ ગાથાનો કર્તા જુદો છે. તેથી પવન વિગેરેની બેવડી ઉપમા થાય છતાં પુનરુક્તિ દોષ લાગતો નથી.
હવે તત્ત્વ, ભેદ, પર્યાય, એ ત્રણ વડે વ્યાખ્યા થાય. માટે એ ન્યાયને અનુસરીને સાધુના પર્યાય શબ્દોને કહે છે. || ૧૫૭ |
पब्बइए अणगारे, पासंडे चरग तावसे भिक्खू । परिवाइ ए य समणे, निग्गंथे संजए मुत्ते ।। १५८ ।।
"પ્રકર્ષથી વર્જિત (દૂર થયો) એટલે આરંભ પરિગ્રહથી દૂર તે પ્રવર્જિત તથા અગાર (ઘર) વિનાનો તેને દ્રવ્યથી અને ભાવથી, અગાર નથી. તથા વ્રત, તેજ પાખંડ અને તે વ્રત જેને હોય, તે પાખંડી છે. કહ્યું છે કે –
[3]