________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन २
રાખનાર. અને નોઆગમથી ચારિત્રના પરિણામવાળો સાધુ છે. તે જ કહે છે. તે જ ગાથાના ચોથા પદમાં કહ્યું છે કે ભાવથી સંયત પોતે શ્રમણ છે. તે ૧૫૩ ||
એનું જ સ્વરૂપ કહે છે. जह मम न पियं दुक्खं, जाणि य एमेव सब्ब जीवाणं । न हणइ न हणावेइ य, सम मणईतेण सो समणो ।। १५४ ।।
જેમ મને દુઃખ પ્રતિકૂલ હોવાથી ગમતું નથી, તેવું જ સર્વ જીવોને દુઃખ પ્રતિકૂલ જાણીને પોતે જીવોને હણે નહીં. અને બીજા પાસે હણાવે નહીં. ચ શબ્દથી હણનારાઓને અનુમોદે નહિ. એમ જાણવું. એ પ્રમાણે સમ, અણ, એટલે સરખા ગણે. તેથી તે સમણ (શ્રમણ) જાણવો. | ૧૫૪ ||
नत्थि य सि कोइ वेसो, पिओ व सब्बेसु चेव जीवेसु । एएण होइ समणो, एसो अन्नोऽवि पज्जाओ ।। १५५ ।।
વળી સાધુઓને સર્વના ઉપર તુલ્યમન (એક ભાવ) હોવાથી કોઈ ઉપર દ્વેષ કે કોઈ ઉપર પ્રેમ નથી. તેથી તે સમયન (સરખા મન) વાળો હોવાથી આ શ્રમણ શબ્દનો બીજો પર્યાય થયો. // ૧પપ || तो समणो जई सुमणो, भावेण य जइ न होइ पावमणो । सयणे य जणेय समो, समो य माणावमाणेसु ।। १५६ ।।
તેથી શ્રમણ જે સુમન તે દ્રવ્ય મનને આશ્રયીને સુમન (સારા મનવાળો) હોય અને ભાવથી પણ સારા મનવાળો હોય. પણ પાપી ન હોવો જોઈએ. (તો તે શ્રમણ જાણવો) એટલે સગાં ઉપર
મ રાખે, તેમ બધા જીવ ઉપર પ્રેમ રાખે. અને માન અપમાનમાં સમપણું રાખે. (અહંકાર કે દીનતા ન કરે) || ૧૫૦ Iउरगगिरिजलणसागर, नहयलतरुगणसमो य जो होई । भमरमिगधरणिजलरुह, रविपवणसमो जओ समणो ।। १५७ ।।
'ઉંદર વગેરેથી ખોદેલા દરમાં સાપ રહે, પણ ઇચ્છિત ન ખોદી શકે, તેથી ગમે તેમ દુઃખથી રહેવું પડે. તથા કોમળ ચામડી છોલાય, ત્યાં કીડીઓથી પીડા પામે. તેથી સાપ એક દૃષ્ટિ રાખીને ચાલે. તે જ પ્રમાણે સાધુને પારકાના આપેલા ઘરમાં રહેવું, તે પણ કષ્ટ છે. તથા રાગ દ્વેષ થતાં કર્મબંધ થાય. તેથી બચવા માટે એક દૃષ્ટિ રાખી ચાલવું પડે, તેથી શ્રમણને ઉરગ (સાપ)ની ઉપમા આપી છે. તથા પરીષહ રૂપ વિગેરે પરીષહના પવનથી સાધુ ગિરિમાફક નિષ્કપ રહે. તથા તારૂપ તેજના પ્રધાનપણાથી, તથા અગ્નિમાં ગમે તેટલાં સૂકાં ઘાસ લાકડાં નાખે, તોપણ તૃષ્ણાવાળો જ હોય. અને બધાં ભક્ષણ કરે, તેમ સાધુ પણ સૂત્ર અર્થની રાત દિવસ આકાંક્ષાવાળો હોય. તથા સાધુને કહ્યું, તેવું એષણીય, અશન વિગેરેમાં જે સ્વાદિષ્ટ, અસ્વાદિષ્ટ મળે. તેમાં રાગદ્વેષ ન કરતાં તે વાપરે. તેથી અગ્નિની ઉપમા ઘટે છે. 'સાગરમાં ગંભીરપણું તેમ જ સાધુમાં જ્ઞાન વિગેરે રત્નોથી તે ગંભીર હોય છે. તથા સાગરની માફક મુનિમર્યાદા ન ઉલ્લંઘે. તેથી સાગરતુલ્ય છે. આકાશને થંભા વિગેરેનું અવલંબન નથી, તેમ મુનિને પણ કોઈનું અવલંબન ન હોય. માટે આકાશ જેવા છે. ઝાડને ફૂલ હોય. તથા પક્ષીઓને આશ્રય આપે તથા વાંસલા અને ચંદનમાં સમાન હોય. તે જ પ્રમાણે મુનિ મોક્ષનો , અર્થી. પ્રાણીમાત્રને આશ્રય રૂ૫, તથા શત્રુ મિત્રમાં સમાન ભાવ હોય, માટે તરૂગણ સમાન મુનિ હોય છે. ભમરો અનિયત (એક જગાએ ન રહે) તેવી વૃત્તિવાળો હોય છે. માટે મુનિને ભ્રમરની ઉપમા યોગ્ય છે.
[2]