SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन २ सामण्ण पुबग्गज्झयणं अध्ययन बीजुं | દુમ પુષ્પિકા અધ્યયન સમાપ્ત થયું. હવે શ્રમણ્ય પૂર્વક નામનું બીજું અધ્યયન કહેવાય છે. તેનો સંબંધ આ પ્રમાણે છે. પહેલા અધ્યયનમાં ધર્મપ્રશંસા કહી છે. અને તે અહીં જૈન શાસનમાં જ છે, પણ આ જગ્યાએ તે ધર્મનો સ્વીકાર કરતાં નવા સાધુને ધીરજ તે વખતે ન રહે, તો મોહ ઉત્પન્ન થાય. તેથી મોહમાં વૈર્યવાળા થઈ ચારિત્ર ન મૂકવું, તે કહે છે. जस्स धिई तस्स तवो, जस्स तवो तस्स सुग्गई सुलभा । जे अधिइमंत पुरिसा, तवोऽवि खलु दुल्लहो तेसिं ।। १ ।। જેને વૈર્ય છે, તેને તપ છે. અને જેને તપ છે, તેને સુગતિ સુલભ છે. અને જે પૈર્ય વિનાના છે, તેને તપ પણ ખરેખર દુર્લભ છે. ઉપર પ્રમાણે સંબંધ છે. તે આ બીજા અધ્યયનના પ્રથમ પ્રમાણે ચાર નિક્ષેપા કહેવા જોઈએ. અહીં જેવું નામ તેવા ગુણવાળું અધ્યયન હોવાથી ઉપક્રમાદિ દ્વારના સમૂહની (નામ નિષ્પન્ન નિક્ષેપા) વ્યાપ્તિના પ્રધાનપણાથી નામ નિષ્પન્ન નિક્ષેપાને નિર્યુક્તિકાર કહે છે. सामण्ण पूबगस्स उ निक्लेवो होइ नाम निप्फन्नो । सामण्णस्स चउक्को, तेरसगो पूब्वयस्स भवे ।। १५२ ।। શ્રમ સહન કરે, તે શ્રમણ, તેનો ભાવ તે શ્રમણ્ય, (સાધુપણું) છે. તેનું પૂર્વ કારણ શ્રામસ્ય પૂર્વક છે. સંજ્ઞામાં “ક” પ્રત્યય લાગે છે. સાધુપણાનું મૂળ કારણ શૈર્ય છે. તે સાધુપણાનું મૂળ છે. તે વૈર્ય મેળવવા (રાખવા)નું અધ્યયન છે. આ ભાવાર્થ છે કે – (કષ્ટ આવે ત્યારે સાધુએ પૈર્ય રાખી વ્રત છોડવું નહિ.) તેથી શ્રમણ્યપૂર્વકનો નામ નિષ્પન્ન નિક્ષેપો થાય છે. આ કયો છે ? આવો બીજો સાંભળ્યો નથી, આ સિવાય શ્રમણપણું બીજું સાંભળ્યું નથી, તેથી શ્રમણ્ય, પૂર્વક જ આ છે. તું શબ્દ સામાન્ય તથા વિશેષવાળા નામના વિશેષણ અર્થ છે. શ્રમણ્યપૂર્વક આ સામાન્ય છે. અને શ્રમણ્ય પૂર્વ એ વિશેષ છે. તે પ્રમાણે કહે છે. શ્રામયના ચાર, તથા પૂર્વક શબ્દના ૧૩ નિક્ષેપો થાય છે. જે ૧૫ર | નિક્ષેપાનું જ વર્ણન કરે છે. समणस्स उ निक्नेवो, चउक्कओ होइ आणुपुबीए । दब्बे सरीरभविओ, भावेण उ संजओ समणो ।। १५३ ।। શ્રમણ શબ્દનો નિક્ષેપો ચાર પ્રકારનો છે. તે શબ્દથી મંગળ વિગેરેનું પણ થાય. પણ અહિં શ્રમણ શબ્દ વડે અધિકાર છે. તે વિશેષ અર્થ છે. ચાર નિપા અનુક્રમે કહેવા, તેમાં નામ, સ્થાપના, પૂર્વપ્રમાણે જાણવા. દ્રવ્ય શ્રમણ બે પ્રકારના છે. તે આગમથી, અને નોઆગમથી. આગમથી જ્ઞાતા, પણ ઉપયોગ ન રાખે. અને નોઆગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર, તે બંન્નેથી જુદો અભિશાપના ભેદવડે દ્રમ (ઝાડ) માફક જાણવા. તે દ્રવ્યમાં ભવ્ય શરીર આ ત્રીજા પદ વડે ઓળખાવે છે. (પહેલા અધ્યયનની નિ.૩૪મી ગાથામાં અધિકાર જુઓ) ભાવશ્રમણ બે પ્રકારનો છે. આગમથી જ્ઞાતા, અને ઉપયોગ [1]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy