SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ न य उग्गमाइसुद्धं भुजंती महुयरा वष्णुवरोही । नेव य तिगुत्तिगुत्ता जह साहू निच्चकालंपि ।१३४। ટીકાનો અર્થ- તેઓ ઉગમાદિ દોષ રહિત ભોજન ખાતા નથી. 'આદિ' શબ્દથી ઉત્પાદન વિગેરે દોષો પણ પાળતા નથી. ભમરાની માફક જીવોના અહિતમાં વર્તે છતે સાધુઓની માફક ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત નથી પણ સાધુઓ નિત્યકાળ ત્રણ ગુપ્તિવાળા છે. ચરક વિગેરે તે જ્ઞાનથી શૂન્ય હોવાથી તેવા નથી. એટલે જૈન સાધુઓમાં જેવી જીવદયા છે તેવી તેમનામાં નથી. જેથી જે વાસ્તવિક સાધુઓ હોય તેજ સાધુ કહેવાય, તે બતાવે છે. ૫ ૧૩૪ ૫ कायं वायं च मणं च इंदियाई च पंच दमयंति । धारेति बंभचेरं, संजमयंति कसाए य । १३५ । ટીકાનો અર્થ- કાયા, વચન, મન, ઇંદ્રિઓ તેઓને સાધુઓ દમે છે. તેમાં કાયા વડે હાથ, પગ, શરીર સ્થિર પણે રાખી જીવોની દયા પાળતાં ઉભા થાય અને જાય આવે છે. વચનમાં નકામું વચન બોલતા નથી. પ્રયોજનમાં પણ એવું બોલે કે જીવોને પીડા ન થાય. એવું વિચારીને બોલે. મનમાં પણ કોઈનું બૂરું થાય અથવા વિષયની લાલસા થાય તેવું ધ્યાન ન ધરતાં મનના વિચાર પવિત્ર રહે તેમ કરે છે. પાંચ ઇંદ્રિઓ ને ઇષ્ટ અનિષ્ટ વસ્તુમાં રાગ દ્વેષ ન કરવા વડે કબજે રાખે છે. આ પાંચ મૂકવાનું કારણ એ છે કે સાંખ્ય મતવાળા ૧૧ ઈંદ્રિય માને છે. તેના નિષેધ માટે. તેઓની ૧૧ ઈદ્રિયો આ પ્રમાણે છે. જીભ, હાથ, પગ, ગુદા, લિંગ, મન અને પાંચ ઇંદ્રિઓ. જૈનો તે માનતા નથી. વળી સાધુ ભગવંતો સકલ ગુપ્તિનું પાલન કરીને બ્રહ્મચર્ય પાળે છે, તથા કષાયને દબાવે છે અને ઉદયમાં લાવવા દેતા નથી. આવેલા કષાયને નિષ્ફળ કરે છે એટલે ગમ ખાઈને પણ સાધુપણું આળે છે. ૫૧૩પા अध्ययन १ जं च तवे उज्जुत्ता, तेणेसिं साहुलक्खणं पुण्णं । तो साहुणो त्ति भण्णति, साहवो निगमणं चेयं । १३६ । ટીકાનો અર્થ- પૂર્વે કહેલા સ્વરૂપવાળા તપમાં આ કારણ વડે ઉદ્યમ કરનારા આ સાધુઓનું સંપૂર્ણ લક્ષણ છે. આ પ્રકારે મોક્ષને સાધે છે તે સાધુઓ. એથી સિદ્ધ થયું કે મોક્ષને સાધે તે સાધુ પણ ચરકાદિક નહી. આ નિગમન છે. આ દશ અવયવ કહ્યા. એના પ્રયોગને વૃદ્ધાચાર્યો આ રીતે બતાવે છે. 'અહિંસાદિ લક્ષણ ધર્મના સાધક તેજ સાધુઓ સ્થાવર જંગમ જીવોને પીડા ન આપવાના હેતુથી તેનાથી બીજાઓ તેવી જીવ દયા ન પાળે તેથી વિપક્ષ થયો. વિપક્ષ દિગંબર ભિક્ષુ ભૌતાદિની માફક, અહીં જેઓ સ્થાવર જંગમ ભૂતના વિનાશના ત્યાગી છે તે બન્નેમાં પ્રસિદ્ધ એવા પુરુષ માફક અહિંસાદિ લક્ષણવાળા ધર્મના સાધક જોયા. તે પ્રમાણે સાધુઓ સ્થાવર જંગમ જીવોના રક્ષક એ ઉપનય છે. તેથી સ્થાવર જંગમ જીવની રક્ષા તે વડે અહિંસાદિ લક્ષણ ધર્મના સાધક સાધુઓજ છે એ નિગમન પક્ષાદિ વિશુદ્ધિ આગળ કહી ગયા. માટે એ કહેતા નથી એ પ્રમાણે અર્થ અધિકારના બેવડાપણાથી પંચ અવયવ તથા દશ અવયવના વાક્યો વડે આ અઘ્યયન કહ્યું. હવે બીજી રીતે ભાંગા બતાવી દશ અવયવાળા વાક્ય વડેજ આખું અધ્યયન નિર્યુક્તિકાર કહે છે. ૫ ૧૩૬ u તે ૩ 'પન્ન 'વિમત્તી ૩ વિમત્તી વિવવઘ્ન વિશેહો । વિાંતો ગામંા તડિસેહો '°નિયામાં ચ ો?રૂડો ટીકાનો અર્થ- તે અવયવ પ્રતિજ્ઞા વિગેરે છે. તેમાં જ્ઞાનને આશ્રયી એ પ્રતિજ્ઞા એટલે (૧) કંઈ પણ વાત પોતાના મોઢેથી કહેવી આ પહેલો અવયવ. તે પ્રમાણે (૨) વિભાજન એટલે વિભક્િત. તેનોજ વિષય વિભાગ કહેવો, તે બીજો, તથા (૩) જાણવા યોગ્ય વિશિષ્ઠ ધર્મના વિષયને જે કહે તે હેતુ ત્રીજો ७७
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy