SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ રંધાતુ નથી. પણ એટલું વિશેષ છે કે ભમરા અદત્ત લે છે, મુનિ તેવું લેતા નથી. તેજ નીચલી ગાથામાં કહે છે. ૫ ૧૨૭૫ कुसुमे सहावफुल्ले आहारंति भमरा जह तहा उ । भत्तं सहावसिद्धं समणसुविहिया गवेसंति ॥ १२८॥ ટીકાનો અર્થ- 'ફૂલ જે સ્વભાવથી ખીલેલ છે તેમાંના રસને ભમરા પીએ છે. એવી રીતે કે ફૂલોને પીડા ન થાય. એવી રીતે ગૃહસ્થોએ ઉદ્ગમાદિ દોષ રહિત પોતા માટે કરેલ ઓદન વિગેરે ભોજન સાધુઓ (સારાં અનુષ્ઠાન કરનારા) શોધે છે. હમણાં કહેલો જે દોષ મધુકર જેવા એટલે ભમરામાં જે દોષ છે તે ત્યાગ કરવાની ઇચ્છાથી જ ત્યાં સુધી ઉપસંહાર કરાય છે તે કહે છે. ૫ ૧૨૮ ૫ उवसंहारो भमरा जह तह समणावि अवहजीवित्ति । दंतत्ति पुण पयंमी, नायव्यं वक्कसेसमिणं ॥ १२९॥ ઉપસંહાર એટલે ઉપનય. જેમ ભમરાઓ બીજાને પીડા ન કરનારા તેમ સાધુપણ એટલે અંશેજ છે (અર્ધી ગાથાનો અર્થ) ભમરાને સાધુની સરખામણી અને બાકીમાં ભમરાને સાધુમાં ભેદ છે, નાના પિંડરયા દંતા' એ સૂત્રકાર પોતે કહે છે. એટલે સાધુઓ જુદા જુદા ત્યાગ વૃત્તિના અભિગ્રહ ધારણ કરીને ઘેરઘેરથી થોડું થોડું ગ્રહણ કરીને આહારપિંડ લે છે. અથવા અંતપ્રાંત ભોજન જે લખું અને નીરસ હોય તેમાં સંતોષ ધરનારા અને ઈંદ્રિય દમન કરનારા છે રત અને દાંતનું સ્વરૂપ તપમાં નિશ્ચયે કહેલું છે. છતાં આ ગાથાની પાછલી અર્ધી ગાથામાં 'દાન્તા' કહ્યું તે ફરીથી શા માટે ? તેમાં વિશેષ કંઈ જાણવા જેવું છે તે કહે છે દાન્ત એટલે ઈરિયા સમિતિ વિગેરે પાળનાર ને કહે છે. ૫૧૨ા जह इत्थ चेव इरियाइएसु सव्वंमि दिक्खियपयारे । तस्थावरभूयहियं जयंति सम्भावियं साहू ॥ १३० ॥ ટીકાનો અર્થ- જેમ અહીંજ આ અધ્યયનમાં ભમરા માફક એષણા સમિતિમાં યત્ના કરે છે તેમ ઇરિયાસમિતિ વિગેરેમાં પણ તથા સર્વ સાધુના આચારમાં વર્તે છે એટલે કે ત્રસ, સ્થાવર જે જીવો છે તેમના હિતમાં વર્તે છે આ સદ્ભાવિક એટલે પારમાર્થિક કાર્ય સાધુઓ કરે છે. અન્ય આચાર્યો આ ગાથાના છેલ્લા બે પદને નિગમનમાં વ્યાખ્યાન કરે છે. તે જોઈએ તેવું સારૂં નથી તેથી કહે છે કે, ૫ ૧૩૦ા उवसंहारविसुद्धी, एस समत्ता उ निगमणं तेणं । वुच्वंति साहुणोत्ति (य) जेणं ते महुयरसमाणा ।१३१। ટીકાનો અર્થ- ઉપસંહાર વિશુદ્ધિ આ સમાપ્ત થઈ. હવે નિગમનનો અવસર છે તે સૂત્રમાં બતાવે છે. નિગમન એટલે દ્વારનો વિચાર. એટલે તેના વડે સાધુ કહેવાય. જે પ્રકાર વડે મધુકર જેવા છે એટલે કહેલા ન્યાય વડે ભ્રમર જેવા છે. ૫ ૧૩૨ । तम्हा दयाइगुणसुट्टिएहिं, भमरोव्य अवहवित्तीहिं । साहूहिं साहिउ त्ति, उक्किट्टं मंगलं धम्मो ॥ १३२ ॥ ટીકાનો અર્થ- તેથી દયા વિગેરે ગુણોમાં સારી રીતે રહેલા 'આદિ' શબ્દથી સત્ય વિગેરે સમજવાં તે વડે ભ્રમર માફક જીવદયાની વૃત્તિ વડે સાધુઓ સાધે છે. ઉત્કૃષ્ટ મંગળ એટલે પૂર્વે કહેલા નિર્દોષ ધર્મને સાધે છે. હવે નિગમન શુદ્ધિ કહે છે. ॥ ૧૩૨ ૫ निगमणसुद्धी तित्यंतरावि धम्मत्थमुज्जया विहरे । भण्णइ कायाणं ते जयणं न मुणंति न करेंति । १३३ । ટીકાનો અર્થ-નિગમન શુદ્ધિ કહે છે. અહીં વાદી કહે છે કે ચરક પરિવ્રાજક વિગેરે ધર્મને માટે ઉદ્યમ કરતા વિચરે છે તેને પણ સાધુ કહેવા. આચાર્ય ઉત્તર આપે છે 'તે ચરક વિગેરે સાધુઓ પૃથ્વીકાય વિગેરે છ કાયને બચાવવા યતના કરતા નથી તેમ તેવી વાતો બતાવનારા આગમને માનતા નથી. તેથીતેમને તેવું જ્ઞાન પણ નથી. તેથી તેઓ સાધુ નથી તે નીચે કહીશું. વળી. ॥ ૧૩૩૫ ७७
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy