SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ 1 ટીકાનો અર્થ- ભમરા ભમરીઓ ન આપેલ કુસુમ રસ લે છે અને સાધુઓ આપેલ લે છે. (મધુકરી શબ્દ સ્ત્રીના સંગ્રહ માટે છે) બીજા આચાર્યો કહે છે કે ભમરાની બધી જાતિ લેવા માટે છે ભમરા રસ પીએ છે તે ન આપેલો પણ પીએ પણ સાધુઓ ન આપેલું લેતા નથી. હવે સૂત્ર વડેજ ઉપસંહારની વિશુદ્ધિ કહે છે. તેમાં કોઈ શંકા કરે છે, 'દાણ ભરે સણે રયા.' એનો અર્થ એ થાય કે ભકિતવડે બોલાવીને આધાકર્માદિ દોષવાળું સાધુને આપે તેથી જીવોને પીડા થાય... અને સાધુ તે ન લે તો પોતાની આજીવિકા બંધ થાય. આચાર્ય ઉત્તર આપે છે ૧૨૪ वयं च वितिं लभामो न य कोइ उव्वहम्मइ । अहागडे सु रीयंते पुप्फे सु भमरा जहा॥४॥ અર્થ- અમે એવી વૃત્તિ લઈશું કે કોઈ જીવને પીડા ન થાય (ત્રણે કાળનો સંબંધ બતાવવા ક્રિયાપદ ભવિષ્યકાળનું મૂકયું છે). ગૃહસ્થોએ પોતાના માટે કરેલું હોય ત્યાં જ શુદ્ધ આહાર લેવા સાધુઓ હંમેશાં જાય છે.- જેમ ફૂલોમાં ભમરા જાય છે એ પૂર્વે કહેલું છે. ભ્રમર તુલ્ય નિર્દોષ વૃત્તિવાળા તત્ત્વને જાણનાર સાધુઓ પોતે અજાણપણે તથા મમત્વ રહિત થઈ ફરે છે. સૂ.સા . महु गारसमा बुद्धा, जे भवंति अणिस्सिया । - नाणापिंडरयादता, तेण वुच्चंति साहुणो ॥५ सूत्र ॥ ... तिमि पढमं दुमपुप्फि यज्झयणं समत्तं ॥११॥ મધુકર જેવા ભ્રમર સમાન તત્ત્વ ને જાણનારા કોણ? તો કહ્યું કે આ પ્રમાણે જે કુલાદિના આશ્રિત વગર નાના પ્રકારના આહારાર્થે અને ઈન્દ્રિયને દમનારા જે આહાર માટે ફરે છે તે જ સાધુઓ કહેવાય છે. સૂ. ૫. આ પ્રમાણે સુધર્માસ્વામીએ કહ્યું કે મેં ભગવાનની પાસે સાંભળેલું હે જંબુ તને કહું છું. મારી પોતાની બુદ્ધિથી નહીં. આ પ્રમાણે પ્રથમ અધ્યયન દ્રુમપુપિકા નામનું પૂર્ણ થયું. અહીં વાદી કહે છે अस्संजएहिं भमरेहिं, जड़ समा संजया खलु भवंति । एवं (य) उवमं किच्चा, नूणं अस्संजया समणा ॥१२५॥ ટીકાનો અર્થ- અસંયત એવા ભમરા તેના બરોબરજ સાધુઓ હોય છે તો તે પણ સાધુ અસંશી જાણવા. આવી ઉપમા આપવાથી એ સિદ્ધ થાય છે કે ભમરા જેવા સાધુ અસંયત છે. આચાર્ય ઉત્તર આપે છે કે તમારું કહેવું અયોગ્ય છે. સૂત્રમાં કહેલા વિશષણવડે તિરસ્કાર કરવાથી, તેજ પ્રમાણે બદ્ધ શબ્દ એ ભમરાને લાગુ નથી પડતો, પણ અનિશ્ચિત ગ્રહણ કરવાથી સાધમાં સંયતપણું અને ભમરામાં નહિ. (આ ભમરાની તુલના ફકત ફૂલને પીડા ન દેવી તેટલીજ સમાનપણાવાળી જાણવી) નિયુકિતકાર પણ કહે છે. ૧૨પા उवमा खलु एस कया पुवुत्ता देसलक्खणोवणया । अणिययवित्तिनिमित्तं, अहिंसअणुपालणट्टाए ॥१२६॥ ટીકાનો અર્થ- મધુકરની તુલનામાં પૂર્વે કહ્યા મુજબ અંશ માત્ર સમાન છે એ ઉપનયથી જેમ ચંદ્રમુખી કન્યા તેમ અહીં એક જગ્યાએ પડી ન રહેવું. જુદી જુદી જગ્યાએ ફરીને ગોચરી લેવી. તેટલીજ ભમરાની ઉપમા છે અને તે દયા પાળવા માટે છે. આ તે કહેશે જ તૃતીયાના અર્થમાં પાંચમી વિભકિત જાણવી).૧૨ - जह दुमगणा उ, तह नगरजणवया पयणपायणसहावा । जह भमरा तह मुणिणो नवरि अदत्तं न भुंजंति ।१२७ । - ટીકાનો અર્થ- વૃક્ષનો સમૂહ પુષ્પફળને કુદરતી આપે છે. એજ પ્રમાણે નગરના લોકો પોતાની મેળે પોતાના માટે કુદરતી રાંધનારા છે, અને ભમરા માટે ઝાડ જેમ ફૂલવાળાં થતાં નથી તેમ મુનિઓ માટેજ o૫
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy