SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ चलनकम्मगई खलु पडुच्च संसारिणो भवे जीवा । पोग्गलदव्वाइं वा विहंगमा एस गणसिद्धी ॥१२॥ ટીકાનો અર્થ- ચાલવું તે વડે કર્મ ગતિ તેમાં વિશેષ શું? એટલે લોકમાં જે ગમન આગમન થાય છે તે ચલન અને કર્મ શબ્દ વડે અહીં ક્રિયા. તે ચલન અને ગતિ એ બે જોડી દેવાં. એમાં ગતિનું વિશેષણ જે ક્રિયા છે તે ક્રિયા વિશેષણ જાણવું. શા માટે? તો કે વ્યભિચારનો દોષ આવે છે, તેથી જો તેમ ન લઈએ તો નરકાદિક પણ ગતિ થાય છે તે બે ભેગી થઈ જાય. તેવી રીતે ક્રિયા પણ ખાવાવિગેરેની અનેક પ્રકારની છે તેથી ચલન શબ્દ વિશેષ મૂક્યો. એ બે વડે ચલન નામની કર્મ ગતિજ લેવી અનુસ્વાર નકામો છે. ખલુનો અર્થ જ કાર છે. તે એમ. સૂચવે છે કે ચલન કર્મ ગતિજ લેવી પણ વિહાય ગતિ ન લેવી. તેને આશ્રયીને સંસરણ એટલે સંસાર. એટલે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ યુકત જીવોનું ગમન તે સંસારી એટલે એમાંથી સિદ્ધોને છોડી દીધા. 'ભવ' શબ્દ અહી થાઓ એવા અર્થમાં છે. જીવ એટલે ઉપયોગાદિ લક્ષણ જેમને છે. એ બધાનો સામટો અર્થ એ છે કે ચલન કર્મગતિને આશ્રયી સંસારીજીવો વિહંગમ થાય છે. વિહમ્ એટલે આકાશમાં ચાલે છે. પોતાના બધા આત્મપ્રદેશ સાથે તે વિહંગમ કરે છે. તે પ્રમાણે પુગલ દ્રવ્ય વિગેરે છે. પૂરણ એટલે પુરાવું અને ગલન એટલે ગળી જવું. એ બે ધર્મ જેને છે તેને પુગલ જાણવું. એવું જે દ્રવ્ય તે પુદ્ગલ દ્રવ્ય. દ્રવ્ય લેવાનું કારણ કે વિપ્રતિપત્તિ (અવિશ્વાસ) દૂર કરવા માટે. તે પ્રમાણે આ પુદ્ગલનો કેટલાક વાદી વડે અદ્રવ્ય તરીકે સ્વીકાર થાય છે. તેઓ કહે છે કે બધા ભાવો–આત્મામાં રહે છે. એથી ૫ગલોનું ખરી રીતે સત્તાપણું બતાવવા દ્રવ્ય તરીકે ગ્રહણ કર્યું છે. 'વા' શબ્દનો અર્થ વિકલ્પ વાચક છે. એટલે પુદ્ગલ દ્રવ્ય અથવા સંસારી જીવ વિહંગમ તરીકે જાણવા. તેમાં જીવોને આશ્રયીને અનુકૂળ અર્થ બતાવ્યો. અને પુદ્ગલો આકાશમાં જાય છે એટલે વિહંગમ. આ પુદ્ગલનું જવું પોતાની મેળે તથા પારકાથી પણ સંભવે છે. અહીં પોતાની મેળે જાય છે તે વિહંગમ (પરમાણું તથા સૂક્ષ્મ સ્કંધો ચૌદ રાજલોકમાં પોતાની મેળે જાય છે.) અથવા પ્રાકૃત શૈલી વડે જીવની અપેક્ષા વડે કહેલ છે. બીજી રીતે દ્રવ્ય પક્ષમાં વિહંગમ એમ કહેવું. આ ભાવ વિહંગમ છે કારણ કે ગુણ સિદ્ધિને અનુકૂળ સંબંધ છે. અથવા પ્રાકૃત શૈલી વડે બીજી રીતે ઉપન્યાસ કર્યો. આ પ્રમાણે ગુણ સિદ્ધિ વડેજ ભાવ વિહંગમ કહ્યો અને સંજ્ઞા સિદ્ધિ વડે કરે છે. सन्नासिद्धिं पप्पावि हंगमा होति पविखणो सब्बे । इहई पुण अहिगारो विहासगमणेहि भमरेहिं, ॥१२२॥ ટીકાનો અર્થ- સંજ્ઞાન એટલે સંજ્ઞા નામ રૂઢી એ પર્યાયો છે. તેનાવડે સિદ્ધિ. એમાં સંજ્ઞાનો સંબંધ જાણવો. તેને આશ્રયી આકાશમાં જાય તે, વિહંગમ. કયાં? ઉત્તર-પાંખો જેમને હોય તે પંખી. તે હંસ વિગેરે બધાં જાણવાં. જો કે પુદ્ગલ વિગેરે આકાશમાં જાય છે છતાં લોકમાં પક્ષીઓનેજ વિહંગમ કહેવાય છે. આવી રીતે અનેક વિહંગમ બતાવીને આપણી ચાલુ વાતમાં ઉપયોગ બતાવે છે. આ સૂત્રમાં ફકત વિહાય ગમન ભમરાનું જોયું છે માટે તે લીધું છે. (પુનઃ શબ્દ અવધારણ માટે છે એટલે તેનો અર્થ ભમરાને લેવો તે અહી પ્રયોજન છે. બીજે સ્થળે વિહંગમનો શબ્દ ગમે ત્યાં જેમ વપરાય તેમ લેવો પણ અહીં ન લેવો. ૧રરા दाणेति दत्तगिण्हण भत्ते भज सेव फासुगेण्हणया । एसणतिगंमि निरया, उवसंहारस्स सुद्धि इमा ॥१२३॥ ટીકાનો અર્થ– દાન લેવું એટલે આપેલું લેવું. ન આપેલું ન લેવું. 'ભકત' એટલે 'ભજ) ધાતુ સેવવાના અર્થમાં છે તેનું ભૂતકૃદંત ભકત થાય છે ભજુ એટલે વાપરવું– ભોગવવું અને અર્થ એટલે અહીં પ્રાસુક લેવું એટલે આધાકર્મ આદિ રહિત લેવું પણ બીજાં નહિં. એષણા શબ્દનો અર્થ ગવેષણા વિગેરે ત્રણેમાં લેવાનો છે. તેમાં સાધુ ઉપયોગવંત હોય. આ ઉપનય વિશુદ્ધિ જાણવી. તેનું લક્ષણ હવે કહે છે. આ ૧૨૩ अवि भमरमहुयरिगणा, अविदिन्नं आवियंति कुसुमरसं । समणा पुण भगवन्तो नादिन्नं भोत्तुमिच्छन्ति ॥१२४॥ ૧. ઉત્તરા૦ અ. ૨૪ ગાથા ૨/૧૧/૧૨
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy