SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ મૂકયું તે કહ્યું. તેથી એમ કહ્યું કે એનો સંબંધ તે વિહંગમ તેના વડે તેની સાથે અહીં જાણવો. એનો ખરો અર્થ આ છે. તેના વડે વિહંગ એટલે આકાશ તે આકાશ વડેજ ગુણ સિદ્ધિ વડેજ અનુકૂળ અર્થવાળો સંબંધ તેના વડે વિહંગમ. શું કહેવું છે તે કહે છે. તેમાં રહેલો લોક એટલે એના વડે આકાશનો વિચાર થયો. તે આકાશમાં આ લોક રહેલો છે. પ્રતિષ્ઠિત એટલે પ્રકર્ષે (હંમેશા) રહેલ છે. એથી એમ જાણવું કે રહ્યો અને રહેશે પણ કોણ રહેશે ? તો કે આકાશમાં લોક રહેશે. લોક એટલે શું? તો કે કેવળજ્ઞાન ધારણ કરેલા સૂર્ય સમાન કેવળી તેને જાવે છે, તેથી તે લોકઅહીંધમસ્તિકા વિગેરે કાળસિવાયના પાંચ અસ્તિકાય છતાં લોકને ધારણ કરનાર આકાશાસ્તિકાય આધાર આપનાર હોવાથી તે પહેલાં કહી ગયા. બાકીના ચાર રહ્યા, તે લેવા. જેથી નિયુકિત કારે કહ્યું કે તેમાં રહેલા લોક તે વિહંગમ છે. તે વિહંગમ અર્થાતુવિહે એટલે આકાશમાં અને ગતઃ એટલે ગયો, જાય છે અને જશે તે વિહંગમ ગમ્' ધાતુનો અર્થ અહીં રહેવાના અર્થમાં લીધો છે. એટલે ભાવાર્થ એ લેવો કે ત્રણે કાળ રહેશે. તે ચાર અસ્તિકાય રૂપ લોક આ ભાવ વિહંગમ આ એક પ્રકારે ભાવ વિહંગમ કહ્યો. હવે બીજે પ્રકારે ગુણ સિદ્ધિને આશ્રયી કહે છે ગતિ બે પ્રકારની છે. 'વા' શબ્દનો છુપો ઉપન્યાસ છે. તે આ પ્રમાણે જાણવો. ગતિ બે પ્રકારની તેમાં ગમન તે જવું અથવા જે વડે જાય તે ગતિ. ચાલવું લક્ષણ હવે પછી કહે છે. તે કહે છે. ૧૧-ભા છે भावगई कम्मगई भावगई पप्प अत्थिकाया उ । सब्वेविहंगमा खलु, कम्मगईए इमे भेया ॥११९॥ ટીકાનો અર્થ- ત્રણે કાળમાં હોય, થાય એ ભાવ અથવા તેમાં પોતાના ઉત્પાદ, વિરમ અને ધ્રુવ એ ત્રણ પરિણામ વિશેષ તે ભાવ એટલે અસ્તિકાય. તેઓની ગતિ અર્થાતુ પરિણામ વૃત્તિ તે ભાવ ગતિ તેજ પ્રમાણે કર્મ ગતિ જાણવી. કરાય તે કર્મ. તે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનું છે. (પારિભાષિક એટલે આ શબ્દ જૈનમાં જ વપરાય છે). અથવા ક્રિયા અને તેની ગતિ તે કર્મ ગતિ. અથવા જે વડે જવાય તે ગતિ. તે ભવ્ય ગતિને પામીને અસ્તિકાય. અહીં ભાવ ગતિ પૂર્વ માફક છે તેને શું કરે તે કહે છે. જે ધર્માસ્તિકાય વિગેરે અસ્તિકાય છે તે ભાવ ગતિને પામીને સર્વે વિહંગમ એટલે ચાર પૂર્વે કહેલા અસ્તિકાયતે પાંચમા આકાશ વિષે રહેલ છે અને પોતાની સત્તાને કાયમ રાખે છે. તે એક વિહંગમ એટલે તે સદાકાળવિહંગમજ છે પણ તેનું વિહંગમપણું ન જાય (એમાં કર્મ ગતિ ન લીધી પણ પોતાના સ્વરૂપની ભાવ ગતિ લીધી). કર્મ ગતિ પૂર્વે કહેલી તે અર્થવાળી છે તેના બે ભેદ કહેવાના છે તે કહે છે.૧૧લા विहगगई चलणगई कम्मगई उ समासओ दुविहा । तदुदयवेययजीवा, विहंगमा पप्प विहगगई ॥१२०॥ : ટીકાનો અર્થ- જેના વડે નામ કર્મવાળી પ્રકૃતિ વડે પ્રાણીઓ આમ તેમ જાય તે ગતિ. આકાશમાં ગતિ એટલે વિહાયોગતિ. આ એક નામ કર્મની પ્રકૃતિ છે. તે પ્રમાણે ચલન ગતિ એટલે ચાલવું. એક સ્થાનથી બીજે ઠેકાણે જવું.'સ્પંદન'શબ્દ પણ તે માટે વપરાય છે. ચાલવાની ગતિ તે ચલન ગતિ. એટલે જા, આવ, એમ જાણવું. કર્મ ગતિ ટુંકમાં બે પ્રકારે છે, તે કર્મ ગતિજ લેવી પણ ભાવ ગતિ ન લેવી કારણ કે તે એકજ રૂપે આગળ કહેવાઈ છે. હવે પૂર્વે વિહાય ગતિ કહી ગયા તેને વેદનારા અને નિર્જરા કરનારા તથા ભોગવનારા જીવો એટલે તે બતાવે છે કે વિદાય ગતિનો ઉદય થવાથી તે ઉદયમાં આવે તેને જીવો ભોગવે છે. તે ઉદયને વેદનારા જે જીવો તે અહીં લેવા. (વિહંગમનો આ અર્થ છે). વાદીની શંકા તે ઉદયનેજ વેદનારા જીવો એ કહેવું એવું જે વિશેષણ તે નકામું છે. આચાર્ય કહે છે–'એમ જીવોનું વેદકપણું કહેવું તે યોગ વડે સફળ છે, કારણ કે અવેદક સિદ્ધો છે. અહીં વિહાયોગતિ નામ પ્રકૃતિ જે છે તે પ્રાપ્ત કરીને અહીં વિહે એટલે વિહાયોગતિના ઉદયથી ઊંચે જાય છે તે વિહંગમ. શું પામીને તે કહે છે. પૂર્વે કહેલી વિહાય ગતિ તે પામે છે. અહીં વિપર્યસ્ત સમજવું કેવિહાય ગતિને પામીને તે ગતિનો ઉદય થવાથી તે વેદક જીવો વિહંગમ તરીકે લેવા. આ એક કર્મ ગતિ થઈ. હવે બીજી કહે છે. ૧૨૦ ૧. આઠકર્મ-(૧) જ્ઞાનાવરણીય(૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭)ગૌત્ર (૮) અંતરાય. ૦૩
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy