SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १. धारेइ तं तु दव्वं, तं दवविहङ्गमं वियाणाहि । भावे विहंगमो पुण, गुणसन्नासिद्धिओ दुविहो ॥११७॥ ટીકાનો અર્થ આત્માની અંદર જે ધારણ કરે તે દ્રવ્ય એનાવડે પૂર્વે બાંધેલાં કર્મ જાણવાં. જે હેતુવડે ભવિષ્યમાં ભમરાની જાતિમાં ઉત્પન થશે. તુ શબ્દ જ અર્થમાં છે અને અસ્થાને યોજાયેલો છે. તે આ પ્રમાણે જાણવું કે ધારે છે એટલે જ્યારે ત્યારે દ્રવ્ય વિહંગમ થાય. પણ તે કર્મ ભોગવ્યું નથી એમ સૂચવ્યું છે. દ્રવ્ય એટલે અહીં કર્મ પુદ્ગલ દ્રવ્યને લેવું, પણ આકાશાદિ નહિ, કારણ કે તે અમૂર્ત હોવાથી ધારણ કરવાને અયોગ્ય છે. અને સંસારી જીવને કંઈક અંશે મૂર્ત પણું હોવાથી આપણી ચાલતી બાબતમાં તે આકાશનો ઉપયોગ નથી. તેજ પ્રમાણે કહે છે કે જે આ બીજા ભવમાં લઈ જવાને વિહંગમપણાને પ્રાપ્ત કરાવે તેજ અહીં ચાલતી વાતમાં લેવું. બીજા સંસારી જીવ તેમ નથી (એટલે તે કર્મજ તેને બીજી ગતિમાં લઈ જાય). તે દ્રવ્ય વિહંગમને અધિકાર તે પુદ્ગલ દ્રવ્યને જે ધારે તે દ્રવ્ય વિહંગમ (ગાથામાં જ્યાં જે આવ્યું હોય તેની સાથે તે ન લખેલ હોય તો પણ તે લેવો કારણકે બન્ને સાથે રહે છે) તે દ્રવ્ય અને વિહંગમનો સમાસ કરીએ તો દ્રવ્ય વિહંગમ થાય. અહીં દ્રવ્ય તે જીવજ છે. પણ તે કર્મ યુગલને સાથે લેવાથી વિહંગમ પર્યાયથી ઓળખાય છે. હવે વિહંગમ તે કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે તેને અનેક પ્રકારે જાણો. આગમથી જ્ઞાતા ઉપયોગ ન રાખે તેથી તે દ્રવ્ય વિહંગમ કહેવાય. હવે ભાવ વિહંગમ કહે છે. ભાવ શબ્દ ઘણા અર્થમાં છે. કોઈ ઠેકાણે તે દ્રવ્ય વાચક છે. જેમકે અછતા (અસતુ) ભાવનો જગતુમાં ફકત કોઈ શબ્દ નથી ભાવ દ્રવ્યનું તે દ્રવ્ય વસ્તુનું છે એમ જાણવું. કોઈ જગ્યાએ શુક્લાદિમાં પણ ભાવ શબ્દ વર્તે છે. જેમકે જે જે પદાર્થ જે જે ભાવને પરિણમે છે વિગેરે જે જે શુકુલાદિ ભાવોને પામે છે તે લેવું. કોઈ જગ્યાએ ઔદયિક વિગેરે ભાવમાં પણ વર્તે છે. જેમકે ઔદયિક ઉપશમિક વગેરે એ પ્રમાણે કહીને છ પ્રકારના ભાવો બતાવે છે તેમાં ઔદયિક ભાવજ દેખાય છે. તેથી ભાવ લોક છે. એટલા માટે અનેક અર્થવાળી વૃત્તિવાળો ભાવ શબ્દ છે છતાં અહીં ઔદાયિકાદિક વર્તમાનમાં (ચાલુ વાતમાં) અત્રે લીધેલ છે. થયું એટલે ભાવ અથવા જેમાં થાય છે તે ભાવ. આ ભાવમાં એટલે કર્મ ઉદય આવે ત્યારે. અહીં વિહંગમ એટલે શું? પુનઃ શબ્દ વિશેષ સૂચવે છે. એટલે એમ સમજવું. કે પૂર્વે કહેલા જીવથી તદ્દન અન્ય જીવ છે એમ નહિ પણ તેજ જીવ લેવો. તેજ પુદ્ગલ લેવા. એટલે તે જીવને તે ઉદયમાં આવે તે લેવું. ગુણ અને સંજ્ઞા એ બે જોડવાથી ગુણસંજ્ઞા થાય. ગુણ એટલે અનકૂળ અર્થ, સંજ્ઞા એટલે પારિભાષિક (ઓળખવા માટે જે નામ કહે તે) તે બળના વડે જે સિદ્ધ થાય તે ગુણ સંજ્ઞા સિદ્ધિ કહેવાય. અહીં સિદ્ધિ શબ્દ છે તે સંબંધ બતાવે છે લોકમાં પણ સિદ્ધિ થાઓ એથી એમ જણાય છે કે એના મનમાં જે ધાર્યું તો તેજ સિદ્ધ થાઓ. એ પ્રમાણે તે ગુણ સંજ્ઞાની સિદ્ધિ વડે આપણો હેતુ શું છે તે કહે છે. બે પ્રકારે એટલે ગુણ સિદ્ધિ વડે એટલે અનુકૂળ અર્થના સંબંધ વડે તથા સંજ્ઞા સિદ્ધિ એટલે યદ્રચ્છા અભિધાન યોગ વડે જાણવું. વાદી કહે છે જો એમ છે તો આવી રીતે બે પ્રકાર ન કહો. કારણકે ગુણ સંજ્ઞા સિદ્ધિ છે તે બે પ્રકાર સમજાઈ જશે.' આચાર્ય કહે એમ નહિ. આ બે પ્રકાર વડેજ અમારે કહેવું છે. એટલે આગમથી અને નોઆગમ વિગેરે એ બે ભેદ નહિ એ બતાવવા અમારે જણાવવું છે. તેમાં ઉદ્દેશને આશ્રયીને નિર્દેશ એ ન્યાયને આશ્રયી ગુણ સિદ્ધિ વડે જે ભાવ વિહંગમ છેતે કહે છે. ૧૧૭ विहमागासं भण्णइ गुणसिद्धी तप्पइट्टिओ लोगो । तेण उ विहङ्गमो सो भावत्यो वा गई दुविहा ॥११८॥ ટીકાનો અર્થ- વિહ એટલે જીવ પદ્ગલને છોડવા એટલે તે પુગલો સ્થિતિના ક્ષય વડે પોતાની મેળેજ તે આકાશ પ્રદેશોથી ખરે છે અને ખરંતાને છોડે છે. શરીર પણ મળ, ગંડોલક (કીડા) વિગેરે છોડે છે એમાં એવો સંદેહ ન થાય, એટલા માટે અહીં આકાશ શબ્દ લીધેલ છે. પણ શરીરાદિ છોડે એ ન લેવું. સંજ્ઞા શબ્દ હોવાથી આ ખુલાસો થાય છે. આકાશ એટલે દીપવું, એટલે પોતાના ધર્મમાં રહેલા આત્મા વિગરે જેમાં દીપે તે આકાશ શું રહે છે? એ ક્રિયાના ખુલાસા માટે કહે છે 'ગુણ સિદ્ધિ' આ પદ ગાથા ભંગના ભયથી અસ્થાને
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy