SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन ? ગોચરી કરતાં રાગ દ્વેષ કરેતો, સંયમ કાંતો બળી જાય અને કાંતો કોલસા જેવું કાળું થાય. અહીં કહે છે. મનયોગ, સંયમયોગ સાધવાને માટે સાધુઓ આહાર લે છે પણ પુષ્ટ થવા કે સુંદર દેખાવડા થવા માટે નહિ. ૧૧પા नवकोडी परिसुद्धं, उग्गमउप्पायणेसणासुद्धं । छट्ठाणरक्खणट्टा, अहिंसअणुपालणट्टाए ॥१॥ અર્થ- Aનવ કોટિ પરિશુદ્ધિ તે નવકોટિ આ પ્રમાણે છે, (૧) ન હણાવે, (૨) ન હણાવે, (૩) ન હણતાને અનુમોદે (૪) ન ખરીદ કરે, (૫) ન ખરીદવે (૬) ન ખરીદતાને સારૂં જાણે; (૭) ન રાંધે, (૮) ન રંધાવે, (૯) ન રાંધતાને ભલું ગણે. એ નવોટિથી શુદ્ધ તથા ઉદ્ગમ, ઉત્પાદન, એષણા શુદ્ધિ એટલે ખરી રીતે સકલ ઉપાધિ વિશુદ્ધ કોટિનું ખ્યાપનજ (બતાવવું) જાણવું. આવું પણ શા માટે સાધુખાય તે કહે છે. છ બાબતોના રક્ષણ માટે. તે આ પ્રમાણે वेयणवेयावच्चे इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए छटुं पुण धम्मचिंताए ॥१॥ ૧. ભૂખની વેદના દૂર કરવા. ૨. નાના મોટા સાધુઓની વૈયાવચ્ચ કરવા. ૩. ઈરિયા સમિતિનું પાલન ૪. સંયમનું રક્ષણ કરવા. ૫. જીવન નિર્વાહ કરવા. દ ધર્મ ચિંતન તે પણ બીજા ભવમાં પ્રશસ્ત ભાવનાના અભ્યાસથી અહિંસાનું પાલન કરવા માટે તે પણ કહ્યું છે. આહાર ત્યાગથી અભાવિતમતિનો દેહત્યાગ ભવાંતરમાં પણ અહિંસા માટે થતો નથી જ્ઞાનવિના એકલા આહાર ત્યાગથી મોક્ષ થતો નથી એટલે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આહારની જરૂર છે. તે ૧૧૫ . दिटुंतसुद्धि एसा उवसंहारो य सुत्तनिदिष्ठो । संति विज्जंतित्ति य, संति सिद्धिं च साहेति ॥११६॥ ટીકાનો અર્થ- દૃષ્ટાંત શુદ્ધિ કહો ઉપસંહાર એટલે ઉપનય સૂત્રમાં કહ્યો છે. તે સૂત્ર આ પ્રમાણે છે.૧૧ एमए समणा मुत्ता जे लोए संति साहुणो । विहंगमा व पुष्फेसु, दाण-भत्तेसणे रया ॥ ३ ॥ Bઆ પ્રમાણે પ્રત્યક્ષ વિહાર કરતાં શ્રમણ તપસ્વીઓ દેખાય છે. આ શ્રમણમાં બીજા પણ ગણાય. કારણ કે પાંચ પ્રકારના શ્રમણ છે. ૧. જૈન, ૨. બુદ્ધ, ૩. તાપસ, ૪. બાવા, ૫. ગોશાળક વગેરે તેથી કહે છે કે અહીં ફકત તેજ કે જેઓ બાહ્ય અત્યંતર ગ્રંથ (દ્રવ્ય વિગેરે)થી મુકત હોય અને લોક એટલે અઢીદ્વીપ અને બે સમુદ્રમાં વિદ્યમાન હોય એટલે મનુષ્યની વસ્તી આટલામાં છે અને ત્યાં હંમેશા હોય છે. સાધુઓ જ્ઞાનાદિ રત્નને સાધે છે તેથી સાધુ કહેવાય. તે લેવા, અહીં વાદી કહે છે. તમે મુકત વિશેષણ આપ્યા પછી સાધુ શબ્દની જરૂર નથી તેથી અયુકત છે. ઉત્તર 'અહીં વ્યવહારથી નિદ્વવો પણ મુકત કહેવાય. છતાં તેને સાધુ ન ગણ્યા. આટલો ભેદ પાડવા માટે અહીં સાધુ શબ્દ લેવો એ ઠીક છે અથવા બીજી રીતે કહીએ છીએ કે લોકમાં જે સાધુઓ છે તેજ અહી ઉદ્દેશ છે તેથી એમ જાણવું કે લોક એટલે સમયક્ષેત્ર ત્યાંજ સાધુઓ છે બીજે નહિ. તેઓ શાંતિ તેજ સિદ્ધિને સાધે છે તેથી શાંતિ સાધુ. ('સન્સિ' ક્રિયાપદનો માગધી શબ્દ હતો તેને બદલે શાંતિ વિશેષણ તરીકે લીધું). તે નિયંતિકાર કહે છે કે શાંતિ સિદ્ધિને સાધે એમ ઉપર કહી ગયા તેજ જાણવું. વિહંગમ જે મૂળ માં શબ્દ છે એટલે ભમરા તેઓ ફૂલોમાંથી દાન ભોજન લેવામાં રકત છે. તેમ સાધુ લે અહીં એટલું વિશેષ છે કે સાધુ આપેલુંજ લે, અને ભમરા એમને એમ લે. વળી સાધુ આપેલું તે પણ પ્રાસુક હોય તો લે; આધાકર્મી વિ ન લે. એષણા શબ્દથી ગવેષણા વિગેરે ત્રણે લેવી. તે (નિર્દોષ)માં સાધુઓ રફત હોય છે. આ સૂત્રનો અર્થ ટુંકાણમાં છે. ખુલ્લો અર્થ સૂત્ર સ્પર્શિક નિર્યુકિત કહે છે. તેમાં પણ વિહંગમ શબ્દથી વ્યાખ્યા કહે છે. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના વિહંગમ છે. તેમાં પ્રથમ દ્રવ્ય વિહંગમને કહે છે . મુ. ૩ A સ્થાનાંગ ૯૩૦ B દશા ચાર ભાગ ૧. –સૂત્ર કતાંગ ૧-૧૧-૧૧.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy