SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन 3 अत्थि बहू वणसंडा भमरा जत्थ न उवैति न वसति । तत्थडवि पुष्पंति दुमा, पगई एसा दुमगणाणं ॥ १०६ ॥ ટીકાનો અર્થ- ઘણા વન ખંડો છે. જ્યાં ભમરા જતા નથી છતાં પણ તે ફળે છે તેથી સિદ્ધ થયું કે પોતાના સ્વભાવે ઝાડ ફળે છે. અહીં કહે છે. ૫ ૧૦૬ u जइ पगई कीस पुणो सव्वं कालं न देंति पुप्फफलं । जं काले पुष्पफलं, दयंति गुरुराह अत एव ॥१०७॥ पतई एस दुमाणं, जं उउसमयम्मि आगए संते । पुष्पंति पायवगणा फलं च कालेण बंधंति ॥ १०८ ॥ ટીકાનો અર્થ- પ્રકૃતિ સર્વ કાળ પુષ્પ ફળ શું નથી આપતી એવી આ શંકા કરીને કહે છે. જેનાવડે જે કાળમાં પુષ્પફળ આપે છે. તે શામાટે સર્વકાળ નથી આપતા અને ચોક્કસ કાળેજ આપે છે ? ગુરુનો ઉત્તર-એ હેતુથી જ ઋતુ સમયમાંજ એટલે વસંતાદિમાં ઝાડના સમુદાય ફળે છે તથા કાળે કરીને ફળ થાય છે. તે જો ન સ્વીકારીએ તો નિત્ય થવાં જોઈએ. હવે ચાલતી વાતમાં અર્થ યોજના કરતાં કહે છે ! ૧૦૭–૮ ૫ किंनु गिही रंधंती, समणाणं कारणा अहासमयं । मा समणा भगवंतो किलामएज्जा अणाहारा ॥ १०९ ॥ ટીકાનો અર્થ- વાદીની શંકા હતી કે ગૃહસ્થો સાધુઓ માટે યોગ્ય વખતે રાંધે છે કે સાધુઓ ભૂખથી દુઃખી ન થાય. આ અભિપ્રાય નથી એ અહીં કહે છે. ૫ ૧૦૯૫ समणऽणुं कंपनिमित्तं पुण्णनिमित्तं च गिहनिवासी उ । कोइ भणिज्जा पागं करेंति सो भण्णइ न जम्हा ॥ ११० ॥ कंतारे दुब्भिक्खे आयंके वा महइ समुप्पन्ने । रत्तिं समणसुविहिया सव्वाहारं न भुंजंति ॥ १११ ॥ अह कीस पुण गित्या रत्तिं आयरतरेण रंधंति । समणेहिं सुविहिएहिं चउव्विहाहारविरएहिं ? ॥ ११२ ॥ ટીકાનો અર્થ- સાધુઓ તરફ અનુકંપા તેને માટે. કારણ કે તેઓ સોનું ચાંદી વિગેરે લેવાવડે આપણને અનુકંપા કરતા નથી. એવું માનીને ભિક્ષા આપવા માટે પાક બનાવે કે સાધુઓની અનુકંપા થાય. તે પ્રમાણે સામાન્ય રીતે પુણ્ય નિમિત્તેજ ગૃહસ્થો પાક કરે છે. એવું કોઈ કહે તેનો ઉત્તર. એવું શા માટે નથી તે કહે છે સાધુઓ કાન્તાર (જંગલ) દુકાળ તથા તાવ વિગેરેમાં તથા રાત્રિમાં એવા મોટા કષ્ટમાં જે શ્રેષ્ઠ છે તે ભાત વિગેરે કેમ ખાતા નથી ? જોકે વખતે ગૃહસ્થો રાત્રિમાં મોટા આદરથી રાંધે છે પણ સારા અનુષ્ઠાનોવાળા સાધુઓ જેઓ ચારે પ્રકારના આહારથી વિરક્ત છે તેઓ તે આહારને લેતા નથી u૧૧૦–૧૧–૧૨ા अत्थि बहु गाम नगरा समणा जत्थ न उवेंति न वसंति । तत्थवि रंधंति गिही, पगई एसा गिहत्थाणं ॥ ११३ ॥ ટીકાનો અર્થ- વળી ઘણા ગામો અને નગરોમાં સાધુઓ હોતા નથી છતાં રંધાય છે. અથવા બીજે ઠેકાણે જતા નથી. ત્યાં પણ રંધાય છે. તેથી સાધુઓ માટે જ ગૃહસ્થીઓ રાંધે છે તે ખોટું છે. એતો એમને પોતાને માટે કુદરતી રંધાય છે. તેનો વધારે ખુલાસો કરે છે. ૫ ૧૧૩ u पगई एस गिहीणं, जंगिहीणो गामनगरनिगमेसुं । रंधंति अप्पणो परियणस्स कालेण अट्टाए ॥ ११४ ॥ ટીકાનો અર્થ- આ એક સ્વભાવ છે કે ગૃહસ્થો ગામ, નગર અને નિગમમાં પોતાને તથા ઘરવાળા વિગેરે માટે યોગ્ય વખતે રાંધે છે. (નિગમ એટલે વેપારીનું સ્થાન) ૫ ૧૧૪૫ तत्थ समणा तवस्सी, परकडपरनिट्ठियं विगयधूमं । आहारं एसंति, जोगाणं साहणट्टाए । ११५ ॥ ટીકાનો અર્થ- ત્યાં આગળ તપસ્વી સાધુ એટલે નવ કલ્પી વિહાર કરનારા પણ પતિત નહિ. તે સાધુઓજ પારકા માટે કરેલું પૂરું રંધાયેલું, ધૂમાડાથી રહિત, અંગારાથી દૂર અર્થાત્ રાગદ્વેષ રહિત શોધે છે. સાધુ ભોજનમાં રાગ દ્વેષ કરે તો અંગારાના દોષ અને ગોચરી વાપરતા દ્વેષ કરે તો ધૂમાડાનો દોષ લાગે. એટલે tod
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy