SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ એ પ્રમાણે ત્રણ પ્રકારે વધ થયો. (વાદીએ શંકા કરીકે સાધુને વહોરાવવા ધર્મ જાણી કોઈ રાંધી આપે ને સાધુ લે તો તે પણ હિંસાનો ભાગી થશે?) આચાર્ય તેનો ઉત્તર આપે છે. જે ૯૮ वासइ न तणस्स कए, न तणं वड्डइ कए मयकुलाणं । न य रुक्खा सयसाला, फुल्लन्ति कए महुयराणं ॥ ९९ ॥ ટીકાનો અર્થ- તૃણને ખાતર વરસાદ વરસતો નથી. અને મૃગને ખાતર ઘાસ વધતું નથી. તેમજ સો શાખાવાળા વૃક્ષ પણ ભમરા માટે ફૂલવાળા થતા નથી. આજ પ્રમાણે ગૃહસ્થો પણ સાધુને માટે રાંધતા નથી વળી અહીં કહે છે. હલા अग्गिम्मि हवी ह्यइ, आइच्चो तेण पीणिओ संतो । वरिसइ पयाहियाए, तेणोसहिओ परोहंति ॥१०॥ ટીકાનો અર્થ- તમે કહ્યું જે ઘાસને માટે વરસાદ વરસતો નથી. એ વિગેરે તમારું કહેવું અયુકત છે. કારણકે અગ્નિમાં કોઈ વસ્તુ હોમે છે અને સૂર્ય તેમાં હોમેલ ઘીવડે પ્રસન્ન થાય છે. અને લોકહિત માટે વરસાદ વરસે છે. તેથી વનસ્પતિ ઉગે છે. તે પ્રમાણે વાદી કહે છે કે અમારા શાસ્ત્રમાં એમ છે કે अग्नावाज्याहुतिः सम्यगादित्यमुपतिष्ठते । आदित्याज्जायते वृष्टिदृष्टेरन्नं ततः प्रजाः ॥१॥ અગ્નિમાં આહુતિ નાખીને આદિત્યને પૂજાય તો પૂજાયલો આદિત્ય વરસાદ વરસાવે, અન્ન પાકે અને પ્રજા જીવે. આનાં ખંડન માટે (શાસ્ત્ર) આમ કહે છે ૧૦૦ किं दुभिक्खं जायइ ! जड़ एवं अह भवे दुरि टुं तु । किं जायइ सब्वत्था दुभिक्खं अह भवे इंदो ? ॥१०१॥ वासइ तो किं विग्धं निग्घायाईहिं जायए तस्स । अह वासइ उउसमए न वासई तो तणट्टाए ॥१०॥ ટીકાનો અર્થ– જો એમ હોય તો દુકાળ શા માટે પડે છે? કારણકે (આહુતિ) તેમાં તો ઘી રોજ હોમાય છે, કારણ હંમેશા કાયમ રહે તો કાર્યનો નિષેધ ન થવો જોઈએ, કદી કહેશો કે ખરાબ નક્ષત્ર અથવા ખરાબ પૂજનને લીધે થાય છે. આચાર્ય ફરી તેને પૂછે છે. હંમેશાં એમ દુકાળ શા માટે? ખરાબ નક્ષત્ર તો કોઈક દેશમાં હોય છે અને હંમેશા પૂજન તો સારૂંજ છે. કારણકે તમારામાં કહ્યું જ છે કે सदैव देवाः सम्दावो, ब्राह्मणाश्च क्रियापराः । यतयः साधवश्चैव, विद्यन्ते स्थितिहेतवः ॥१॥ - હંમેશાં દેવો, સારી ગાયો, ક્રિયા અનુષ્ઠાનોમાં રકત બ્રાહ્મણો, યતિઓ અને વળી સાધુઓ સ્થિતિના હેતુરૂપ વિદ્યમાન છે."વિગેરે જો ઈન્દ્ર આપતો હોય તો શા કારણે વિન થાય છે! તથા 'આદિ' શબ્દથી દિગુદાહ વિગેરે કેમ થાય છે? તે ઈદ્ર જો પરમ ઈશ્વર પણ હોય તો વિન ન થવું જોઈએ. અને જો રૂત સમયેજ વરસે છે તો તે વાદળાંનો ગર્ભ બંધાઈને વરસે છે એજ ખરૂં કારણ માનો. આથી સિદ્ધ થયું કે વરસાદ તૃણને માટે પડતો નથી. તેને આવા સંબંધનો અભાવ છે. વળી તે ૧૦૧ –રા किं च दुमा पुष्फति भमराणं कारणा अहासमयं । मा भमरमहुयिरगणा किलामएज्जा अणाहारा ॥१०३॥ ટીકાનો અર્થ-વળી ઝાડ જો ભમરાને માટે ફળતું હોય તો કદિ પણ ભમરા ભમરીદુઃખી ન થાય અને તે ભૂખ્યાં ન રહે. આવું કોઈ સ્થળે પણ જોવામાં આવતું નથી, હવે પરનો અભિપ્રાય કહે છે. ૧૦૩ कस्सइ बुद्धी एसा, वित्ती उवकप्पिया पयावइणा । सत्ताणं तेण दुमा, पुण्फंति महुयरिगणट्ठा ॥१०४॥ ટીકાનો અર્થ- કોઈનો અભિપ્રાય એમ હોય કે આ બ્રહ્માએ (આ જગત) એ પ્રાણીઓ માટે રચ્યું છે. એટલે તેમાં ભમરા ભમરીના સમુદાય માટે ઝાડો ફલિત કર્યા. તેનો જૈનાચાર્ય ઉત્તર આપે છે. મે ૧૦૪ तं न भवइ जेण दुमा, नामागोयस्स पुब्वविहियस्स। उदएणं पुष्फफलं निवत्तयंती इमं चऽन्नं ॥१०५॥ ટીકાનો અર્થ- તમે કહ્યું તે પ્રમાણે નથી. કારણકે ઝાડો નામ ગોત્ર કર્મવડે એટલે પોતે જે કરેલું કર્મ તેના ઉદયવડે ફૂલો અને ફળને ઉગાડે છે. જો એમ ન હોય તો અકાળે પણ ફળફૂલ થવાં જોઈએ. બીજુ કારણ હવે કહે છે. ૧૦૫ ૬૯
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy