SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग / अध्ययन १ અવયવ છે. (૪) તેની વિભક્તિ ચોથો અવયવ. (૫) તેનો વિપક્ષ એટલે સાધ્ય વસ્તુથી ઉલટો વિપર્યય તે પાંચમો અવયવ છે. (૬) તેનો પ્રતિષેધ કરવો તે છઠ્ઠો, (૭) દૃષ્ટાંત કહેવું તે સાતમો અવયવ છે. (૮) તેમાં આશંકા કરવી એટલે ચાલુ વાતમાં શંકા લાવવી તે આઠમો અવયવ છે. (૯) તેનો નિષેધ ખંડન–સમાધાન તે નવમો અવયવ છે. તથા (૧૦) નક્કી પણેજ કરવું તે નિગમન એટલે નિશ્ચય કરવો તે દસમો 'અવયવ જાણવો. એનો ખુલાસાવાર અર્થ દરેક અવયવોમાં ગ્રંથકારજ કહે છે. ૫૧૩૭૫ धम्मो मंगलमुक्किंति पन्ना अत्तवयणनिद्देसो । सो य इहेव जिणमए नन्नत्थ पइन्नपविभती ।१३८ । ટીકાનો અર્થ- ધર્મ ઉત્કૃષ્ટ મંગલ એ પ્રતિજ્ઞા. કેવી રીતે ? ઉત્તર-આપ્ત વચનનો નિર્દેશ છે તેથી. આપ્ત એટલે વિશ્વાસ પાત્ર. કારણકે તે સંપૂર્ણ રાગ દ્વેષનો ક્ષય કરેલો હોવાથી કહ્યું છે કે आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद्विदुः । वीतरागोऽनृतं वाक्यं न ब्रूयाद्धेत्वसंभवात् 131 આગમ તે આપ્ત વચનજ જાણવાં. અને દોષ ક્ષયથી તેને આપ્ત કહેવા. વીતરાગ અસત્ય વાક્ય બોલે નહિ કારણકે તેમને રાગદ્વેષના હેતુનો અસંભવ છે ? તે આપ્તનું વચન અમારો નિર્દેશ છે. વાદી કહે છે કે 'આ આગમ વાક્ય છે એથી એ પ્રતિજ્ઞા નહિ.' ઉત્તર વિપ્રતિપદના સંપ્રતિપત્તિના નિબંધન પણાથી તેજ પ્રતિજ્ઞા છે. તેમાં કંઈ દોષ નથી. અથવા આ પાઠાંતર છે તે સાઘ્ય વચનનો નિર્દેશ છે. જે સાધીએ તે સાન્ધ્ય, બોલીએ તે વચન. અર્થ એટલે જેનાથી તેજ બોલાય. સાધવાનું તે વચન એટલે સાધ્ય વચન અથવા સાધ્ય વસ્તુ. તેનો નિર્દેશ પ્રતિજ્ઞા એ પહેલો અવયવ કહ્યો. હવે બીજો કહે છે તે અધિકારે કરેલો ધર્મ તે જૈનેન્દ્રના સિદ્ધાન્તમાં છે પણ અન્યત્ર કપિલાદિમાં નથી કારણે કે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ કે વસ્ત્રથી નહિ ગાળેલા ઘણા પાણી વિગેરેના ઉપયોગમાં રક્ત એવા બાવા વિગેરે જીવોને દુ:ખ દેનાર છે તેમનામાં ધર્મ કયાંથી હોય ? વિગેરે ઘણું કહેવાનું છે તે નથી કહેતા. ગ્રંથ મોટો થાય અને પૂર્વે કહી ગયા છીએ તેથી. પ્રતિજ્ઞાની વિભક્તિ એટલે પ્રતિજ્ઞાના વિષયના દૃષ્ટાંતનું જુદું સ્વરૂપ એ બીજો અવયવ થયો. હવે ત્રીજો કહે છે. ૫ ૧૩૮ ૫ सुरपूइओत्ति हेऊ धम्मट्टाणे ठिया उ जं परमे । हेउविभत्ति निरुवहि जियाण अवहेण य जियंति | १३९। ટીકાનો અર્થ-સુર એટલે દેવતા તેનાથી પૂજિત. સુર શબ્દ લેવાથી ઈન્દ્ર વિગેરે પણ જાણવા અહીં ઇતિ શબ્દ 'ઉપ'નો અર્થ બતાવે છે. હેતુ પૂર્વ માફક જાણવો. એટલે હેતુનું અર્થ સૂચક વાક્ય છે. એટલે દેવો વિગેરે પૂજે તે હેતુ. એની સિદ્ધિ માટે બતાવે છે. પૂર્વની માફક કહેલા ધર્મમાં રહે. જેમાં રહે તે સ્થાન એટલે ધર્મસ્થાન. તે ધર્મ સ્થાનમાં રહેલા તે જોડેલાં ક્રિયાપદ સાથે જોડે છે. તેથી એમ જાણવું કે ઉત્તમ એવા ધર્મ સ્થાનમાં રહેલા સાધુઓ દેવેન્દ્રો વિગેરેથી પૂજાય છે. એ ત્રીજો અવયવ થયો. હવે હેતુનો વિષય વિભાગ કહે છે. ધર્મ સ્થાનમાં કોણ રહ્યા છે તે બતાવે છે. નિરુપધિવાળા. અહીં ઉપધિ એટલે કપટ છલ, માયા એ બધા એક અર્થમાં છે. આ ક્રોધાદિથી ઉપલક્ષણવાળું છે. એટલે એમ સમજવું કે ચારે કષાયોથી જેઓ છુટા છે. તે પૃથ્વીકાયાદિ જીવોને ન પીડવા વડે તથા તપ ચારિત્ર વડે જીવોને દુઃખ ન દેતાં પોતે જીવે છે. તેજ ધર્મ સ્થાનમાં રહેલા જાણવા બાકીના નહિ. ચાર અવયવ થયા. પાંચમો કહે છે ૧૩૯ जिणवयणपट्टेवि हु ससुराईए अधम्मरु इणोऽवि । मंगलबुद्धीइ जणो पणमइ आईदुयविवक्खो । १४० । ટીકાનો અર્થ- અહીં વિપક્ષ તે પાંચમો એટલે પ્રતિજ્ઞા અને વિભક્તિથી ઉલટો જાણવો. જિન એટલે તીર્થંકર તેમનું વચન આગમ સ્વરૂપ તેનો દ્વેષ કરનારા એ ટુંકાણમાં જાણવું. એંટલે તે તથા જેઓ tod
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy