SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १, ટીકાનો અર્થ- ૧૪ રજ્જવાત્મક જે લોક છે તેનો મધ્ય ભાગ ર્યો? આ સ્થાપક હેતનું ઉદાહરણ ભાવાર્થ કથાથી જાણવો. તે આ પ્રમાણે છે. એક બાવો ચાલતાં ચાલતાં બોલતો હતો ક્ષેત્રમાં દાન વિગેરે સફળ છે. દાન સમક્ષેત્રમાં કરવું. હું લોકનો મધ્યભાગ જાણું છું પણ બીજા જાણતા નથી. તેથી લોકો તેનો સત્કાર કરતા હતા. તેને પૂછતાં તે ચાર દિશામાં ખીલા ઘાલી દોરી વડે પ્રમાણ કરીને કપટથી કહે છે આ લોકનો મધ્ય ભાગ છે.' લોકો આશ્ચર્ય પામ્યા કે આ પંડિતે મધ્યજાયું છે. એક શ્રાવકે જાણ્યું કે આ ધૂર્ત લોકોને વ્યર્થ ઠગે છે તો હું તેને સીધો કરૂં. એમ વિચારી ત્યાં જઈ કહ્યું, 'તારો કહેલ તે લોકનો મધ્ય ભાગ નથી. તેથી શ્રાવકે ફરીથી માપ કરી બીજાં સ્થળ બતાવ્યું કે આ લોકનો મધ્ય ભાગ છે. લોકો ખુશ થઈ ગયા. બીજા આચાર્ય એમ કહે છે કે અનેક સ્થાનમાં જુદા જુદા મધ્ય સ્થાન બતાવી તેનો વિરોધ બતાવ્યો. આ પ્રમાણે જેમ પરિવાજિકને ખોટું બોલતો અટકાવ્યો તે લૌકિક દ્રુષ્ટાંત છે એમ લોકોત્તરમાં પણ ચરણાકરણનુયોગમાં કુવચન (અસંભાવનીય) કહેનાર અસત્ય બોલનાર શિષ્યને એજ પ્રમાણે પ્રતિબોધ કરાવવો. વળી દ્રવ્યાનુયોગમાં પણ સાધુએ એવું બોલવું અને એવો પ્રશ્ન ગ્રહણ કરવો કે બીજો ઉત્તર આપવા સમર્થ ન થાય અને આપણા બોલવામાં પૂર્વ અને પછીનો વિરોધ દોષ ન આવે. સ્થાપક કહેવાયું. હવે વ્યસંક કહે છે . ૮૭ सा सगडतित्तिरी वंसगंमि हेउम्मि होइ नायव्वा । ટીકાનો અર્થ- શકટ તિત્તિરી યંસક હેતુમાં જાણવી. તે ગાથાનો અર્થ છે. ભાવાર્થ કથાથી જાણવો તે આ પ્રમાણે છે. જેમ એક ગામડીઓ ગાડામાં લાકડાં ભરીને નગરમાં આવ્યો. તેણે રસ્તામાં જ આવતાં એક મરેલું તિત્તિરી (પક્ષી) જોયું. તે લઈને ગાડા ઉપર મૂકી નગરમાં પેઠો. નગરમાં પ્રવેશ કરતાં તેને એક ધૂર્ત મળ્યો. તેણે પૂછ્યું, 'આ ગાડાવાળું તિત્તિરી કેટલામાં આપીશ.' તેણે કહ્યું મથેળા સક્તિ સાથે આપીશ.તે ઠગે સાક્ષીઓ રાખ્યા અને તિત્તિરી સહિત ગાડું લીધું. અને આપતો કાંઈ નથી. આ વ્યંસક હેતુ છે. (પછી આગળ ગુરુ વાત કહે છે.) તે બિચારો ગામડીઓ ઉદાસ થઈને બેઠો હતો તેવામાં મૂળદેવ જેવો બુદ્ધિમાન માણસ આવ્યો. તેણે પૂછ્યું, 'હે ભાઈ, તું શું વિચાર કરે છે?' તેણે કહ્યું, 'મને કોઈ બદમાસે આવી ઠગીને મારું ગાડું છીનવી લીધું છે. તેણે કહ્યું, 'ડર' તું ઉપચારવાળું મથેલું સકતુક માગ' પછી તેણે અંદરની ગુપ્ત વાત શીખવી. એમ શીખવીને તેની પાસે તે ગયો અને માગ્યું કે, તે મારું ગાડું લીધું તો હવે મને ઉપચારવાળો મળેલો સકતુક આપ.' પહેલાએ કહ્યું, 'ઠીક? તેને ઘેર લાવી બૈરીને વાત કરી કહ્યું 'ઘરેણાથી સુશોભિત થઈ મહાન વિનય સાથે આ પરોણાને મળેલું સતક આપ! તેણીએ તે પ્રમાણે કર્યું. પેલા ગાડાવાળાએ કહ્યું કે 'મારી આંગળી કપાયેલી છે. આ ચીંથરી વિટેલ છે, તેથી મથવાને હું શકિતમાન નથી. તું મથીને આપ. મન્થન કરતાં તેણે સ્ત્રીને હાથથી ઉપાડી અને પોતાની સાથે લઈ પોતાને માર્ગે પડ્યો. અને રસ્તામાં લોકોને કહે છે જુઓ, 'મેં ગાડાં સાથે તિત્તિરી આપીને સકતક મન્થન કરનારી બાઈડી ગ્રહણ કરી.' ત્યારે ગભરાઈને ધૂર્ત ગાડું પાછું આપ્યું. અને પેલાએ તેની બાઈડી છોડી દીધી. આવીજ રીતે લૂસક હેતુ પણ કથાથી જાણવો આ લૌકિક છે. લોકોત્તરમાં પણ ચરણકરણાનુયોગમાં કયતિ કરનારને જેવી તેની યુતિ હોય તેવી તેને સુયકિત બતાવી કબજે લેવો કે તે ઠેકાણે આવી જાય. દ્રવ્યાનુયોગમાં પણ કોઈ કુવાદી આવીને કહે કે 'જિન પ્રણીત ધર્મમાં જીવ પણ છે અને ઘડો પણ છે. હવે આ જીવ અને ઘટ બન્નેમાં 'છે' પણું એ સમાન છે તેથી જીવ અને ઘડાનું એકપણું થાય છે. જો તમે એમ કહો કે 'છે' ૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy