SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ ભાવથી જીવ જુદો છે તો જીવ નથી એમ અભાવ થશે. આ એટલો માત્રજ ધ્વંસક હેતુ છે. લુંસક વડે વળી એવો ઉત્તર આપવો કે 'હે વાદી, જો જીવ ઘટનું એકપણું માનીને બધાનું એકપણું થાય એવું તું માનતો હોય તો ઘટ પરમાણું બે પ્રદેશવાળા સ્કંધ એ બધા 'છે' ક્રિયા પદથી જોડાય તો એ બધાને તું એક માને છે કે કેમ ? જો તેમને એક ન માને તો અમારે પણ જીવ અને ઘટ જુદા છે', અહીં શિષ્ય ન જાણવાથી પૂછે છે. 'આ કેવી રીતે જાણવું કે સર્વ ભાવમાં અસ્તિપણું હોવા છતાં તે એક ન થાય ? આચાર્ય ઉત્તર આપે છે 'અનેકાંત માર્ગ માનવાથી આ વાત સિદ્ધ થાય છે. જેમકે ખેર અને પલાસ એ બન્ને જુદા છે અને વનસ્પતિ છે. એવી રીતે જીવ પણ નિયમથી છે. અને 'અસ્તિ' ભાવમાં જીવપણ હોય અથવા બીજો કોઈ પણ પદાર્થ અજીવ સંબંધી ધર્માસ્તિકાય વિગેરે પણ હોય ? હવે લુષક આશ્રયી કહે છે. तउसगवंसग लूसग, हेउम्मि य मोयओ य पुणो ॥ ८८ ॥ ટીકાનો “અર્થ- ત્રપુષ વ્યંસકના પ્રયોગમાં લષક હેતુમાં લાડુ એ દૃષ્ટાન્ત છે. આ ગાથાનો અર્થ છે ભાવાર્થ કથાથી જાણવો. તે નીચે પ્રમાણે છે. જેમ એક ચીભડાં ભરેલ ગાડાવાળો નગરમાં પ્રવેશ કરતો હતો. તે પ્રવેશ કરતો હતો તેવામાં એક ધૂર્તે તેને કહ્યું, જે આ ચીભડાનું ગાડું ખાઈ જાય તેને તું શું આપે?' ત્યારે ગાડાવાળાએ જવાબ આપ્યો, 'હું તેને એવો લાડુ આપું જે નગરના દ્વારમાંથી બહાર ન નિકળે' ધૂર્તે કહ્યું, 'ચીભડાનું ગાડું ખાઉં તો નગરદ્વારમાંથી ન નિકળે એવો લાડું તું આપીશ ?' જ્યારે ગાડાવાળાએ તે કબુલ કર્યું એટલે લુચ્ચાએ સાક્ષીઓ રાખ્યા અને ગાડું ઉભું રાખીને તે ચીભડાંઓનો એકેક ઝીણો કકડો ખાઈને પછી ગાડાંવાળાને કહ્યું લાડુ આપ ત્યારે ગાડાવાળો બોલ્યો, 'આ તેં ખાધાં નથી' લુચ્ચો બોલ્યો, 'જો ન ખાધાં હોય તો ચીભડાં વેચ.' જ્યારે વેચવા માંડયોં ત્યારે ખરીદનાર આવ્યા અને તેઓ જોઈને બોલ્યા 'તારાં ચીભડાં ખવાયલાં છે, કોણ એ ખાધેલાંને વેચાતાં લે ?' પછી તેનો ન્યાય કરવાથી ગાડાવાળો હારી ગયો. આ વ્યંસક હેતુજ લષક હેતુ નિમિત્તે અહીં આવ્યો છે. હવે ધૂર્ત મોદક માગવા લાગ્યો. ગાડાંવાળો ગભરાયો. તેવામાં જુગારીઓ આવ્યા. તેમને ખુશ કરી ગાડાવાળે પૂછ્યું અને પોતાની બધી વાત કહી. તેથી ગાડાવાળાને તેઓએ કહ્યું, 'તું નાનો લાડુ નગરને દરવાજે રાખીને બોલ કે નગરના દરવાજેથી ન નીકળતો આ મોદક લઈ લો,' જેથી ધૂર્ત હાર્યો. (આ કથાનો સાર એ છે કે ધૂર્તને મોટો લાડુ જોઈતો હતો જે દરવાજામાંથી પણ નીકળી ન શકે તેને બદલે એક નાની સરખી લાડુડીમાં કામ પતી ગયું.) આ લૌકિક દૃષ્ટાંત છે. લોકોત્તરમાં પણ ચરણકરણાનુયોગમાં કુશ્રુતથી ભાવિત એટલે એવી રીતે યુક્તિ કરનારને કહેવું જેથી પોતાની મેળે ઉચિત સમજી જાય. દ્રવ્યાનુયોગમાં વળી પૂજ્ય પુરૂષો કહે છે 'જે પૂર્વે બતાવેલ છે.' અન્ય આચાર્ય કહે છે કે કદાચ પોતેજ વ્યભિચારવાળો હેતુ બોલીને પારકાના વિશ્વાસ માટે કહેવાયું હોય અથવા ઉતાવળીયું બોલાયુ હોય તો તે હેતુને અન્યનિરૂક્ત વચન વડે સ્થાપન કરવો. લષક હેતુ કહ્યો. હવે પહેલાં કહ્યું હતું કે કોઈ જગ્યાએ બતાવશું.' તે પ્રમાણે પાંચ અવયવોના અધિકાર બતાવનારૂં 'ધમ્મો મંગલ' વિગેરે લક્ષણવાળું સૂત્ર અધિકારમાં બતાવે છે. અહિંસા, સંયમ અને તપ રૂપ જે ધર્મ છે તે ઉત્કૃષ્ટ મંગળ છે. આ અમારી પ્રતિજ્ઞા છે, અહીં ધર્મ ધર્મીનો નિર્દેશ છે. અહિંસા સંયમ તપ રૂપ એ ધર્મનું વિશેષણ છે. ઉત્કૃષ્ટ મંગલ એ ધર્મ સાધવાને માટે છે. ધર્મધર્મી સમુદાય એ પ્રતિજ્ઞા છે. આ અર્ધ શ્લોક વડે કહ્યું. દેવાદિથી પૂજિતપણું એ અમારો હેતુ છે. 'આદિ' શબ્દથી સિદ્ધ, વિદ્યાધર અને નર પણ પૂજે છે એમ જાણવું. આ શ્લોકના ત્રીજા પદ વડે કહેલ જાણવું. અરિહંત વિગેરે માફક તે દૃષ્ટાન્ત છે. અહીં 'આદિ શબ્દથી ગણધર વિગેરે લેવા. આ શ્લોકના ચોથા પદ વડે કહેલું જાણવું. ભાવ મનના અધિકારથી દૃષ્ટાંતમાં કંઈ વાંધો નથી. અહીં કહેવાનું એ છે કે જે દેવો વિગેરેથી પૂજાય તે ઉત્કૃષ્ટ મંગળ છે. જેમકે અરિહંત વિગેરે દૃષ્ટાંત છે દેવાદિ પૂજિત ધર્મ એ ઉપનય ૫
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy