SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ એમ અર્થ છે. આ ચાર પ્રકારે છે તે બતાવે છે. (૧)અનુશાસન એટલે અનુશાસ્તિ અર્થાત્ સદ્ગુણોના વર્ણનથી ગુણોની પુષ્ટિ કરવી. તથા (૨) ઉપાલંભ એટલે ઠપકો તે જુદી જુદી રીતે કહેવો (૩) પ્રશ્ન એટલે શું, કેમ કોનાથી વિગેરે, (૪) નિશ્રા વચન એટલે કોઈને પણ આશ્રય (સબંધ) વિચિત્ર રીતે કહેવું તે છે, જેમકે સુભદ્રા નામની શ્રાવિકાનું ઉદાહરણ કહેવું ક્યાં? અનુશાસ્તિમાં? ગાથાર્થ, તે સબોધ માટે સુભદ્રાનું દ્રષ્ટાંત કહે વસંતપુરમાં જિનદત્ત નામના સુશ્રાવકની સુભદ્રા નામે પુત્રી છે. તે ઘણી રૂપવંતી છે. તેને ચંપાનગરીથી આવેલ તનિક નામના બૌદ્ધ ઉપાસકે જોઈ તેમાં રાગયુકત બની તેની પ્રાર્થના કરી. શ્રાવકે કહ્યું 'હું' વિરૂદ્ધ ધર્મીને પુત્રીને આપવા ચાહતો નથી. તેથી તેણે સાધુ પાસે જઈને તેઓને ધર્મ પૂછ્યો, અને સાધુએ જે ધર્મ કહ્યો તે તેણે પ્રથમ કપટી શ્રાવક બની સ્વીકાર્યો, ત્યાં તેના સર્ભાવે જ ફરી ખરી રીતે ધર્મ સ્વીકાર્યો. તે વખતે તેણે સાધુઓને ખરી વાત કહી કે 'મેં' કન્યા માટે કપટથી આ કર્યું છે. પણ હવે મને ખરી રીતે અણુવ્રત આપો' અને તે પ્રકટ શ્રાવક થયો. તેને વિશ્વાસ પડ્યો. તેથી સમય આવ્યે વ્રત સંબંધી માળા સ્થાપી ત્યારે જીનદત્તે તેને શ્રાવક માનીને કન્યા આપી, લગ્ન થયા પછી તેણે સસરાને કહ્યું 'મને મારે ઘેર સ્ત્રી સાથે જવાની રજા આપો' ત્યારે શ્રાવકે કહ્યું, 'તમારૂં કટુંબ અન્ય ધર્મી છે તેથી તમારે ત્યાં કન્યાને બનશે નહિ.પાછળથી અપમાન થશે' પેલાએ કહ્યું, "ફિકર નહિ.' આગ્રહ કરીને લઈ ગયો અને બીજુ ઘર લઈને રહ્યો. સાસુ અને નણંદો દ્વેષી બની સાધુઓની ભક્િત કરતા નથી એક વખત તે સગાંઓએ સુભદ્રાના પતિને કહ્યું, તારી સ્ત્રી સાધુથી લંપટ છે ! શ્રાવક પતિ તે માનતો નથી. એક વખત કોઈ તપસ્વી (જિનકલ્પી સાધુ) ગોચરી આવેલા હતા તેની આંખમાં રજ પડી હતી. તેને બહુ દુઃખી જોઈ સુભદ્રાએ નછૂટકે તે રજ દૂર કરી. સુભદ્રાના કપાળમાં કરેલા સિંદુર તિલકનો તે માધના કપાળમાં ડાઘ લાગ્યો. સાસ નણંદે તેના પતિને તે દેખાડયો. ધણીએ માન્યું અને તેથી સ્ત્રીને તે માનતો નથી. સુભદ્રાએ ચિંતવ્યું, 'આ શું આશ્ચર્ય છે? વિના અપરાધે હું ઘરમાં નિંદા પામું છું. અને જેથી ધર્મની નિંદા થાય છે તેથી મને ઘણું દુઃખ થાય છે. તેણે રાત્રિએ કાઉસ્સગ્ન કર્યો. દેવ આવ્યો. આજ્ઞા માંગી કે શું કરું ? તેણે કહ્યું, 'મારો કલેશ (મારા પર આવેલ કલંક દુરકર કે જેથી ધર્મની હાનિ ન થાય.)દૂર કર' દેવે કહ્યું, ઠીક' આ નગરના ચાર દરવાજા હું બંધ કરીશ અને ઘોષણા કરીશ કે જે પતિવ્રતા હોય તે દરવાજા ઉધાડો, ત્યારે તું એકલી તે કમાડોને ઉઘાડીશ, અને તારા સગાંને તું ખાત્રી આપી શકીશ અને ચાલણી વડે કૂવામાંથી પાણી ખેંચી તે પાણી છાંટીને દેખાડજે એ ચાલણીમાંથી એક બિંદુ પાણી પણ જમીન પર નહિ પડે! એમ દિલાસો આપી દેવ ગયો નગરના દરવાજા એણે ઢાંકયા. પ્રભાતે નગરના લોકો અધીરા બની ગયા, એટલામાં આકાશવાણી થઈ, 'લોકો સાંભળો, કલેશ ન કરો જે શીયળવંતી સ્ત્રી ચાલણીમાં કૂવામાંથી પાણી કાઢી અને તે પાણી ન ગળે અને તે પાણી વડે જો દરવાજાને છાંટે તો દરવાજો ઉઘડે. તેથી સવારમાં ઘણા શેઠ શાહુકારની વસ્તુઓ અને પુત્રીઓ સતી થવા ગઈ, પણ કંઈ વળ્યું નહિ, સુભદ્રાએ સગાંઓને કહ્યું. 'ચાલણીથી પાણી ન પડવા દઉં અને મારો પ્રભાવ દેખાડું. પતિએ આજ્ઞા આપી અને વિચાર્યું કે ઉપાસિકા આ શ્રમણની ભકિતવાળી છે તે ઉઘાડશે. તેણીએ ચાળણીમાં પાણી લીધું. પાણી ન પડતું જોઈને દ્વેષી સાસુ નણંદ ખેદ પામ્યાં પણ મહાજને અને રાજાએ તેનો સત્કાર કર્યો અને તે દરવાજા પાસે ગઈ. અરિહંતને નમસ્કાર કરી બારણાં પર પાણી છાંટ્યું. મોટા શબ્દો વડે કાંકાટ કરતા ત્રણ દરવાજાના દ્વાર ઉઘાડ્યાં ઉત્તર દિશાના દરવાજે પણ પાણી છાંટ્યું. અને કહ્યું, 'જે મારા જેવી શીયલવંતી હોય તે ભવિષ્યમાં પણ ભલે આ દરવાજો ઉઘાડે.' તે દરવાજો અત્યારે પણ બંધ જ છે. બધા લોકોએ તેની સ્તુતિ કરી અને કહ્યું કે 'આ મહાસતી છે અહા ! સતી ધર્મ સદા જયવંતો વર્તા' આ લૌકિક દૃષ્ટાંન્ત છે એવી રીતે ચરણકરણાનુયોગને આશ્રયી વૈયાવૃત્ય વિગેરેમાં શિષ્ય વર્ગને બોધ આપવો, ઉદ્યમવાળા કરવા અને પ્રમાદીનો પ્રમાદ દૂર કરવો કે ભાઈઓ! સાંભળો, શીયલ વ્રતનું આવું ઉત્તમ ફળ છે. આજ અર્થને બતાવવા કહે છે. તાલુકા साहुक्कार पुरोगं, जह सा अणुसासिया पुरजणेणं । वेयावच्चाईसु वि एव जयंते णुर्वोहेज्जा ॥७४ ॥ ૫૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy