SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ ટીકાનો અર્થ– સ્તુતિ પૂર્વક જેમ સુભદ્રા સદ્ગુણોના કીર્તન વડે લોક જનોથી પ્રશંસાઈ, તેમ વૈયાવચ્ચ વિગેરે અને સ્વાધ્યાયમાં પણ એજ પ્રમાણે ઉદ્યોગ કરનારને અનુમોદવા એટલે સદ્ગુણ ગાઈને તેના ભાવની વૃદ્ધિ કરવી. અને કહેવું કે— भरहेणवि पुब्वभवे वेयावच्चं कयं सुविहियाणं । सो तस्स फलविवागेण आसी भरहाहिवो राया ॥ १ ॥ भुंजित्तु भरहवासं सामण्णमणुत्तरं अणुचरिता । अट्टविहकम्ममुक्को भरहनरिंदो गओ सिद्धिं ॥ २ ॥ ભરતે પૂર્વભવમાં સુવિહિત સાધુઓની વૈયાવચ્ચ કરેલી તો તેના ફળ વિપાકથી તે ભરત ક્ષેત્રનો રાજા થયો. અને ચક્રવર્તીનું સુખ ભોગવી વૈરાગ્ય પામી ઉત્તમ ચારિત્રનું પાલન કરી આઠ કર્મનો ક્ષય કરી મોક્ષમાં ગયો. આમાં ઉદાહરણનો યોગ્ય ભાગ ઉપયોગી હોવાથી તેટલામાંજ સમાવેશ કર્યો તેજ પ્રમાણે અપ્રમાદી પુરુષ અથવા સ્ત્રીએ ન છુટકે સાધુઓની આંખમાં કણું પડયું હોય તો તેવી રીતે કાઢવું કે લોકમાં નિંદા ન થાય. અનુશાસ્તિ છોડીને ઉપસંહાર કરે છે કે વૈયાવચ્ચમાં પણ થોડામાં ઉપસંહાર કર્યો. બીજા ગુણોથી રહિત એવા ભરત વિગેરેની નિશ્ચયથી વૈયાવચ્ચ કરી એમ ભાવવું. (ભરતને ચારિત્રનું કષ્ટ પડ્યા વિના આરીસા ભુવનમાં જે કેવળજ્ઞાન ઉપજ્યું તે પૂર્વભવના વૈયાવચ્ચનો લાભ હતો આ પ્રમાણે લૌકિક ચરણકરણનો અધિકાર કહીને દેશદ્વારમાં અનુશાસ્તિ દ્વાર કહ્યું) હવે દ્રવ્યાનુયોગને અનુસરી દેખાડે છે. ૫ ૭૪ u 1 जेसिंपि अत्थि आया वत्तव्या तेऽवि अम्हवि स अस्थि । किंतु अकत्ता न भवइ, वेययइ जेण सुहदुक्खं ॥ ७५ ॥ ટીકાનો અર્થ – દ્રવ્યાસ્તિકાદિ નયમત માનારા અન્ય દર્શનીઓ આત્મા એટલે જીવ છે એમ માને છે અને કહે છે કે તે વાત સારી છે અમે પણ જીવને માનીએ છીએ તેના અભાવમાં સર્વ ક્રિયાનું અફળપણું થઈ જાય તે સાથે જીવ અકર્તા છે' એમ જે અન્ય દર્શનીઓ કહે છે તેમ જૈનો માનતા નથી. સુકૃત દુષ્કૃત કર્મનો કર્તા ન હોય તો ફળ પણ ન મળે, તેથી જીવ કર્તા છેજ. અહીં પ્રમાણ કહે છે. જીવ જે કારણ વડે સુખ દુઃખને હમણાં અનુભવે છે તે પૂર્વના સુકૃત દુષ્કૃત કૃત્યોનું આ કર્મફળ છે પણ જો જીવ પૂર્વે અકર્તા હોય તો તેમનું ફળ ભોગવવું ન ઘટે (અતિ પ્રસંગ થવાથી અને જો વિના કર્યે ભોગવાય તો મુક્તિના જીવોને પણ સાંસારીક સુખ દુઃખની વેદના માનવી પડે, કારણ કે જીવ અને મોક્ષ બન્નેમાં અકર્તાપણું સમાન છે. પ્રકૃતિ આદિ વિયોગ યુક્ત અને અનાધ્યેય અતિશયવાળા આત્માને એકાંત અકર્તા માનવાથી તે પોતે કંઈ કરતો નથી તેથી અન્ય દર્શની એમ માને છે કે પ્રકૃતિથી આત્મા અકર્તા છતાં અહંકાર વિગેરે કરી પાપનું ફળ ભોગવે છે. તેનો ઉત્તર એ છે કે પ્રકૃતિ આત્મા વિના એકલુંજ કરતી હોય તો વાસ્તવીક આત્મા અકર્તા થવાથી ફળનો પણ ભોક્તા ન થાય. તેથી ધર્મ ક્રિયા વિગેરે બધું ઈંદ્રજાળ જેવું નિષ્ફળ છે, અને ઉપદેશ પણ નિષ્ફળ છે. આમાં ઉદાહરણ લેશ આ પ્રમાણે છે ફક્ત મુદ્દાનીજ વાત કહીએ છીએ. તેમાંજ અસંપ્રતિતમાં મુદ્દાની વાત બતાવવાને દૃષ્ટાન્ત કહેવાથી જ અનુશાસ્તિ દ્વાર સમાપ્ત થયું. હવે ઉપાલંભ દ્વારનું વિવેચન કહે છે. ૫ ૭૫ ૫ उवलम्भम्मि मिगावइ नाहियवाईवि एव वत्तव्यो । नत्थित्ति कुविन्नाण आयाऽभावे सइ अजुत्तं ॥७६॥ ટીકાનો અર્થ– ઠપકો આપવામાં મૃગાવતી દેવીનું દૃષ્ટાન્ત છે કે જે આવશ્યકના અધિકારમાં દ્રવ્ય પરંપરાયે કહેલ છે તે જોવું. જ્યાં સુધી દીક્ષા લીધી અને ચંદનબાળા સાધ્વીની ચેંલી થઈ ત્યાં સુધી જોવું. પાછળ થી એક વખતે ભગવાન મહાવીર કૌશામ્બીમાં આવ્યા તે વખતે ચંદ્ર અને સૂર્ય પોતાના (મૂળ) વિમાન સહિત વાંદવાને આવ્યા અને સાંજ સુધી સમોવસરણમાં બેઠા અને સંધ્યાકાળે ગયા. આ સમયે ચંદનબાળા ચાલી ગયેલી છે. મૃગાવતીને ખબર ન રહેવાથી અને સાધ્વીને આટલી વાર કરવી અયોગ્ય લાગવાથી પસ્તાવા લાગી કે બહુ મોડું થયું. એમ કહી બીજી સાધ્વી સાથે ચંદનબાળા પાસે જતાં સુધી અંધારૂં થઈ ગયું. ચંદનબાળાએ બીજી સાધ્વી સાથે પડક્કિમણું કરી લીધું. જ્યારે મૃગાવતી આવી ત્યારે તેને ઠપકો આપ્યો કે તમારા જેવી ઉત્તમ ૫૫
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy