________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
માટે ફરવું તે ક્ષેત્ર ઉપાય છે. બીજા આચાર્યો યોનિ પ્રાભૂત પ્રયોગથી સુવર્ણ બનાવવાના સંઘના પ્રયોજનવિગેરેમાં દ્રવ્ય ઉપાયને બતાવે છે. અને વિદ્યા વિગેરેથી કુમાર્ગ (અટવી)થી છુટકારો કરવો તે ક્ષેત્ર ઉપાય છે એમ બતાવે છે. (આનો ખુલાસો અપવાદ રૂપ હોવાથી છેદસૂત્રમાં પૂરતો છે) અહીં પહેલાં ગ્રહણ કરેલ પદાર્થ ઉલ્લંધી જતો દેખાય છે. આ પાઠાંતર છે તેથી ધાતુવાદ ભણાયો છે એમાં કંઈક અંશે અવિશેષજ છે (અવિરોધ છે)એમ જાણવું. ॥ ૧ ॥
कालो अ नालियाइहिँ, होइ भावंमि पंडिओ अभओ । चोरस्स कए नहिं, वहुकुमारिं परिकहेइ ॥६२॥
ટીકાનો અર્થ – કાળ નાલિકા વિગેરેથી જણાય છે. નાલિકા એટલે ઘડી. આદિ શબ્દથી શંકુ વિગેરેથી પણ જણાય. આ નાલિકા વિગેરેનો ઉપયોગ લૌકિકમાં કાળ બતાવનાર ઉપાય છે (જેને બદલે હાલ વિદેશી ઘડીઆળ વપરાય છે) લોકોત્તર માર્ગે સાધુ ભગવંતોએ કાળ જાણવા માટે સૂત્રો ગણી જવાં તેથી જણાય કે આટલો કાળ થયો. હવે ભાવ દ્વારમાં વિચારતાં દૃષ્ટાંત બતાવે છે. કોણે ? તે કહે છે. પંડિત અભય કુમારે, તેજ કહે છે. ચોરને માટે નાટકમાં વૃદ્ધ કુમારીનો, ત્રણ કાળ ગોચર સૂત્ર હોવાથી કહે છે. કારણ કે તેને ભાવ ઉપાય વડે ચોરનો ભાવ જાણવામાં આવ્યો તે પ્રમાણે ચેલા વિગેરેનો ભાવ ગુરુએ વિધિ ઉપાયથી ભાવ જાણી લેવો.
ભાવ ઉપાયનું ઉદાહરણ કહે છે.
ન
રાજગૃહી નામે નગર હતું. શ્રેણિક રાજા હતો તેને રાણીએ કહ્યું. મને એક સ્તંભવાળો મહેલ બનાવી આપો. તેણે સુથારને હુકમ કર્યો તેથી તેઓ (લાકડું કાપવા) ગયા તેઓએ જંગલમાં સારા લક્ષણવાળું, સરલ અને ઘણું મોટું ઝાડ જોયું. તેને ધૂપ આપવામાં આવ્યો. કે જેથી જે દેવતા વડે ઝાડ પરિગૃહીત હોય તે દેવ દર્શન દેજો દર્શન ન આપે તો અમે કાપીએ, અને આપે તો ન કાપીએ. ત્યારે તે વૃક્ષવાસી વ્યંતરે તેમને (અભયને) દર્શન આપ્યું. તેણે કહ્યું, 'હું એક થાંભલાવાળો રાજાનો મહેલ બનાવીશ જે માં બધી ઋતુમાં ફળે એવો તથા વનનાં સર્વ વૃક્ષફળો થાય તેવો બગીચો બનાવીશ. મને કાપ નહિ' એથી તે દેવતાએ મહેલ બનાવ્યો. એક વખત એક ચંડાળણીને અકાળે કેરી ખાવાનો ભાવ ઉત્પન્ન થયો તેણે પતિને કહ્યું, 'મને કેરીઓ લાવી આપો ત્યારે અકાળે પણ પોતાની અવનામિની વિદ્યાથી તે રાજાના બગીચાના આંબાની શાખાઓ નમાવી, અને આમ્રવૃક્ષની કેરીઓ લઈ લીધી અને ઉન્નામિની વિદ્યાથી ડાળીઓ પાછી ઉપર ચડાવી દીધી. રાજાએ. સવારમાં જોયું અને કહ્યું, જ્યારે ચોરનાં 'પગલાં નથી જોવાતાં, ત્યારે કોણ મનુષ્ય અત્રે આવી ગયો ?
જેની આવી શિક્ત છે તે મારા અન્તઃપુરમાં પણ આવવાને હિંમત કરે! એથી અભયકુમારને બોલાવીને કહ્યું, 'સાત રાતમાં જોતું ચોરને નહિ આણે તો તારે જીવતું રહેવાનું નથી. ત્યારે અભયકુમારે તપાસ કરવાનું શરૂ કર્યુ એક ઠેકાણે કોઈ નાચનાર રમવાની ઇચ્છાવાળો હતો. લોકો ભેગાં થયાં હતાં. તે વખતે ત્યાં જઈને અભય બોલ્યો, 'જ્યાં સુધીમાં નાચનાર શણગાર સજીલે ત્યાં સુધીમાં મારૂં એક આખ્યાન (કથા) સાંભળીલો. 'કોઈ એક નગરમાં એક રિદ્ર શેઠ વસે છે તેની પુત્રી વૃદ્ધ કુમારી (સંપૂર્ણ યુવાન) ઘણી રૂપવંત છે વર માટે તે કામ દેવની પૂજા । કરે છે તેને એક બાગમાં ચોરીથી ફૂલ વીણતી માળીએ જોઈ તેણે દુરાચાર કરવા માંડયો ત્યારે તેણે કહ્યું, 'હું કુંવારી છુ તેથી તુ મારા શીયલનો ભંગ ન કર. તારે પણ બહેન ભાણજા છે, ત્યારે તેણે કહ્યું, એક ઉપાય થાય તોજ છોડું, જે દિવસે તું પરણે તે દિવસે પતિની રજા લઈને મારી પાસે આવે તોજ હું તને છોડું તેણીએ કહ્યું, 'ભલે એમ.' તેણે રજા આપી છોડી દીધી. અને ત્યાંથી બીજાને પરણી. અને સાસરે ગઈ.
૪૯