SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ જ્યારે તે મેડા ઉપર ગૃહમાં ગઈ ત્યારે તેણે પતિને સાચી હકિકત કહી. પતિની રજા મળેથી તે નીકળી, અને રસ્તામાં ચોરોથી પકડાઈ પણ તેણીએ તેમના આગળ વાત કહી. ચોરોએ તેને મૂકી દીધી. રસ્તામાં છ મહીને આહાર કરે તેવા રાક્ષસે પકડી. કન્યાએ તેને પણ કહ્યું, અને રાક્ષસે તેને છોડી દીધી. માળી પાસે આવી માળીએ પૂછ્યું, 'શા માટે આવી? કન્યાએ પૂર્વના વચન અનુસાર.' માળીએ કહ્યું, તારા ધણીએ તને કેમ છોડી ? કન્યાએ બધું કહ્યું તેથી માળીને આશ્ચર્ય થયું કે આ પોતાનું વચન પાળનાર સ્ત્રી છે જેના શીયલના પ્રભાવથી ચોર અને રાક્ષસે પણ છોડી દીધી, તો હું તેનો કેમ શીયળભંગ કરું! એથી તેને મુકી દીધી. પાછા ફરતાં રાક્ષસ અને ચોર મળ્યા. તેમણે પણ મુકી દીધી, અને શીયલનું રક્ષણ કરી તે પતિ પાસે આવી. આ દૃષ્ટાંત બતાવી અભયકુમારે બધા મનુષ્યોને પૂછ્યું, 'બોલો, આમાં દુષ્કર કામ કોણે કર્યું? ત્યારે પરસ્પર ઈર્ષ્યા કરનારા જે કામી પુરૂષો હતા તે બોલ્યા કે ભરે. કારણ કે તેને પોતાની સ્ત્રીને નિઃશંકપણે રજા આપી. જે ખાઉધરા હતા તે બોલ્યા, 'રાક્ષસે, કારણ કે તેણે છ માસની ભૂખમાં પણ જવા દીધી. જે દુરાચારી હતા તે બોલ્યા, 'માળીએ કે તેણે આવી સુંદરીને પણ મૂકી દીધી. હરિકેશ નામનો ચોર જે કેરીઓ ચોરી કરી ગયો હતો તેણે કહ્યું કે ચોર ઉત્તમ છે. એ ઉપરથી અભયકુમારે તેને ચોર જાણી પકડી લીધો. આ ચાલતી બાબતમાં ઉપયોગી છે. જેમ અભયે ચોરનો ઉપાયથી ભાવ જાણ્યો તેમ અહીં પણ જે ચેલાઓ વડી દીક્ષા યોગ્ય હોય તેમના ભાવને ગીતાર્થે યુકિતથી જાણી લેવા. એટલે વિરુદ્ધ બોલવું. જો જાતવાન હશે તો કાયમ રહેશે, નહિ તો મોટું મેલું કરશે. જે ઉપરથી આ દીક્ષા આપવા યોગ્ય છે કે નહિ અથવા પ્રથમ દીક્ષા આપ્યા પછી એનું માથું મુંડવા જેવું છે કે નહિ તે દરેક વખતે જાણી શકાયતેથી જ કહ્યું છે કે દીક્ષા આપેલી હોય તો પણ તેને અયોગ્ય હોય તો માથે મંડતા પહેલાં જ કાઢી મૂકવો. અધૂરી કથા ન રહે માટે તેજ કહે છે. અભયકુમાર ચોરને પકડી શ્રેણિક પાસે લાવી ઉભો કર્યો. રાજાના ડરથી સાચી વાત તેણે કરી, ત્યારે રાજાએ કહ્યું, જોતું મને આ વિદ્યા શીખવે તો હું તને નહીં મારૂં. ચોરે તે સ્વીકાર્યું. રાજા ઊંચે આસને બેસી ભણવા લાગ્યો ઉભાં રહીને ચોરે જણાવ્યું. પણ (રાજાને) વિદ્યા ન આવડી રાજાએ કહ્યું, આમ કેમ?" અભયકુમારે કહ્યું 'અવિનયથી વિદ્યા ન આવડે? માટે જેમ ચોર ભૂમિ ઉપર બેઠો હતો અને તમે આસન ઉપર બેઠા હતા તેને બદલે તમે નીચે બેસો તેથી રાજા નીચે બેઠો અને ચોર ઊંચે, બેઠો જેથી વિદ્યા આવડી. આ લૌકિક અર્થને સાધનાર ચરણ કરણાનુયોગને અનુસરી દ્રવ્ય ઉપાય વિગેરે કહ્યા. હવેદ્રવ્યાનુયોગને અનુસરીને બતાવીએ છીએ. તેમાં પણ ઉપાયનાદર્શનથી નિત્ય અનિત્ય એકાંતવાદીઓને સુખ આદિ વ્યવહારના અભાવનો પ્રસંગ છે. જેથી પ્રત્યક્ષ ગોચર અતિક્રાંત વસ્તુથી આત્માનો અભાવ થાય (પૂર્વે જેમ અપાયમાં નિત્ય અનિત્યનું ખંડન કર્યું તેમ અહીં પણ એકાંત વાદીઓને ઉપાય કરવો એ નિષ્ફળ છે કેમકે ફેરફાર થાય નહિ ત્યારે મહેનત શા માટે કરવી, અને શાનો ઉપાય કરવો? અનિત્યવાદીને આત્માનો નાશ હોવાથી ઉપાય વડે કરીને તેને બોધ થાય એટલા માટે ઉપાયથી જ આત્માનું અસ્તિત્વપણું બતાવવાની ઈચ્છાથી કહે છે કે ૨ ___ एवं तु इहं आया पच्चकखं अणुवलब्भमाणोऽवि ॥ सुहदुक्खमाइएहिं गिज्झइ हेमहं अत्थिति ॥ ६३ ॥ ટીકાનો અર્થ - એપ્રમાણે જ જેમ ધાતુવાદી વિગેરેથી દ્રવ્યાદિ, આ લોકમાં આત્મા પ્રત્યક્ષ ન દેખાવા છતાં પણ સુખદુઃખો વિગેરેથી યુકિત વડે આત્મા મનાય છે અને આદિ શબ્દથી સંસારનો પરિગ્રહ તેઓ ગ્રહણ કરે છે તથા સંસાર પરિગ્રહ વડે આત્મા માને છે તેજ પ્રમાણે સુખ દુઃખ વિગેરે ધર્મો છે અને ધર્મને, અનુરૂપ ધર્મી હોવો જોઈએ. તે ધર્મી ભૂતના સમુદાય રૂપ એવું આ દેહ નથી કેમ કે તે અચેતન છે સુખ વિગેરે ધર્મો તો ચેતન છે. સુખદુઃખના ધર્મપણાથી ધર્મીએ ધર્મના અવશ્ય અનુરૂપજ વર્તવું. ભૂતનો સમુદાય માત્રજ દેહ નથી, કિંતુ એના અનુરૂપ ધર્મી દેહ છે, કારણ કે તેમાં ચેતન નથી અને સુખદુઃખમાં ચેતનપણું છે તેથી
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy