________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ દુઃખ તિર્યંચ નર નારક અને અમર (દેવ) તેમાં ભવ લેવો એટલે જન્મમરણરૂપ સંસાર અને આઠ પ્રકારના કર્મના બંધનનો વિયોગ તે મોક્ષ. હવે કોઈ પૂછે કે તે વાદીઓને સુખ વિગેરેનો અભાવ કેવી રીતે? ઉત્તર–તેઓ માને છે કે આત્માનો હંમેશાં સમાન એક સરખોજ સ્થિર રહેનાર સ્વભાવ હોવાથી જેમાં કશું પણ ઉત્પન નાશ ન થાય તેવા વાદીઓને તેવો સ્વભાવ કાયમ રહે તો હંમેશાં જ ચારે ગતિમાં જ્યાં જે હોય ત્યાં કાયમ રહેવાથી તેવું તે તેવું જ રહે અને અપ્રસન્નપણું ન છોડવાથી પૂર્વ રૂપનું પ્રસન્નપણું થતાં દુઃખીને દુઃખ કાયમ રહ્યું. સંસારીકને સંસાર રહ્યો. એ પ્રમાણે બીજામાં પણ સમજી લેવું. આથી નિત્યવાદીને નિરૂત્તર કર્યા કે તમારું માનવું ખોટું છે. આ ૫૮ છે
सुहदुक्खसंपओगो, न विज्जई निच्चवायपक्वमि । एगंतुच्छेअंमि अ, सुहदुक्खविगप्पणमजुत्तं ॥६० ॥
ટીકાનો અર્થ–સુખદુ:ખનો સંપ્રયોગ અથવા સારી રીતે જોડાએલોયોગ તે સંપ્રયોગ. એટલે અકલ્પિત, ન ઘટે એટલે શું? કયાં? તો કે નિત્યવાદ પક્ષમાં, એટલે જેઓ એકાંત નિત્ય માને ત્યાં સંપ્રયોગ નહોય. પણ જો કલ્પિત હોય તો થાય જ. જેમકે નિત્યવાદી બોલે છે કે પ્રકૃતિના ઉપધાનથી પુરૂષને સુખ દુઃખ થાય છે. જેમ સ્ફટિકમાં રતાશ છે વિગેરે અથવા બીજાઓ કહે છે તેમ બુદ્ધિના પ્રતિબિંબથી એમ થાય આનું કલ્પિતપણું એટલા માટે છે કે તત્ત્વથી આત્મા તદ્રુપ થયા વિના સુખાદિનો અભાવ છે. વળી ઉપધાન (નજીકમાં રહેવાથી)સંનિધિમાં પણ જેમ પ્રકાશ વિનાના પથરામાં રતાશ વિગેરે દેખાય છે તેમ તેનો જો વાદી સ્વીકાર કરે તો તે પૂર્વે સ્વીકારેલાની હાનિ છે. બુદ્ધિના પ્રતિબિંબનો પક્ષ સ્વીકારે તો પણ અવિચલિત આત્માને નિરંતરજ એક સ્વભાવ હોવાથી નિરંતરજ એક રૂપની પ્રતિબિંબતા આપવી જોઈએ. અને જો સ્વભાવનો ભેદ માને તો અનિત્યતાનો પ્રસંગ આવે (અહીં નિત્ય વાદીને એ દૂષણ આપ્યું કે તમે આત્મામાં પહેલાં અને પછી જરા પણ ભેદ માનશો તો તમારો મૂળ નિત્ય પક્ષ છે તેનો જ નાશ થઈ જશે.) *
અનિત્યવાદીનું ખંડન.
કોઈ એમ માને કે અનિત્ય એકાંત માનીએ તો ઠીક. તેને કહે છે. એકાંત અનિત્ય એટલે વિનાશ. અર્થાતુ અન્વયે રહિત મૂળ વસ્તુનો નાશ. અને જ્યારે મૂળ વસ્તુનો નાશ થયો ત્યારે સુખ દુઃખનો વિકલ્પ અયુત છે. એનો ભાવાર્થ એ કે એકાંત ઉચ્છેદ માનીએ તો સુખાદિનો અનુભવ કરનાર તેજ ક્ષણમાં સર્વથા ઉચ્છેદનો હેતુ હોવાથી અહેતુક પણે છે. એટલે પહેલી ક્ષણે નાશ થયો તેની પછીની બીજી ક્ષણ આવે જ કયાંથી? તથા તેનો વિકલ્પજ કયાંથી થાય? આ અપાય બતાવ્યો. (એકાંત નિત્ય અનિત્ય બન્નેનું ખંડન કરી સ્યાદવાદ યુકત જૈન ધર્મને બતાવ્યો કે આત્મા પોતે સુખદુઃખ અનુભવે છે) અપાય કહી ગયા.
હવે ઉપાય કહે છે. ઉપ એટલે સમીપમાં. આય એટલે લાભ. એટલે વિવક્ષિત વસ્તુના સંપૂર્ણ લાભનું હેતુપણું હોવાથી તે વસ્તુનો લાભ તેજ ઉપાય. અર્થાત્ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિનો વ્યાપાર તે ચાર પ્રકારે છે. તે કહે છે ૬૦
एमेव चउविगप्पो होइ उवाओऽवि तत्थ दव्बंमि । धातुब्बाओ पढमो नंगललिएहिं नेत्तं तु ॥६॥
ટીકાનો અર્થ – એ પ્રમાણે જેમ અપાય છે, તેમ ઉપાય ચાર પ્રકારે બતાવે છે. (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ અને (૪) ભાવ ઉપાય. તેમાં (૧) દ્રવ્ય ઉપાયના વિચારોમાં સોનું બનાવનારાનો ઉપાય તે પહેલો અને લૌકિક છે. તથા લોકોત્તરમાં રસ્તામાં ચાલતાં વિગેરે કારણથી પડી ગયેલ પડલાને પ્રાસુકપણે ધોવા અથવા ખરડાયેલ કપડું ધોવું. તે અને (૨) હળ વિગેરે વડે ખેતર ખેડવાં તે ક્ષેત્ર ઉપાય છે. તેથી લાંગળ અને કોદાળી તેનો ઉપાય આ ક્ષેત્ર ઉપાય જાણવો તે લૌકિક છે. લોકોત્તરમાં પણ વિધિ વડે પ્રભાતમાં આહાર વિગેરે